ઘણા લોકો વજન ઓછું કરવા માટે ખાવાનું પણ છોડી દેતા હોય છે. પરંતુ તેમ છતાં પણ કોઈ ફર્ક જોવા મળતો નથી. પરંતુ આપણે વજન ને કંટ્રોલમાં લાવવા માટે આપણે અનેક પ્રકારના ફૂડ નું સેવન કરીને પણ વજનને નિયત્રંણમાં રાખી શકીએ છીએ.
વધારે વજનને નિયત્રંણમાં રાખવા માટે પ્રોટીન અને ફાયબરથી ભરપૂર હોય તેવા ખોરાક નો સમાવેશ કરવો જોઈએ, જેથી આપણે વજન ઓછું થવાથી આપણે સ્લિમ અને ફિટ રહી શકીશું. રોજે ડાયટ યોગ્ય ડાયટ લેવાથી વજન નિયત્રંણમાં રાખી શકાય છે.
આ માટે આપણે હળવી કસરત ની સાથે કેટલી પ્રોટીન અને ફાયબર મળી આવે તેવું વસ્તુઓને ખાવી જોઈએ. જો તમે પણ વજન ઓછું કરવા માંગતા હોય તો આ વસ્તુઓને ડાયટમાં અવશ્ય સમાવેશ કરવો જોઈએ.
પાલક: લીલા પાંદડા વાળા શાકભાજીમાં સૌથી બેસ્ટ શાકભાજી છે જેને ડાયટમાં સમાવેશું કરવો જોઈએ, પાલકમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, ફાયબર અને પ્રોટીન મળી આવે છે. આ ઉપરાંત તેમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ પણ મળી આવે છે. આ માટે રોજિંદા જીવનમાં પાલકના જ્યૂસને ડાયટમાં સમાવેશ કરવો જોઈએ જેથી વજન નિયત્રંણમાં રાખી શકાશે.
દેશી ચણા: દેશી ચણામાં પ્રોટીન ને ફાયબરનો ખુબ જ સારો સ્ત્રોત મળી આવે છે. માટે રોજે સવારે નાસ્તામાં દેશી ચણાનો સમાવેશ કરવો જોઈએ જેથી આપણું પેટ ભરેલું હોય તેવું લાગશે અને ભૂખ ઓછી લાગશે. જેથી વધારે પ્રમાણમાં ખાવાથી બચી શકીશું અને વજન નિયત્રંણમાં રાખવામાં મદદ કરશે.
દહીં ખાઓ: કેલ્શિયમ, પ્રોટીન એન ફાયબરનો ખુબ સારો ખજાનો મળી આવે છે, જે મેટાબોલિઝમ રેટમાં વધારો કરે છે, રોજે દહીંને ખાવાથી ચરબી ઓછી થાય છે અને વજન નિયત્રંણમાં રહે છે. આ ઉપરાંત પાચનક્રિયાને મજબૂત બનાવે છે. દહીં શરીર અને હાડકાને મજબૂત બનાવે છે.
હૂંફાળું પાણી: દિવસમાં બે વખત હૂંફાળું પાણી પીવું જોઈએ. જેથી આપણા શરીરમાં જમી ગયેલ ચરબી અને કચરાને ધીરે ધીરે દૂર કરશે અને પેટ અને આંતરડાને સાફ કરશે. જેથી વજન ને નિયત્રંણમાં લાવવામાં મદદ મળશે.