ઉનાળાનું તાપમાન વધવા લાગ્યું છે. દિવસેને દિવસે વધતી જતી ગરમીની ચિંતામાં ઘરે રહેવું પણ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની પણ જરૂર છે. સળગતી ગરમી અને તીવ્ર સૂર્યપ્રકાશને કારણે શરીરમાં પાણીની અછત હોય તે સ્વાભાવિક છે.

પાણીની ઉણપથી શરીરમાં ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ઘરે વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ શરીરને ડિહાઇડ્રેશનથી બચાવવા અને સ્વસ્થ રહેવા માટે, તમારે તમારા આહારમાં પાણી ઉપરાંત પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.

કારણ કે આ ઋતુમાં ખાવા-પીવામાં થોડી બેદરકારી સ્વાસ્થ્યને ઘણું નુકસાન પેહોચાડી શકે છે. પાણીની અછતને કારણે ઝાડા અને ઉલ્ટી પણ થઈ શકે છે અને અત્યારે આ કેસો માં સતત વધારો થઇ રહયો છે, જેના કારણે શરીર નબળું પડી શકે છે.

શરીર કમજોર પડી જવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાને કારણે શરીર ઘણા સંક્રમની ની ઝપેટમાં આવી શકે છે. તો ચાલો જાણીએ આવા જ કેટલાક ફૂડ્સ વિશે જે તમને ગરમીથી બચવામાં મદદ કરી શકે છે.

1. સંતરા : સંતરા એક એવું ફળ છે જે ન માત્ર ગરમીથી બચાવે છે પરંતુ શરીરને અનેક ફાયદાઓ અપાવવામાં પણ મદદ કરે છે. સંતરાની તાસીર ઠંડી હોય છે. તેમાં 88 ટકા પાણી, વિટામિન-સી, કેલ્શિયમ અને ફાઈબર હોય છે. ઉનાળામાં સંતરા ખાઈને શરીરને સ્વસ્થ રાખી શકાય છે.

2. લીંબુ પાણી : ઉનાળાની ઋતુમાં લીંબુનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઉનાળામાં લીંબુ શરબતનું સેવન તમને ઉનાળાથી તો બચાવે જ છે પરંતુ તમને અંદરથી ફ્રેશ રાખવામાં પણ મદદ કરે છે.

3. લીલા શાકભાજી : ઉનાળાની ઋતુમાં તમારે તમારા આહારમાં વધુને વધુ લીલા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. દરરોજ દૂધી, ટીંડા, કોળું અને દાણાવાળા શાકભાજીનું સેવન કરવાથી શરીરને ઠંડક તેમજ પોષક તત્વોની પૂર્તિ કરવામાં મદદ મળે છે.

4. લસ્સી : ગરમીથી છુટકારો મેળવવા અને શરીરને ઠંડક આપવા માટે તમારે એક વાટકી દહીં, રાયતા અથવા લસ્સીનો સમાવેશ કરવો જોઈએ. લસ્સીનું સેવન કરવાથી માત્ર પેટને ઠંડક જ નહીં પરંતુ તેને ગરમીથી બચાવવામાં પણ મદદ મળે છે.

5. નારિયેળ પાણી : નારિયેળ પાણીને પોષક તત્વોનો ભંડાર કહેવામાં આવે છે. દરરોજ નારિયેળ પાણી પીવાથી તમે પેટના તમામ પ્રકારના રોગોથી બચી શકો છો અને ખાસ કરીને, ઉનાળામાં નારિયેળ પાણી પીવાથી પાણીની ઉણપને પણ દૂર કરી શકાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *