કોઈ પણ સમસ્યા થાય તો આપણે હેરાન થવું પડે છે પરંતુ જો એ સમસ્યા 2 થી 5 દિવસની હોય તો આપણે ચલાવી લઈએ છીએ પરંતુ જો કોઈ સમસ્યા નિયમિત થઇ જાય તો તે આપણે ચલાવી ન લેવું જોઈએ કારણકે આપણે વધુ હેરાન થવું પડે છે. આવી જ એક પેટની સમસ્યા છે.
આજના સમયમાં મોટા ભાગના લોકોને પેટની સમસ્યા રહેતી હોય છે. આ સમસ્યાથી છુટકાળો મેળવવા માટે ઘણા લોકો જુદા જુદા પ્રયોગો કરે છે પરંતુ બધા લોકોને તેનું પરિણામ મળી શકતું નથી. પેટમાં ગેસ થવાની સમસ્યા મોટાભાગે બપોરના ખોરાક પછી જોવા મળે છે.
તો આજની આ માહિતીમાં તમને એક એવા દેશી ઉપાય વિષે જણાવીશું જે ઉપાયને દરરોજ જમ્યા પછી કરવાથી પેટમાં ગેસ થતો હોય કે કોઈક દિવસ ગેસની સમસ્યા થતી હોય તેમાંથી તમને એકદમ રાહત મળશે.
પેટમાં ગેસ થવાની સમસ્યા આપણી કેટલીક ભૂલોના કારણે થાય છે જેમને ભોજન અનિયમિત લેવું, આપણો દરરોજ નો જમવાનો સમય નક્કી ન હોય, આપણે વધુ તીખું, તરેલું કે વધારે મસાલેદાર ભોજન લેતા હોઈએ જે શરીરમાં પચવામાં ખુબજ મુશ્કેલી પડે છે.
હવે તમને જણાવીએ કે આ સમસ્યાથી છુટકાળો મેળવવા માટે તમારે શું કરવાનું છે. જમવાના 1 કલાક પહેલા એક ગ્લાસ સામાન્ય હૂંફાળા પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા, 1 ચમચી સંચળ અને 2 ચમચી લીંબુનો રસ લેવાનો છે. આ બધી વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે તેને મિક્સ કરી દેવાનું છે.
આ બનેલા મિશ્રણને જમવાના 1 કલાક પહેલા પી જવાનું છે. આ ઉપાય દિવસમાં એક જ વાર કરવાનો છે અને તે પણ જમાવાનાં એક કલાક પહેલા કરવાનો છે. આ ઉપરાંત પેટની સમસ્યા થવા પાછળનું કારણ ખોરાકને ચાવી ચાવીને ન ખાવો તે પણ હોઈ શકે છે.
આથી જયારે પણ જમો છો ત્યારે શાંતિથી ધીરે ધીરે ખોરાકને ચાવીને ખાવો. જમવાનું ચાવીને જમવાથી ગેસ થવાની સમસ્યામાંથી ઓછી થઇ જાય છે. આ ઉપરાંત જમી ઉભા થાઓ છો ત્યારે તરત જ પાણી ન પીવો. જમ્યાના 10 થી 15 મિનિટ પછી પાણી પીવાનું રાખો.
જમ્યા પછી તરતજ તમે એક ગ્લાસ મોળી છાશ લઇ શકો છો અને તેમાં એક ચમચી સંચળ, અડધી ચમચી અજમો અને એક ચમચી કાળા મરીનો પાઉડર નાખીને છાશ પી શકો છો. આ સિવાય જો તમને જમ્યા પછી સમય હોય તો પાંચ મિનિટ માટે વજ્રાસનમાં બેસી જાઓ. આ કરવાથી ગેસની સમસ્યા તરતજ દૂર થઇ જાય છે.