આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

મચ્છર ભગાવા માટે અજમાવો આ સાત કુદરતી ઉપાય. સામાન્ય રીતે બજારમાં જે મચ્છર મારવા માટેની અનેક પ્રકારની દવાઓ મળે છે. પણ તેનો ઉપયોગ આપણા શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે. મચ્છર ભગાવા માટે અજમાવો આ સાત કુદરતી સ્ટ્રીક વિષે વાત કરવાના છે. જેનાથી મચ્છર માત્ર ૧૦ મિનિટમાં તમારા ઘરમાંથી ભાગી જશે.

મચ્છર ભગાવાના કુદરતી ઉપાય:- ૧) સળગતા કોલસા ઉપર નારંગીની છાલ મૂકી દો. હવે આમાંથી નીકળતા ધુમાડાથી મચ્છર ભાગી જાય છે. કોલસો પર નારંગીની છાલ મૂકી દેવામાં આવે, એનો ધુમાડો કરવામાં આવે તો મચ્છર ભાગી જશે અને આ ધૂમાડો નુકસાન પણ નથી કરતો.

૨) સોયાબીન તેલથી સ્ક્રીન પર હળવેથી મસાજ કરો. જેનાથી મચ્છર તમારાથી દૂર રહેશે. આ ઉપરાંત યુકેલિપ્ટસ નું તેલ કારગત નીવડે છે, જે કુદરતી છે. તે લગાડવાથી પણ મચ્છર તમારાથી હમેશા દૂર રહેશે.

૩) તુલસીના પાનનો રસ અને સરસવનું તેલ બોડી પર લગાવવાથી મચ્છર દૂર રહેશે અને તમને કરડશે પણ નહીં. 4) જો ઘર માં લીમડા નો ધુમાડો કરવામાં આવે તો તેના ધુમાડાની કડવી વાસ થી મચ્છર ભાગી જાય છે.

૫) લવિંગનું તેલ અને નાળિયેરનું તેલ આ બંને મિક્સ કરી અને તમે રાત્રે લગાવી ને સુઈ જશો તો તમારી નજીક મચ્છર નહિ આવે અને કરડશે પણ નહી. ૬) બે ગલગોટા ના ફૂલ પર મચ્છર ભગાડવા નો અકસીર ઈલાજ છે. જ્યાં ફૂલ હોય છે ત્યાં મચ્છર આવતા નથી.

આ છોડ ને તમારા બગીચામાં નહીં પરંતુ, સાંજના સમયે બાલ્કનીની અંદર મૂકી દો. જેના કારણે મચ્છર તમારા ઘરમાં પ્રવેશ કરશે નહીં, કારણ કે સાંજે એવું થાય છે કે દિવસ આથમે છે, ત્યારે ઘરની અંદર લાઈટ થતા આપણા ઘરની અંદર પ્રવેશ કરે છે. તો આ સમયે બારી ની અંદર જો તમે ગલગોટાના છોડ મૂકી દેશો તો એક પણ મચ્છર તમારા ઘરની અંદર પ્રવેશ કરશે નહી.

૭) અજમાને બારીક બારીક પીસી લો. એની અંદર સમાન માત્રામાં સરસવ નુ તેલ મિક્સ કરી અને તેના પુઠાના કેટલાક ટુકડા પલાળી લો. હવે આ ટુકડાને રૂમમાં ચારેબાજૂ ઊંચાઈ ઉપર મૂકી દો. આવું કરવાથી મચ્છર દૂર ભાગી જાય છે. કોઈ પણ વસ્તુનું સેવન કરતા પહેલા તમે તમારા ફેમિલી ડૉ ની સલાહ લઇ શકો છો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *