આપણે જીવનમાં એટલા બઘા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણે દિનચર્યા તરફ વધારે ઘ્યાન આપવાનું પણ ભૂલી જઈએ છીએ. કોઈ વ્યક્તિ બહારના કામમાં વ્યસ્ત હોય, ઓફિસના કામનું પ્રેશર, ઘરની ચિંતા હોય જેવી અનેક સમસ્યાના કારણે વ્યક્તિ ઘણી બીમારીનો શિકાર પણ થઈ શકે છે.

આપણે બધા સવારે ઉઠીને શું કરવું તેના વિશે વિચારે છે. સવારે ઉઠીને તમે જો આ 8 કામ કરશો તો તમારો આખો દિવસ ખુબ જ સારો જશે. આયુર્વેદમાં એવા કેટલાક નિયમો છે. જેનો ઉપયોગ કરવાથી તમારા જીવનમાં અનેક સુઘારા થશે. તમારો આત્મવિશ્વાસમાં પણ ખુબ જ વઘારો થશે. જેથી તમે હંમેશા સ્વસ્થ, તંદુરસ્ત અને ખુશ રહેશો.

સવારે વહેલા ઉઠો : દરરોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ. જેથી આપણા દિવસની શરૂઆત કરતા પહેલા, તમને શરીરને સાફ કરવા અને ઘ્યાન કરવામાં પૂરતો સમય મળી રહે. જો તમને સવારે વહેલા ઉઠવાની આદત ના હોય તો ઘીરે ઘીરે સવારે વહેલા ઉઠવાની આદત પાડવી જોઈએ.

ચહેરાને ઘોવો : તમે સવારે ઉઠીયા પછી ચહેરા ને સાફ પાણી થી ધોઈ લેવો. આયુર્વેદમાં જણાવ્યું છે કે આંખો પર પાણી છાંટવાથી આંખોને ઠંડક મળે છે. ચહેરાને ઘોવા માટે ફ્રીઝ નું પાણી અને વધારે ગરમ પાણી નો ઉપયોગ ના કરવો જોઈએ.

પેટને સાફ રાખો : આયુર્વેદમાં જણાવ્યું છે કે રાત્રે સુતા પહેલા અને સવારે ઉઠી ને શૌચાલય જવું ખુબ જ સારું માનવામાં આવે છે. કારણકે શૌચાલય જવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો ને બહાર નીકાળી દે છે. જેથી તમારું શરીર એકદમ હલકું થઈ જાય છે. રાત્રે શૌચાલય જવાથી ખુબ જ સારી ઊંઘ પણ આવે છે.

દાંત ને સાફ કરો : તમે સવારે ઉઠીને મોં ઘોઈને સારી રીતે બ્રશ કરો અને ઉલ પણ ઉતારવી. તો તમે એકદમ ફ્રેશ મહેશુસ કરશો. મોં ને સ્વચ્છ રાખવું ખુબ જ જરૂરી છે. કારણકે મોંની અંદર બેક્ટેરિયા રહી જાય તો તમને અનેક રોગ થવાની આશંકા વઘી જાય છે. માટે દરરોજ દિવસ માં સવારે અને રાત્રે બને ટાઈમ બ્રશ કરવામાં આવે તો બેક્ટેરિયા સંપૂર્ણ પણે નાશ થાય છે.

કોગળા : ગળામાં દુખાવો થાય ત્યારે જ ઘણા લોકો કોગળા કરતા હોય છે. આયુર્વેદ અનુસાર જો તમે દરરોજ મીઠાના પાણીના કોગળા કરો તો મોં માં રહેલા કીટાણુઓ નાશ પામે છે. ગળામાં થયેલ કફ પણ છૂટો પડે છે અને મોં એકદમ સાફ થઈ જાય છે.

શારીરિક મસાજ : તમારે શરીર પર ગરમ તેલની માલિશ કરવી જોઈએ. આયુર્વેદ મુજબ શરીર ને તેલથી માલિશ કરવામાં આવે તો તે મોઇશ્ચરાઈઝર મળી રહે છે. જેથી શરીર પર કોઈ ક્રીમ લગાવાની જરૂર પડતી નથી. માટે તમારે અઠવાડિયામાં 2-3 વાર શરીરની બોડી મસાજ કરવી જોઈએ.

વ્યાયામ : આપણા દિવસની શુભ શરૂઆત વ્યાયામથી થવી જોઈએ. જેથી શરીરમાં લોહીનો પ્રવાહ વધે છે. તેના માટે તમે સવારે ઉઠીને ચાલવા જવું જોઈએ અથવા યોગ કે કસરત કરવી જોઈએ. જેથી તમે એકદમ ફિટ મહેશુસ કરી શકો અને તમારો દિવસ ઉર્જાથી ભરપુર રહે છે. અને કામ કરવામાં ખુબ જ મન લાગે છે.

આહારમાં ઘ્યાન આપો : સવારે તૈયાર થઈને નાસ્તો કરવો જોઈએ. નાસ્તો કર્યા વગર બહાર ના જવું જોઈએ. સવારે નાસ્તો કરવાથી પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરે છે. તમે સવારે અનાજ, ફળો, લીલા શાકભાજી, જ્યુસ અને દહીં નાસ્તામાં સેવન કરી શકો છો.

આપણા વડીલો પણ આ નિયમો નો ઉપયોગ કરતા હતા. જો તમે પણ આ 8 નિયમોનું પાલન કરશો તો તમે પણ હંમેશા સ્વસ્થ અને ખુશ રહેશો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *