આજનું તણાવપૂર્ણ જીવન અને મોડી રાત સુધી મોબાઈલનો ઉપયોગ કરવાને કારણે રાતની ઊંઘ ગાયબ થઇ જાય છે. હેલ્થ એક્સપર્ટના મતે મોબાઈલ અને લેપટોપમાંથી નીકળતા વાદળી કિરણો ન માત્ર આંખો માટે જ હાનિકારક નથી, પરંતુ તે ઊંઘમાં પણ ખલેલ પહોંચાડે છે. આ સિવાય સૂતી વખતે કેફીનયુક્ત વસ્તુઓનું સેવન કરવાથી પણ અનિદ્રાની સમસ્યા થાય છે.

આ સ્થિતિમાં વ્યક્તિને મોડી રાત સુધી ઊંઘ આવતી નથી. જો તમે પણ અનિદ્રાની સમસ્યાથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગો છો તો તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. ઘણા સંશોધનોમાં એવું પણ માનવામાં આવ્યું છે કે ઘીના ઉપયોગથી અનિદ્રાની સમસ્યામાં રાહત મળે છે. તો આવો, તેના વિશે વધુ જાણીએ.

ઘી નો ઉપયોગ કેવી રીતે કરવો : આ અંગે ડોક્ટરનું કહેવું છે કે ઘીના ઉપયોગથી રાત્રે સારી ઊંઘ આવે છે. આ માટે દરરોજ રાત્રે સૂતા પહેલા હથેળીમાં થોડી માત્રામાં ઘી લો. હવે પગના તળિયા પર ઘી લગાવો. આ પછી હળવા હાથે તળિયાની માલિશ કરો.

આ ઉપાય કરવાથી રાત્રે સારી ઊંઘ આવે છે. આ સાથે અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે. આ સિવાય સાંધાના દુખાવાની સમસ્યાને દૂર કરવા માટે પણ ઘીનો ઉપયોગ કરી શકાય છે. ઘીથી સાંધાની માલિશ કરવાથી પણ સાંધાના દુખાવામાં આરામ મળે છે.

~

જો ઘરે બનાવેલું ઘી ઉપલબ્ધ હોય તો તે ઘણું સારું છે. તમે સૂતી વખતે એક ગ્લાસ નવશેકા દૂધમાં એક ચમચી ઘી મિક્સ કરીને પણ પી શકો છો. બીજી તરફ જો ઘરમાં ઘી ન હોય તો તમે ઘીની જગ્યાએ માખણનો પણ ઉપયોગ કરી શકો છો. આનાથી તળિયાની માલિશ કરવાથી પણ અનિદ્રામાં રાહત મળે છે.

તમાલપત્ર નો ઉપયોગ કરીને અનિંદ્રાથી છુટકાળો મેળવી શકાય છે. જો તમે પણ અનિંદ્રાની તકલીફથી પરેશાન છો, તો તમે સૂતા પહેલા પોતાના રૂમમાં 5 તમાલપત્ર સળગાવી દો અને પછી સુઈ જાઓ. થોડાજ સમયમાં તમને ઘસઘસાટ ઊંઘ આવી જશે.

જો તમે પણ અનિંદ્રાની સમસ્યાથી પરેશાન થઇ ગયા છો તો અહીંયા જણાવેલ ઉપાય અજમાવી શકો છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્રોને જણાવો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *