આજકાલનું બદલાયેલા પર્યાવરણ અને ભેળસેળવાળી ચીજવસ્તુઓના કારણે આપણે ઘણી બધી બીમારીઓનો શિકાર બનીએ છીએ આવી જ એક બીમારી છે. ગોઠણ નો દુખાવો સામાન્ય રીતે મહિલાઓને અને મોટી ઉંમરના વ્યક્તિઓને વધારે થતો હોય છે. આજે અમે તમેને આ આર્ટિકલ માં જુના મા જુના ગોઠણના દુખાવો જડમૂડ થી દૂર કરવા ના 10 ધરેલુ ઉપાય વિશે ઉપયોગી માહિતી આપીશું.
ઘુંટણ ના દુખાવા નું સૌથી મોટું કારણ આપણી ઊભા રહીને પાણી પીવાની કુટેવ છે તેને બદલવી પડશે. તમારે બેસીને જ પાણી પીવું જોઈએ અને નિરાંતે પીવું જોઈએ જેથી ઘુંટણનો અને સાંધાનો દુખાવો નહીં થાય.
ઘુંટણ ના દુખાવાના ઉપાય: એક ચમચી હળદર, એક ચમચી મધ અને ચપટી ચૂનો આ ત્રણ વસ્તુ બરાબર મિક્સ કરી દો. ત્યારબાદ તેને ઘુંટણ પર લગાવો. આ પેસ્ટ રાત્રે સૂતા સમયે જ લાગવું. હવે ઘુંટણ પર 10 મિનિટ સુધી આ પેસ્ટ વડે માલિશ કરો અને ત્યારબાદ કોઈ કપડું બાંધી દો. સવાર સુધી રહેવા દો અને સવારે હુફાળા પાણીથી તેને ધોઈ લો, ઘુંટણ ના દુખાવા માં સો ટકા આરામ મળશે.
સરગવાની છાલને બે ગ્લાસ પાણીમાં નાખી આ પાણી નો ચોથો ભાગ રહે ત્યાં સુધી ઉકાળવુ. ત્યારબાદ આ ઉકાળા ને પાણીમાં નાખી મિશ્રણ કરી લેવું ચોખ્ખા કપડા વડે ગાળી લેવું અને આ મિશ્રણને ધીરે ધીરે પીવું. આ પાણી સવારે અને સાંજે 2 – 2 ચમચી પીવો. આમ કરવાથી તમને ઘુંટણ ના દુખાવા માં આરામ મળશે.
પારિજાત ના પાન શરીરના ગમે તેવા દુખાવાને મટાડવા માટેનો રામબાણ ઈલાજ છે. આ માટે 10 થી 12 પારિજાતના પાંદડાં ને એક પેનમાં બે ગ્લાસ પાણી નાખી સારી રીતે ઉકાળી લેવું. ત્યાર પછી આ ઉકાળાને થોડું થાડુ થવા દો અને ઠંડુ થાય પછી આ ઉકાળાની 2 ચમચી રાતે સૂતા પહેલા પી લેવી. આમ કરવાથી પણ તમને પેઈન થવાનું ઓછું થઇ જશે અને આરામ મળશે.
સરસવનું તેલ અને સૂંઠ પાઉડર વડે માલિશ કરવી. એક વાસણમાં સૂંઠનો પાવડર લો અને સરસવનું તેલ સારી રીતે તેમાં મિક્સ કરી લો. આ મિશ્રણને ઘુંટણ પર લગાવીને માલિશ કરવી. થોડા સમય બાદ તેને સાફ કરી નાખવું. આ મિશ્રણ તમારા ઘૂંટણ ના દુખાવાને થોડા જ દિવસોમાં મટાડી દેશે.
રોજ આટલી વસ્તુ રાત્રે પલાળી સવારે ખાવાથી તમારો ઘુંટણ નો દુખાવો મટી જશે. 4 બદામ, 3 ખજૂર, 2 અખરોટ અને 8 થી 10 દ્રાક્ષ આ ચાર વસ્તુ ને રોજ રાત્રે પાણીમાં પલાળી સવારે નયણા કોઠે તે ચાવી ને ખાઈ લેવી. ત્યારબાદ ગરમ દૂધ પી લેવું આવું કરવાથી ઘુંટણ નો દુખાવો દૂર થઈ જશે.
મેથી ને રાત્રે એક વાટકી પાણીમાં નાખી પલાળી લેવી અને સવારે મેથી ને ચાવી ચાવીને ખાવી અને તેનું પાણી પી જવું. આનાથી તમારો ઘુંટણ દુખાવા ની સમસ્યા કાયમી દૂર થઈ જશે.