આજે ઘુંટણના દુખાવા માં રાહત આપવામાં માટેના ઘરેલુ ઉપાય જણાવીશું. ઘુંટણના દુખાવાથી આજના સમયમાં મોટાભાગના લોકો ખુબ જ પરેશાન માં રહેતા હોય છે, કારણકે ઘુંટણમાં દુખાવા થવાથી ઉઠવા બેસવા અને ચાલવામાં પણ ઘણી તકલીફ થતી હોય છે.
આ માટે ઘુંટણમાં થતા દુખાવા ઝડપથી રાહત મેળવવી ખુબ જ આવશ્યક છે. નાની ઉંમરે જ આજે તો લોકો વધુ વજન વાળું ઉંચકવું, વજનમાં વધારો, લાંબા સમય સુધી એક જગ્યાએ ઉભા રહેવું, પોષક તત્વોની ઉણપ વગેરે હોવાના કારણે ઘુંટણમાં દુખાવા થતા હોય છે.
જોઈન્ટ માં લુબ્રિકેંટ નામનું ચિકાસ વાળું ઓઇલ ખતમ થઈ જવાના કારણે જોઈન્ટમાં વાયુ ભરાઈ જાય છે જેના કારણે પણ ઘુંટણમાં દુખાવા થતા હોય છે, ઘુંટણના દુખાવામાં ઘણા લોકો અનેક પ્રકારની દવાઓ નું સેવન પણ કરતા હોય છે.
નાની ઉંમરથી જ દુખાવા રહેતા હોય તો વઘતી ઉંમરે ખુબ જ તકલીફ પડી શકે છે આ માટે આજે અમે તમને એક એવો ઉપાય જણાવીશું જેની મદદથી નાની ઉમરથી ખુબ જ આસાનીથી ઘુંટણમાં થતા દુખાવામાં રાહત મેળવી શકશો.
ઘુંટણના દુખાવા દૂર કરવાનો ઉપાય: આ માટે સૌથી પહેલા દેશી ગોળ લઈને એક ચમચી જેટલો છીણી તેને એક બાઉલમાં નાખો, અને ત્યારબાદ તેમાં એક ચમચી હળદર ઉમેરવાની છે, હવે તેમાં એક ચમચી ચૂનો એડ કરવાનો છે.
હવે એ બધા ને હલાવી મિક્સ કરી લો, પછી તેમાં દોઢ ચમચી જેટલું પાણી ઉમેરો અને સારી રીતે મિશ્રણ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી દેવાની છે. આ પેસ્ટને ઘુંટણ ના થતા દુખાવામાં લગાવી હળવા હાથે માલિશ કરવાની છે. આ પેસ્ટને ઘુંટણમાં લગાવીને તેના ઉપર કોટર્ન નું કપડું અથવા તો ગરમ પાટો બાંઘી દેવાનો છે.
જો તમે આ ઉપાય થોડા દિવસ કરશો તો ઘુંટણ માં થતો દુખાવો કાયમી માટે દૂર થઈ શકે છે, આ પેસ્ટ તમે પહેલા દિવસ લાગશો ત્યારે જ તમને ઘણી રાહત જોવા મળશે. આ પેસ્ટમાં મળી આવતી દરેક વસ્તુને આયુર્વેદિમાં સૌથી ઉત્તમ સ્થાન મળે છે.
જેનો ઉપયોગ ઘણી બધી બીમારીઓમાં અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવતો હોય છે, જો તમે નાની ઉમર થી જ ઘુંટણ ના દુખાવાથી ખુબ જ પરેશાન રહેતા હોય તો આ ઉપાય કરવાથી તમને ખુબ જ ઝડપથી આરામ મળશે.
આ સિવાય તમે કોઈ પણ એક તેલની માલિશ ઘુંટણ માં કરી શકો છો જેની મદદથી જોઈન્ટ માં ભરાઈ ગયેલ વાયુ દૂર થાય છે અને દુખાવામાં ઘણી રાહત મળે છે.