આજે તમને જણાવીશું એવા દેશી ઉપાય વિષે જે ઉપાય કરીને તમે તમારા ચહેરા ઉપર થઇ બધીજ સમસ્યાઓ દૂર કરી શકો છો. આ ઉપાય સાવ દેશી છે પરંતુ તેનો ઉપયોગ કરીને તમે ચહેરાની બધીજ સમસ્યાઓ દૂર કરી શકો છો. ચહેરા ઉપર સમસ્યા થવાના ઘણા કારણો છે.
જેમાં આજના સમયની ખાવાપીવાની ખોટી આદતો તથા બહારનું ફાસ્ટફૂડ વાળા ખોરાક, વધુ પડતું તેલવાળું અને ગરમ પદાર્થો વાળું ખાવાનુઁ વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે બહારના વધુ પડતા સુરજના તડકાથી પણ તમારો ચહેરો કાળો પડી જતો હોય છે.
આ સાથે સાથે બહારના ધુમાડા અને વાહનને લીધે ઉડતા રજકણો , ધૂળ વગેરે ચેહરા ઉપર ચોટી જતા હોય છે તેથી તમારો ચહેરો કાળો પડી જતો હોય છે. સૌ પ્રથમ જાણવું જરૂરી છે કે ચહેરા ઉપર થતી મુખ્ય સમસ્યાઓ કઈ કઈ હોય છે.
આજના સમયમાં સૌથી વધુ ચહેરાની ફરિયાદ યુવાન ભાઈઓ અને બહેનો ને હોય છે જેવી કે ચહેરા ઉપર ખીલ થવા, ચહેરા ઉપર નાની ફોડલી થવી, ચેહરા ઉપર નાના મોટા ખાડા પડી જવા, તથા ચેહરા ઉપર કાળા ડાઘ પડવા, તથા ચહેરા ઉપર કરચલીઓ પડી જવી.
ચહેરા માટે ગુલાબજળ ઉત્તમ છે: ચહેરાની સમસ્યા માટે ગુલાબજળ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જો તમને ઉપર જણાવેલી કોઈ સમસ્યા છે તો તમે ગુલાબજળ નો ઉપયોગ કરી શકો છો. ચહેરા ઉપર ગુલાબજળ લગાવવાથી તમારો ચહેરો પહેલા કરતા એકદમ ચમકવા લાગશે અને જો તમારા ચહેરા ઉપર ખાડા પડી ગયા છે તો થશે.
દેશી મધ : જે લોકોના ચહેરા ઉપર નાના છિદ્રો પડી ગયા હોય અને ઘણી બધી દવાઓનો ઉપયોગ કર્યા પછી કોઈ ફેર પડતો નથી તે લોકો માટે દેશી મધ સૌથી સારો ઉપાય છે. આ ઉપાય માટે થોડું દેશી મધ લેવું અને એક કોટન રૂનું પોતું લઈ, તેમાં પલાળી લેવું. ત્યારબાદ તેને તમારા ચહેરા ઉપર જ્યાં જ્યાં નાના છીદ્રો હોય ત્યાં લગાગાવું. આ ઉપાય કરવાથી થોડાજ દિવસોમાં તમામ છિદ્રો મટી જાય છે.
ઠંડું પાણી: ચહેરા ઉપર ચિકાસ થવાથી પણ ચહેરાની સમસ્યા થાય છે. જો તમારા ચહેરા ઉપર પણ ચિકાસ થાય છે તો તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લેવો જેથી ચહેરા ઉપરની ચીકાશ સાવ દુર થઇ જાય. આ સાથે તમારે રાખવું કે સાંજે સુતા પહેલા પણ તમારા ચહેરાને એકવાર ઠંડા પાણીથી ધોઈ પછી સુઈ જવું. તમને જણાવીએ કે આ પ્રયોગ કરવાથી ચહેરા ઉપર ચોટેલા ધૂળ નો સાવ નાશ થાય છે અને ચહેરા ઉપરની તમામ ચિકાસ અને પડેલા છિદ્રોનો પણ સાવ નાશ થાય છે.
કાચા બટેટા : ખીલ મટાડવા માટે કાચા બટેટા ને સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. કાચા બટેટા ચહેરા ઉપર સુંદરતા લાવવાનું કામ કરે છે. આ માટે બટેટાની ઉપરની છાલ તમારા ચહેરા ઉપર લગાડવી. થોડા જ દિવસ આ છાલ તમારા ચહેરા ઉપર લગાડવાથી ખીલ મટી જાય છે સાથે તમારા ચહેરા ઉપર ગ્લો લાવે છે અને ચેહરા ઉપરના કાળા રંગના ડાઘ દૂર થાય છે.
કુવારપાઠું: કુવારપાઠું વિષે બધા લોકો જાણતા હશે. કુવારપાઠું ને ચહેરા ઉપર ખીલ ની સમસ્યાને મટાડવા માટે બેસ્ટ ઔષધી તરીકે ગણવામાં આવે છે . તમારા ચહેરા ઉપર સવારે અને સાંજે એમ દિવસમાં કુલ બે વખત એલોવીરા માંથી નીકળતો જેલ લગાડવાથી તમારો ચેહરો પણ એકદમ સફેદ બનશે અને ખીલ પણ મટી જશે.
આદુ : ખીલની સમસ્યાને દૂર કરવા માટે પણ આદુ ને એક ઔષધી તરીકે ગણવામાં આવી છે. આ પ્રયોગ માટે એક આદુ નો ટુકડો લેવો ત્યારબાદ તેને છુંદી નાખવો અને પછી તમારા ચહેરા ઉપર તે છુંદેલી આદુની પેસ્ટને ચહેરાના ખીલ ઉપ લગાડવી. ત્યારબાદ તેને અડધા કલાક સુધી રહેવા દેવી.
ત્યારબાદ તેને ગરમ પાણીની મદદથી ધોઈ નાખો એટલે કે ચહેરાને ધોઈ નાખો. આ પ્રયોગ 1 થી 2 થી અઠવાડિયા સુધી સતત કરવાથી તમારા ચહેરા ઉપરના બધા જ ખીલ સાવ જડમૂળમાંથી મટી જશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.