ચહેરાને સુંદર બનાવવો છે?, ચહેરાને મુલાયમ બનાવવો છે?, ચહેરાને લાંબા સમય સુઘી જવાન રાખવો છે? તો રસોડામાં રહેલ આ એક વસ્તુની એક ચમચી લઈને ચહેરા પર તેનો ઉપાય કરવાથી ત્વચા સુંદર, મુલાયમ અને જવાન બનાવી રાખવામાં મદદ કરશે.
આજકાલના સમયમાં વાતવરણમાં ખુબ જ વધુ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે, આ ઉપરાંત ધૂળ અને માટીના રજકણો પણ ચહેરા પર ચોંટી જતા હોય છે જેના કારણે ચહેરો બેજાન બની જતો હોય છે. જેથી ચહેરા પર ચમક પણ જતી રહે છે અને ચહેરો ડ્રાય થવા લાગે છે.
કહેરાને સુંદર બનાવવા માટે ઘણા બઘા પ્રયત્નો કરવા માવતા હોય છે. ખાસ કરીને મહિલાઓ ઘણી બઘી બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતી હોય છે, તેમાં ફેસવોશ,ક્રીમ, સાબુ સૌથી વધુ ઉપયોગ કરી હોય છે, આ સિવાય મહિલાઓ બ્યુટી પાર્લરમાં જઈએ ફેસ મસાજ, ફેસ સ્ક્રબ, ફેસ માસ્ક કરાવતા હોય છે.
આ બધૂ કરવામાં ઘણા બધા પૈસા નો ખર્ચ કરવો પડતો હોય છે, ઘણા લોકોએ ચહેરા પર ખીલ થવાથી ઘણી ક્રીમ લગાવતા હોય છે અને ડોક્ટર પાસેથી દવાઓ પણ લાવતા હોય છે, જે દવા ચાલુ હોય તે દરમિયાન ખીલ ઓછા થવા લાગે છે પરંતુ દવા બંઘ કર્યા પછી ફરીથી ખીલ થવાનુ શરુ થઈ જરુ હોય છે, તેમાં પણ ઘણા બધા પૈસા ખર્ચ કરવો પડે છે.
આ માટે આજે અમે તમને એક એવી વસ્તુ વિષે જણાવીશું જેમાં તમારે એક પણ રૂપિયાનો ખર્ચ એક્સ્ટ્રા નહીં કરવો પડે. આ વસ્તુનું નામ દૂઘ છે જે દરેક વ્યકતિના ધરે મળી જ રહે છે. આ માટે એક ચમચી તાજા દૂધનો ઉપયોગ ચહેરાને સુંદર, મુલાય, અને લાંબા સમય સુધી જવાન બનાવી રાખે છે. એક ચમચી દૂઘ દરેક મહિલાઓનું સુંદર દેખાવાનું સપનું પૂરું કરી દેશે.
ચહેરાને ક્લીનઝીંગ કરવું: મૃત ત્વચા માટે દૂધ ખુબ જ ઉપયોગી છે. ચહેરા પર ચોટેલ, ગંદકીને દૂર કરવા માટે એક બાઉલમાં એક ચમચી દૂઘ લેવાનું છે. ત્યાર પછી આ દૂધને આગળીની મદદથી ચહેરા પર 2મિનિટ માલિશ કરવાની છે. ત્યાર પછી 15-20 થાય ત્યારે ચહેરાને સાદા પાણી વડે ઘોઈને ચોખા રૂમાલથી ચહેરાને સાફ કરી લેવાનો છે.
આ રીતે દરરોજ બહારથી આવો તે પછી રટરીના ભોજન પછી આ એક ઉપાય કરી લેવાનો છે. રાત્રીના સમયે આ ઉપાય કરવાથી સુકાવવા માટે પૂરતો સમય મળી રહેશે. દૂઘને આ રીતે ચહેરા પર લાગવાથી ત્વચા સુંદર અને મુલાય બની જશે. જેલાંબા સમય સુધી જવાન બનાવી રાખવામાં મદદ કરશે.
લેક્ટિક એસિડ નામનું તત્વ મળી આવે છે જે ત્વચાને ભીની રાખે છે જેથી ત્વચા ડ્રાય થતી નથી, માટે દૂધની આ રીતે માલિશ કરીને ચેહેરા પરના ખીલને દૂર કરે છે. જેથી ચહેરો ખીલ વગરનો થઈને ચહેરો સુંદર અને ખુબસુરત દેખાવા લાગે છે.
દૂઘમાં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે. જે ત્વચાને પૂરતું પોષણ આપે છે અને ત્વચાને સ્વસ્થ અને સુરક્ષિત રાખે છે. દૂધનો ઉપયોગ કરવાથી છિદ્રો ખુલી જાય છે, જેથી ચહેરાના સુક્ષમ કણો દૂર થાય છે. માટે રોજે એક ચમચી દૂધનો આ પ્રયોગ કરવાથી ચહેરાને સુંદર, મુલાયમ અને ચમકદાર બનાવી જવાન બનાવી રાખશે.