મિત્રો પ્રાચીન સમયમાં મહિલાઓનો દેખાવ ખુબ જ સુંદર હતો. તે સમયમાં મહિલાઓ તેમના ચહેરાની પોતાની સુંદરતા વધારવા માટે કેટલીક કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી રહી હતી. મિત્રો આજના સમયમાં પણ ઘણી મહિલાઓ છે જે કુદરતી વસ્તુનો ઉપયોગ કરી ચહેરાની સંભાળ લે છે.
પરંતુ આજના સમયનું પ્રદુષિત વાતાવરણ અને કામના વ્યસ્તને કારણે ત્વચાનું પૂરતું ઘ્યાન આપી શકતા નથી, આ ઉપરાંત વ્યક્તિ બજારમાં મળતા કેમિકલ પદર્થોનો ઉપયોગ કરવાનું સૌથી વધુ કરવા લાગ્યા છે જેના કારણે ચહેરો લાંબા સમય સુઘી ગ્લો રહેતો નથી અને ત્વચાની સમસ્યાઓ થવા લાગે છે.
પરંતુ જો વ્યક્તિ કુદરતી વસ્તુનો ઉપયોગ કરવાનું ચાલુ કરે તો તે વ્યક્તિ પોતાની સ્કિન ને હેલ્ધી અને ચમકદાર બનાવી શકે છે. પ્રાચીનકાળ માં ઉપયોગ કરવામાં આવતી વસ્તુઓ વિષે જણાવીશું જે ચહેરાને કુદરતી ચમક અને જુવાન બનાવી રાખવામાં મદદ કરશે.
ગ્લોઈંગ ફેસ માટે મધ : મધમાં એન્ટિમાઇક્રોબાયલ અને મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે જે ત્વચાને નરમ અને સ્વચ્છ બનાવે છે. તે એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે જે ત્વચાને નરમ અને સ્વસ્થ બનાવે છે અને ડાઘ ઘટાડવાની સાથે ત્વચામાં ચમક લાવે છે.
સામગ્રી : મધ. પ્રક્રિયા : આ માટે સ્વચ્છ અને ભેજવાળી ત્વચા પર મધનો ઉપયોગ કરો. થોડી મિનિટો માટે તેને મસાજ કરો, પછી તેને બીજી પાંચ મિનિટ માટે છોડી દો. હવે ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. દર બીજા દિવસે તેનો ઉપયોગ કરો. ત્વચામાં કુદરતી ગ્લોવ આવશે.
ચહેરા પર ગ્લો લાવવા માટે કાકડીનો ઉપયોગ: કાકડી ત્વચા માટે ઠંડક આપે છે. તે નિસ્તેજ ત્વચામાં નવું જીવન લાવે છે. તે ત્વચાના રંગને નિખારે છે અને ત્વચાને ચમક પણ આપે છે. સામગ્રી : 1 નાની કાકડી, 2 થી 3 ચમચી દહીં.
પ્રક્રિયા : સૌથી પહેલા કાકડીને છીણી લો અને પછી તેમાં દહીં ઉમેરો. તેને મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાવો. જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી તેને 5 મિનિટ માટે રહેવા દો. પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. દર ત્રણથી ચાર દિવસે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.