દરેક મહિલાનું સપનું હોય છે કે તે સુંદર દેખાય પરંતુ આજકાલ વધારે પ્રદુષણ ના કારણે માટી અને ધૂળના કણો તમારી ત્વચામાં ચોંટી જાય છે. જેથી ત્વચા નિર્જીવ બને છે. ત્વચાને ચમકદાર અને મુલાયમ બંનાવવા માટે ધણી બધી મહિલાઓ બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ કરે છે.
મહિલાઓ ફેસ સ્ક્રબ, ફેસ મસાજ, ફેસ માસ્ક જેવી અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. મહિલાઓ ચહેરાની ચમક લાવવા માટે અનેક પ્રયત્નો કરે છે અને તેના પાછળ પૈસા પણ વધારે ખર્ચાય છે. પરંતુ જેવી ચમક જોઈએ તેવી ચમક નથી મળતી.
દરેક મહિલાએ ચહેરાને સુંદર દેખાવાનું સપનું પૂરું કરવું હોય તો તમે આ ઉપાય કરી શકો છો, જે ખુબ જ સરળ છે અને તમારે એક પણ રૂપિયા નો ખર્ચ કર્યા વગર તમે ચહેરાને ગ્લો અને મુલાયમ બનાવી શકો છો.
ચહેરાને ગ્લો કરવા માટે તમારે માત્ર 1 ચમચી દૂધ લેવાનું છે. જે દરેકના ધરે ખુબ જ આસાનીથી મળી રહેશે. માત્ર 1 ચમચી દૂધથી જ તમે તમારા ચહેરાની ચમક લાવી શકો છો. દૂધ તમારી ચહેરાની સંભાળમાં રક્ષણ કરે છે. તો ચાલો જાણીએ કે ત્વચાને ચમકદાર અને મુલાયમ રાખવા માટે તમારે દૂધનો ઉપયોગ કેવી રીતે કરવો.
દૂધ ક્લીન્ઝરનું કામ કરે : ત્વચા પર ચોંટી ગયેલા માટી અને ધૂળના કણો મૃત ત્વચા પર જમા થાય છે. જેના લીધે ચહેરો નિખારતો નથી. તેના માટે તમારે દૂધ નો ઉપયોગ કરી શકાય. તમે માત્ર 1 ચમચી દૂધ લો અને તેને ચહેરા પર લગાવીને તેની 5-10 મિનિટ મસાજ કરો. ત્યારબાદ ચહેરાને ધોઈ લો. આ રીતે તમે કરશો તો ચહેરો ચમકદાર અને સુંદર બનશે.
દૂધ મોઇશ્ચરાઇઝર કરે :
નિર્જીવ અને શુષ્મ ત્વચા માટે દૂધ બેસ્ટ છે. દૂધમાં રહેલ લેક્ટિક એસિડ ત્વચાને ભેજ વાળી બનાવી રાખવાનું કામ કરે છે. માટે દરરોજ ત્વચા પર એક ચમચી દૂધની માલિશ કરો. જેથી ચહેરા પરની ફોલ્લીઓ પણ દૂર થશે અને ચહેરો નિખારવા લાગશે.
દૂધ ત્વચાને સ્વસ્થ બનાવે : દૂધમાં સારા પ્રમાણમાં પોષક તત્વો આવેલા છે. માટે ત્વચાને સ્વસ્થ રાખવા દૂધનો ઉપયોગ કરી શકો છો. જે તમારી ત્વચાને સાફ કરે છે. તે ચામડીના છિદ્રો ખોલીને,ત્વચા ને શ્વાસ લેવામાં સરળ બનાવી દે છે. દૂધનો ઉપયોગ કરવાથી ચેહેરા પરના ખીલ પણ દૂર થઇ જાય છે.
દૂધ ત્વચાની શુષ્કતા બનાવે : તમે દરરોજ ચહેરા પર દૂધ લગાવો તો ત્વચાની શુષ્કતા દૂર થઇ જાય છે. તેના માટે તમારે ચહેરા પર ઠંડુ દૂધ લગાવિને માલિશ કરવી અને 10-15 મિનિટ સુધી રહેવા દો. ત્યારપછી ચહેરાને ધોઈ લો. આમ કરવાથી તમારી ત્વચા મુલાયમ અને સુંદર થઇ જશે.