આજના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ સુંદર ચહેરો બની રહે તેવું ઈચ્છે છે. પરંતુ વાતાવરણમાં થતા બદલાવ, વધુ પડતું પ્રદુષણ, ધૂળ માટી ના રજકણો, સૂર્ય પ્રકાશ ના કિરણો વગેરે સ્કિનને અસર કરે છે. જેના કારણે સ્કિન ડ્રાય અને કાળાશ પડતી રહેતી હોય છે.
જેના કારણે વ્યક્તિ બજારમાં મળતી અનેક પ્રકારની ક્રીમ, ફેશવોશ, સ્ક્રબ વગેરે નો ઉપયોગ કરતા હોય છે. જેને લગાવાથી સ્કિન પર થોડા સમય માટે ચમક આવે છે, પરંતુ બજારુ પ્રોડક્ટમાં કેમિકલ અને રસાયણો પણ હોય છે જેનો ઉપયોગ સ્કિન પર વધુ કરવાથી સ્કિન ને નુકસાન પણ થઈ શકે છે.
જેના પરિણામે સ્કિન પર ખીલ, ફોલ્લીઓ, ડાઘ, કરચલીઓ વગેરે જોવા મળતી હોય છે. લાંબા સમય સુધી સ્કિન સુંદર અને ચમકતી રહે તે દરેક વ્યક્તિનું સપનું હોય છે. આ માટે આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી સ્કિનને લગતી સમસ્યા દૂર થાય છે અને ચહેરા પર નેચરલી નિખાર લાવે છે.
હવે દિવાળી તહેવારની શરૂઆત ધૂમ ધામ થી થઈ રહી છે, તેવામાં લોકો ચહેરાને સુંદર બનાવવા માટે ઘણા પૈસાનો ખર્ચ બ્યુટી પાર્લરમાં ખર્ચ કરી દેતા હોય છે. પરંતુ તમે ઘરે જ આ ત્રણ સ્ટેપ માં ઉપાય કરશો તો દિવાળી તહેવારમાં તમારો ચહેરો સુંદર અને ચમકદાર બની જશે.
ક્લીનઝીંગ : સૌથી પહેલા ચહેરાને ક્લીન કરવો પડશે. આ માટે એક કાચનો બાઉલ લઈ લો અને તેમાં એક ચમચી દહીં લો, ત્યાર પછી આ દહીંને ચહેરા પર લગાવી દો અને 5 મિનિટ પછી ચહેરાને પાણી વડે ધોઈ કોટર્ન ના કપડાં પડે સાફ કરી લો, આ રીતે દહીંનો ઉપયોગ કરવાથી સ્કિન પર ચોટેલ ધૂળ, માટી, ધુમાડાના રજકણો દૂર થઈ જશે અને ચહેરો એકદમ સાફ થઈ જશે.
સ્ક્રબ : સ્ક્રબ કરવા માટે એક બાઉલમાં અડઘી ચમચી બૂરું ખાંડ લો, ત્યારબાદ તેમાં અડઘી ચમચી દહીં મિક્સ કરીને સારી રીતે હલાવીને સાફ કરો. હવે આ પેસ્ટને સ્કિન પર લગાવીને હળવા હાથે માલિશ કરો, અને 5 મિનિટ પછી ચહેરાને માટલીના સાદા પાણી વડે સાફ કરી લો. આ રીતે સ્ક્રબ કરવાથી સ્કિન પર નિખાર આવવા લાગશે.
ફેસપેક : આ માટે સૌથી પહેલા એક બાઉલમાં એક ચમચી દહીં લેવાનું છે, તેમાં અડઘી ચમચી હળદર અને એક ચમચી મેથી પાવડર નાખો, ત્યારબાદ તેમાં 4-5 ટીપા ગુલાબજળ નાખી સારી રીતે હલાવી પેસ્ટ તૈયાર કરી લો.
હવે આ પેસ્ટ ને ચહેરા પર લગાવી 2-3 મિનિટ ચહેરા પર લગાવીને હળવા હાથે માલિશ કરવાની છે. ત્યારબાદ 15 મિનિટ પછી ચહેરાને સારી રીતે ઘોઈ લેવાનો છે, આ રીતે દહીંનો આ ફેસપેક ચહેરા પર લગાવાથી ચહેરા પર ના ડાઘ, ખીલ પણ દૂર કરે છે. જેથી ચહેરો સુંદર આજે ચમકદાર બને છે.
જો તમે પણ દિવાળી તહેવારમાં ચહેરાને સુંદર બનાવવા માંગતા હોય તો ઘરે જ આ રીતે ત્રણ સ્ટેપમાં આ ઉપાય કરી લો ચહેરો નેચરલી રીતે સુંદર અને ચમકદાર બની જશે.