જયારે પણ કામ વધુ હોય ત્યારે થાક લાગે છે. જયારે પણ લાંબી મુસાફરી કરીને આવ્યા હોય ત્યારે થાક લાગે છે. થાક લાગે એટલે શરીરને આરામ આપવો પડે છે પરંતુ ઘણા લોકોને થાક ઉતારવા માટે લાંબા સમય સુધી આરામ કરવો પડે છે. ઘણા લોકોના પગ થાકને કારણે ભારે ભારે લાગે છે.

આજે તમે એક એવું વસ્તુ વિષે જણાવીશું જે વસ્તુ એનેર્જીનો ભરપુર ખજાનો છે. જયારે પણ થાક લાગે ત્યારે આ વસ્તુ ખાઈ લેવાથી થાક દૂર થઇ જાય છે અને શરીરમાં રહેલી અશક્તિ પણ દૂર થાય છે. તો આ વસ્તુ એટલે કે દેશી ગોળ. દેશી ગોળ શરીરમાં રહેલી અશક્તિ ને દૂર કરવાનું કામ કરે છે.

જયારે પણ પરિશ્રમ કરીને આવો ત્યારે દેશી ગોળનો નાનકડો ટુકડો ખાઈ લેવાથી થાક તરત જ દૂર થાય છે અને શરીરને નવી એનેર્જી પુરી પાડે છે. જયારે પણ થાક લાગે ત્યારે ગોળનો ટુકડો ખાઈને ઉપર તમે હુંફાળું પાણી પીવાથી માત્ર બે જ મીનીટમાં તમારો બધો જ થાક દૂર થાય છે.

આ સાથે જો તમે દરરોજ નાના ગોળના ટુકડાને ગરમ પાણી સાથે અથવા હુંફાળા પાણી સાથે સેવન કરો છો તો તમને ખુબજ ફાયદો થાય છે. આ સિવાય ગોળમાં આયર્ન પુષ્કળ માત્રામાં હોય છે એટલા માટે જે લોકોને હિમોગ્લોબીન ગ્લોબીનની ઉણપ હોય તો તે હિમોગ્લોબીનની ઉણપ પણ પૂરી થાય છે.

તમને જણાવીએ કે ગોળમાં કોઈ રાસાયણીક તત્વો હોતા નથી એટલા માટે જ ગોળ શક્તિનો ખજાનો છે. જે લોકોને પેટમાં ગેસ, એસીડીટી અને કબજીયાત જેવી સમસ્યા રહે છે તેવા લોકો માટે ગોળ ખુબ જ સારી દવાના રૂપમાં કામ કરે છે.

જો તમને એસીડીટી કે ગેસની સમસ્યા રહેતી હોય તો જયારે પણ જમીને ઉભા થાઓ છો ત્યારે નાનકડો ટુકડો ગોળનો ખાઈ લો એટલે તમે ખાધેલો ખોરાક ખુબ ઝડપથી પાચન થઇ જાય છે. જેના લીધે ગેસ કે એસીડીટી થશે નહીં.

જે લોકોને કબજીયાત રહેતી હોય, વારંવાર ટોઇલેટ જવા છતાં પણ પેટ સાફ થતું ન હોય તેવા લોકોએ રાત્રે સૂતી વખતે ગોળનો ટુકડો ખાઈ અને તેની ઉપર એક ગ્લાસ ગરમ પાણી પીને સુઈ જવું એટલે સવારે કબજીયાત દૂર થઇ જશે અને પેટ પણ સાફ થઇ જશે.

આ સિવાય જે કોઈને કફ રહેતો હોય, ઘણી દવા કરવા છતાં કફ દૂર ન થતો હોય, ઉધરસ મટતી ન હોય કે શરદી મટતી ન હોય તો એના માટે રાત્રે સૂતી વખતે ગોળનો ટુકડો અને એક ચમચી અજમો બંનેને એકસાથે ચાવીને ખાઈ જવું અને ઉપર એક ગ્લાસ ગરમ પાણી પી જવું એટલે માત્ર બે થી ત્રણ દિવસ આ ઉપાય કરવાથી તમારી તકલીફ દૂર થઇ જશે.

ગોળ બુદ્ધિવર્ધક અને શક્તિવર્ધક પણ છે. ઘણી મીઠાઈ અથવા શિયાળાની ઠંડીમાં ખવાતા પાક પચવામાં ભારે હોય છે પરંતુ જો એ મીઠાઈ કે પાક ગોળ નાખીને બનાવવામાં આવે તો સહેલાઈથી પચી શકે છે, કારણ કે ગોળ પાચન માટે ઉત્તમ છે.

જો 1 વાટકી તાજા દહીંમાં 100 ગ્રામ ગોળ અને 3 ગ્રામ કાળા મરીને મિલાવીને સતત બે થી ત્રણ દિવસ સુધી સવારે સેવન કરવામાં આવે તો જૂની શરદી, તાવ, મોઢા માંથી આવતી દુર્ગંધ અને સુખી ઉધરસ મટી જાય છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *