આજના સમયમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે પરંતુ વ્યકતિના વાળ સફેદ સુંદરતા ખુબ જ ઓછી કરી શકે છે. આ માટે આજે અમે તમને વાળને નેચરલી રીતે કાળા બનાવી દે તેવું તેલ બનાવતા શીખવાડીશું જેનો ઉપયોગ કરવાથી ગમે તેવા સફેદ થઈ ગયેલ વાળ કાળા થઈ જશે.

વાળને પૂરતું પોષક ના મળવાના કારણે વાળને લગતી અનેક સમસ્યાઓ થવાનું ચાલુ થઈ જતું છે, આજની આપણી અનિયમિત ખાવાની ટેવ આપણા શરીરમાં ઘણા બધા પોષક તત્વોની ખામી જોવા મળતી હોય છે.

માથામાં એક વાળ સફેદ આવવાનું શરુ થઈ જાય છે ત્યાર પછી બીજા બધા વાળ સફેદ સફેદ થતા વાળ લગતી નથી. માટે વાળની સારસંભાળ રાખવી પડશે. વાળને લાંબા, સિલ્કી અને ડેન્ડ્રફથી છુટકાળો મેળવવા માટે અનેક પ્રકારના શેમ્પુ નો ઉપયોગ કરતા હોઈએ છીએ.

વધારે પડતા પ્રદુષણ અને ધુળમાટીના રાજકણોના કારણે વાળને ઘણું નુકસાન થઈ શકે છે. પરિણામે વાળ ડ્રાય થઈ જાય છે. પરિણામે વાળ ખરવા લાગે છે અને વાળમાં ડેન્ડ્રફ અને વાળ સૂકા પડી જવાના કારણે વાળ સફેદ થવા લાગે છે. વાળ સફેદ થવા એ પણ કુદરતી ક્રિયા છે પરંતુ વાળ કુદરતી રીતે ત્યારે જ સફેદ થાય છે જયારે વાળને પૂરતું પોષણ ના મળતું હોય.

દરેક મહિલાઓ અને પુરુષો વાળને કાળા બનાવવા માટે ડાઇ અને કલર વાળી મહેંદીનો ઉપયોગ સૌથી વધુ કરતા હોઈએ છીએ. પરંતુ ડાઈ અને કલર વાળી મહેંદીમાં કેમિલક મળી આવે છે જે વાળને ખુબ જ નુકસાન પહોંચાડી શકે છે.

આ માટે વાળને નેચરલી રીતે કાળા બનાવી રાખવા માટે ડાઈ કે મહેંદી નો ઉપયોગ સીધો વાળ માં કરવા કરતા તેનું તેલ બનાવીને ઉપયોગ કરવામાં આવે તો નેચરલી રીતે વાળને કાળા બનાવી શકાય છે.

નાની ઉંમરે જ વાળ સફેદ થઈ ગયા છે અને વાળને કાળા બનાવવા છે તો આ તેલનો ઉપયોગ કરવાથી સંપૂર્ણ પણે વાળ કાળા બની જશે. આ ઉપાય ખુબ જ સરળ અને આસાન છે. તો ચાલો જાણીએ વાળને કાળા બનાવવા માટે તેલ કઈ રીતે બનાવવું જોઈએ.

તેલ બનાવવાની સામગ્રી: 100 ગ્રામ સરસવનું તેલ, અડધી ચમચી મેથીનો પાવડર, એક ચમચી શિકાકાઈ પાવડર, એક ચમચી આમળાનો પાવડર, બે ચમચી નેચરલી મહેંદી(કેમિકલ વગરની).
તેલ બનાવવાની રીત: સૌથી પહેલા એક લોંખડ ની કરાઈ લઈને ધીમા ગેસ પર ચાલુ કરી દો, હવે 100 ગ્રામ સરસવનું તેલ નાખો, એક મિનિટ થાય ત્યારે પછી તેમાં એક ચમચી મેથીનો પાવડર ઉમેરો, એક ચમચી આમળાનો પાવડર, એક ચમચી શિકાકાઈ પાવડર અને બે ચમચી નેચરલી મહેંદી નાખો.

હવે ધીમા તાપે જ રહેવા દઈને હલાવતા રહો, પાંચ મિનિટ સુધી હલાવતા રહો, ત્યાર પછી તેલ બ્લેક થઈ જશે, હવે ગેસને બંધ કરી લો, ત્યાર પછી તેલને એજ કરાઈમાં એક દિવસ સુધી રહેવા દેવાનું છે. કારણકે આ રીતે એક દિવસ રહેવા દેવાથી કરાઈમાં રહેલ આયર્ન તેલમાં ભરી જશે.

ત્યાર પછી બીજા દિવસે તે તેલ ઘાટું અને એક દમ કાળું થઈ ગયું હશે. હવે એક બાઉલ લઇ લો હવે તે તેલને એક ગળણીની મદદથી ગાળી લો, હવે તેને એક કાચની બોટલમાં ભરી લો, હવે આ તેલને વાળના મૂળમાં અને વાળમાં લગાવી ને પાંચ મિનિટ સુધી માલિશ કરો.

આ તેલનો ઉપયોગ કરતા પહેલા બોટલને હલાવીને પછી જ ઉપયોગ કરવો. આ તેલનો ઉપયોગ તમે નિયમિત પણે કરશો તો નાની ઉંમરે થતા સફેદ વાળ પણ કાળા થઈ જશે. રોજે આ તેલ વાળમાં લગાવાથી વૃદ્ધા આવે તો પણ વાળ ક્યારેય સફેદ થશે નહીં. માટે સફેદ વાળને કાળા બનાવવા માટે આ તેલ ખુબ જ ફાયદાકારક સાબિત થશે જેથી તમે કલર વાળી મહેંદી અને ડાઈ નો ઉપયોગ કરવાનું પણ ભૂલી જશો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *