સુંદર વાળ હોવાના કારણે ચહેરો પણ સુંદર લાગે છે. પરંતુ આજના પ્રદુષિત વાતાવરણ, પાણીમાં થતા બદલાવ, પોષક તત્વોના અભાવ, અનેક પ્રકારના શેમ્પુ અને તેલ બદલવા, જેલનો ઉપયોગ વાળના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
જેના પરિણામે વાળ ખરવા, વાળ નાની ઉંમરે સફેદ થવા, વાળમાં ડેન્ડ્રફ જેવી અનેક સમસ્યાઓ વાળને લગતી થતી હોય છે. જેના કારણે સુંદર દેખાતો ચહેરો પણ એકદમ ફીકો પડી જતો હોય છે. આજના સમયમાં વાળની સમસ્યા નાની ઉંમરે સૌથી વધુ જોવા મળી રહે છે.
આ માટે વાળની યોગ્ય કાળજી લેવી જોઈએ. જેથી વાળની અનેકસ સમસ્યા દૂર કરી શકાય. આ માટે વાળમાં નેચરલી તેલની માલિશ કરવી પડશે જેથી નાની ઉંમરે થતી વાળની સમસ્યા દૂર થઈ જશે. આ માટે આપણે ડુંગળીના તેલનો ઉપયોગ કરવો પડશે.
ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ગુણકારી છે. જેમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે જે આરોગ્ય અને વાળના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. ડુંગળીનું નેચરલી તેલનો ઉપયોગ કરવા માટે આપણે ઘરે જ ડુંગળીનું તેલ બનાવવું પડશે. તો ચાલો જાણીએ ડુંગળીનું તેલ બનાવવાની રીત અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિષે જણાવીશું.
ડુંગળીનું તેલ બનાવવાની રીત: સૌથી પહેલા બે ડુંગળી લઈને સમારી લો, ત્યાર પછી તેને મિક્સર નાખીને પેસ્ટ તૈયાર કરો, હવે એક લોખંડની કળાઈ લઈ તેમાં 200 ગ્રામ નારિયેળનું તેલ ઉમેરી ઘીમા ગેસ પર ગરમ થવા દો, તેલ થોડું ગરમ થઈ જાય ત્યારે તેમાં ડુંગળીની બનાવેલ પેસ્ટ મિક્સ કરી હલાવો, એક મિનિટ પછી તેમાં એક ચમચી મેથીદાણાનો પાવડર ઉમેરો,
ત્યાર પછી તેમાં કડવા લીમડાના 10-15 પાન મિક્સ કરી લો, હવે તેલ તૈયાર ના થઈ જાય ત્યાં સુઘી હલાવતા જાઓ, જયારે ડુંગળીનો કલર એકદમ ડાર્ક બ્રાઉન થઈ જશે અને તેલનો કલર પણ બદલાઈ જશે ત્યાર પછી જ ગેસને બંઘ કરવો. તેલ ઠંડુ થઈ જાય ત્યાર પછી તેલને એક કોટનમાં કપડામાં નાખીને નીચોવીને તેલ એક બાઉલમાં કાઠી લો.
હવે આ તેલનો ઉપયોગ આપણે વાળમાં કરવાનો છે, વાળ ખરવાની સમસ્યા હોય તો દિવસમાં બે વખત વાળમાં આ તેલની માલિશ કરવાની છે, જેથી થોડા જ સમયમાં ખરતા વાળને અટકાવી વાળને એકદમ મજબૂત બનાવશે.
વાળમાં ખોડોની સમસ્યા હોય તેમાં ડુંગળી ખુબ જ ફાયદાકારક છે, માટે ડુંગળીના આ તેલનો ઉપયોગ કરી વાળમાં રહેલ ખોડોને દૂર કરી શકાય છે. ઘણા લોકો ના વાળ નાની ઉંમરે જ સફેદ થવા લગતા હોય છે તેમને પણ આ ધરે બનાવેલ તેલનો ઉપયોગ રેગ્યુલર કરવો જોઈએ જેથી વાળ સફેદ થતા અટકી જશે.
ડુંગળીનું આ તેલ વાળને પૂરતું પોષણ પણ મળી રહેશે, બજારમાં ડુંગળીનું તેલ ખુબ જ આસાનીથી મળી આવે છે પરંતુ ઘરે જ બનાવેલ તેલનો ઉપયોગ કરવાથી તેનું ખુબ જ સારું અને ઝડપી રિજલ્ટ મળે છે.
વાળના સ્વાસ્થ્ય ની કાળજી રાખવા માટે રોજે તેલની માલિશ વાળમાં કરવી જોઈએ, વાળ સૂકા પડી જવાથી વાળ તૂટવા અને ખરવાની સમસ્યા થઈ શકે છે, માટે વાળને ભેજ વાળા બનાવી રાખવા રોજે તેલની માલિશ જરૂર કરવી જોઈએ.