આજના સમયમાં મોટા ભાગે દરેક લોકો વાળને લગતી સમસ્યા જોવા મળી રહી છે. જેમાં વાળ ખરવા, વાળમાં ખોડો થવા જેવી સમસ્યા થતી હોય છે. અત્યારે હાલમાં નાની ઉંમરે મોટા ભાગે દરેક વ્યક્તિ વાળ સફેદ થવા, વાળમાં ટાલ પડવી, વાળ બે મુખી થવા જેવી સમસ્યાઓથી પીડાતા હોય છે.
આ બધી સમસ્યાઓ આજના આધુનિક યુગમાં વધારે પડતા ફેલાયેલ પ્રદુષણ, વધારે પડતા તણાવ, અનિયમિત ખોરાક લેવો, વાતાવરણમાં થતા બદલાવ અને હોર્મોન્સમાં થતા ફેરફાર ના કારણે વાળને લગતી સમસ્યાઓ વધુ જોવા મળી રહી છે.
આ બધી સમસ્યાના કારણે વાળ બેજાન થઈ જતા હોય છે. જેથી વાળ વધુ ખરે અને સફેદ થવા લગતા હોય છે. જો તમે પણ વાળને લગતી સમસ્યા માંથી છૂટકાળો મેળવવા માંગતા હોય તો આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી વાળને લગતી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે.
આ માટે રોજે 5 મિનિટ માટે બંને હાથના નસો એક બીજા સાથે ઘસવાના છે, આ રીતે નખ ધસવાથી ટાલમાં પણ વાળ આવી શકે છે, આ ઉપરાંત વાળને ખરતા અટકાવી વાળને કાળા, મજબૂત અને હેલ્ધી બનાવે છે, માટે વાળને લગતી સમસ્યા હોય રોજે ફ્રી ટાઈમ માં આ ઉપાય જરૂર કરવો.
ફાસ્ટ ફૂડ અને જંકફૂડ વધુ ખાવાથી વાળનું સ્વાસ્થ્ય પણ બગડે છે. નાની ઉંમરના યુવાનો જંકફૂડ અને ફાસ્ટફૂડ ખાવાના શોખીન છે અને એમને ખાધા વગર ચાલતું નથી પરંતુ નાની ઉંમરે વાળ ખરવા, સફેદ થવા, તાલ પડવી જેવી સમસ્યા થતી હોય તો આવા ખોરાક ખાવાના બંધ કરવા જોઈએ.
જો તમને પણ આવી સમસ્યા હોય તો નિયમિત પાને આમળા અને સંતરાનો ઉપયોગ કરવો જોઈએ. તેનું સેવન કરવાથી વાળ સ્વસ્થ અને હેલ્ધી રહે છે, વાળને ખરતા અટકાવવા, વાળને સફેદ થતા અટકાવવા રોજે એક આમળું અને એક મોસંબી ખાઈ જવી જોઈએ.
બદામ અને અખરોટ વાળને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે, આ માટે રોજે રાતે સુવાના પહેલા 5-6 બદામ, એક અખરોટ અને 5-6 કાળી દ્રાક્ષ પલાળીને આખી રાત રહેવા દેવાની છે અને સવારે ઉઠીને તેને ખાલી પેટ ચાવી ચાવીને ખાઈ લેવાની છે તેમાં મળી આવતું પ્રોટીન અને આયર્ન વાળના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જેથી વાળ ખરતા અટકી જશે અને નાની ઉંમરે વાળ સફેદ થતા સફેદ વાળને અટકાવી વાળને કાળા બનાવવામાં મદદ કરે છે.
વાળને લાગી સમસ્યામાં લીલા શાકભાજી ખાવા જોઈએ આ માટે દૂધી, પાલક, બ્રોકોલી, પરવળ,સરગવો વગેરેનો સમાવેશ કરવો જોઈએ, જેથી વાળને જરૂરી પોષક મળી રહે અને વાળને લગતી અનેક પ્રકારની સમસ્યાને દૂર કરશે અને વાળને હેલ્ધી અને મજબૂત બનાવશે.
રોજે એક ચમચી ગીર ગાયનું ઘી ખાવું જોઈએ આ ઘી વાળના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત શરીરમાં થતા અનેક પ્રકારના રોગો માંથી મુક્તિ આપવામાં મદદ કરશે અને શરીરને સ્વસ્થ, હેલ્ધી અને નિરોગી રાખવામાં મદદ કરશે. માટે વાળને લગતી સમસ્યા હોય તો રોજે એક ચમચી ઘી ખાઈ શકાય છે.
રોજે રાતે સુતા પહેલા વાળમાં તેલ લગાવવું અને 5 મિનિટ સુધી હળવી માલિશ કરવી જોઈએ જે વાળને મજબૂત બનાવવાની સાથે સારી ઊંઘ લાવવામાં પણ મદદ કરશે. વાળમાં તેલની માલિશ કરવા માટે કાળા તલનું તેલ સૌથી ઉત્તમ માનવામાં આવે છે જે વાળને મજબૂત, વાળને કાળા બનાવવા આ તેલ ખુબ જ ઉપયોગી સાબિત થશે.
વાળને લગતી કોઈ પણ સમસ્યા હોય તો ઉપર જણાવેલ ઉપાય કરવાથી વાળને મજબૂત અને હેલ્ધી બની જશે. જે નાની ઉંમરે થતી વાળને લગતી અનેક પ્રકારની સમસ્યા માંથી છુટકાળો અપાવશે.