આજના સમયમાં વસ્તી વધવાની સાથે લોકોની જીવન જરૂરિયાત વસ્તુની માંગ પણ વધુ જોવા મળે છે જેથી વસ્તી વધવાની સાથે વૃક્ષો પણ ઝડપથી કપાઈ રહ્યા છે જેના કારણે પ્રદુષણમાં પણ ખુબજ વધારો થઇ રહ્યો છે. વાતાવરણમાં પ્રદુષણ વધવાથી તેની સીધી અસર આપણા પર પડે છે. આજ કારણે આજના સમયમાં પ્રદૂષણને કારણે વાળની સમસ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

આપણી આંખની જેમ આપણા વાળ પણ આપણા માટે શરીરનું સૌથી વધુ અગત્યનું અંગ ગણી શકાય છે. જો તમારા માથામાં વાળ હશે તો તમે વધુ સુંદર દેખાઈ શકો છો. વૅલ બધા લોકોને પસંદ હોય છે પરંતુ મહિલાઓને વાળ પ્રતે ખુબજ પ્રેમ હોય છે.

પુરુષો કરતા મહિલાઓ દિવસમાં અવાર નવાર પોતાના વાળની કાળજી રાખતી હોય છે. પરંતુ નાની ઉંમરે વાળ ખરવા, સફેદ થવા અને નબળા પડવા એ માણસને ખુબજ તકલીફમાં મૂકી દે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, વાળની ​​સમસ્યા માટે પર્યાવરણ જ એકમાત્ર પરિબળ નથી પરંતુ આજની આપણી ખોટી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતો પણ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણા વાળની સમસ્યા પોષક તત્વોની ઉણપને કારણે વધી જાય છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શરીરના અન્ય ભાગોની જેમ જ વાળને સ્વસ્થ રાખવા માટે તેની પૂરતી કાળજી લેવી જરૂરી છે. આપણા શરીરમાં રહેલા પોષક તત્વો આપણા વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે આથી વાળ માટે પોષકતત્ત્વોથી ભરપૂર ખોરાક લેવો ખુબજ જરૂરી છે.

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વાળના આરોગ્યને જાળવવા માટે વિટામિન-B, વિટામિન D, વિટામિન E, આયર્ન, વિટામિન C , ઓમેગા-3 ફેટી એસિડ્સ જેવા પોષક તત્વોની જરૂર છે.

આ પોષક તત્વો આપણે કેટલા ખોરાકમાંથી સરળતાથી મેળવીને શકીએ છીએ અને આપણે લાંબા સમય સુધી વાળને સ્વસ્થ અને ચમકદાર રાખી શકીએ છીએ. તો ચાલો જાણીએ વાળ માટે સૌથી જરૂરી પોષક તત્વો અને વાળ માટે સૌથી જરૂરી શું માનવામાં આવે છે.

1- પ્રોટીનની માત્રામાં વધારો : શરીરને સારી રીતે ચલાવવા, સ્નાયુઓની વૃદ્ધિ માટે અને વાળને સ્વસ્થ અને ચમકદાર રાખવા માટે પ્રોટીન ખુબજ જરૂરી છે. ઘણા સર્વે અનુસાર શરીરને જરૂરી પ્રોટીનનું સેવન કરીને હૃદય, વાળ, મગજ અને ત્વચા જેવા અંગોને સ્વસ્થ રાખી શકાય છે.

પ્રોટીનના સારા સ્ત્રોતોમાં ઈંડા, મરઘા, માછલી, ચણા, વિવિધ દાળો, ઓટ્સ અને જુદા જુદા કઠોળનો સમાવેશ થાય છે. આ વસ્તુઓનું સેવન કરીને તમે શરીરને જરૂરી પ્રોટીન પૂરું પાડી શકો છો અને વાળને સ્વસ્થ્ય, કાળા, લાંબા અને ચમકદાર રાખી શકો છો.

2- વિટામિન B: વિટામિન B વાળ ખરતા અટકાવવા, વાળને સ્વસ્થ રાખવા, ત્વચા અને નખ માટે ફાયદાકારક માનવામાં આવે છે એટલે કે વટામીન બી તંદુરસ્ત વાળના વિકાસમાં મદદ કરે છે.

વિટામિન B મેળવવા માટે માછલી, ઈંડા, બદામ અને કેટલીક શાકભાજી જેવી કે શક્કરીયા, બ્રોકોલી અને પાલક નો ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓ વિટામિન બી ના સ્ત્રોતો છે. આમ આપણે વિટામીન-બીનું સેવન કરીને વાળની ​​સમસ્યાઓથી દૂર રહી શકીએ છીએ.

3- વિટામિન-ડી: વિટામિન-ડી હાડકાંને મજબૂત રાખવાની સાથે વાળને સ્વસ્થ રાખવા માટે પણ સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. વિટામિન-ડી એ ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સમાંનું એક માનવામાં આવે છે, જે વાળના ફોલિકલ્સની રચના અને વૃદ્ધિ માટે જરૂરી છે.

આપણે બધા જાણીએ છીએ કે વિટામિન ડી સૂર્યપ્રકાશ માંથી વધુ પ્રમાણમાં મફતમાં મેળવી શકીએ છીએ. આ ઉપરાંત તમે મગફળી, મશરૂમ, કૉડ લિવર તેલ અને ઇંડામાંથી પણ સરળતાથી મેળવી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *