આજે નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના દરેક લોકોમાં વાળની સમસ્યા જોવા મળે છે. ખાસ કરીને વાળ ખરવા એ આજકાલ સામાન્ય બાબત બની ગઈ છે. ખરતા વાળથી દરેક સ્ત્રી અને પુરુષ પરેશાન છે. ઘણા લોકોમાં વાળ પુષ્કળ પ્રમાણમાં ખરતા હોય છે જેથી થોડાજ સમસ્યામાં માથામાં ટાલ દેખાવા લાગે છે.
નાની ઉંમરે વાળ ખરવાની સમસ્યાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે વાળને પૂરતા પોષક તત્વો ન મળવા, ખોરાકમાં વિટામિનનો અભાવ, વિવિધ પ્રકારના કેમિકલયુક્ત શેમ્પૂ, માથામાં સાબુનો ઉપયોગ અથવા વાળને કલર કરવા. પરંતુ કેટલીક એવી રીતો પણ છે, જેની મદદથી વાળ ખરવાનું 100 ટકા ઓછું થઈ શકે છે.
તો આ લેખમાં તમને વાળ ખરતા અટકાવવાના કેટલાક ઉપાયો વિષે જણાવીશું જે ઉપાયોની મદદથી તમે વાળ ખરતા 100% અટકાવી શકો છો. તો ચાલો જાણીએ .
જો વધુ પડતા તમારા વાળ ખરતા હોય તો રોજ વાળમાં સરસવનું તેલ લગાવો. સરસવનું તેલ વાળને ભરપૂર પોષક તત્વો આપે છે, જેનાથી વાળ ખરવાની સમસ્યા અટકે છે અને વાળ મજબૂત અને કાળા બને છે. આ સિવાય આ તેલની મદદથી વાળ જાડા અને મૂળથી મજબૂત બને છે.
વાળને કલર કરવાથી વાળનો કુદરતી રંગ ફિક્કો પડી જાય છે, જેના કારણે વાળ ધીરે ધીરે નબળા અને સફેદ થવા લાગે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે રોજ ડુંગળીનો રસ વાળમાં લગાવો. આ વાળના મૂળને મજબૂત કરવાની સાથે વાળને કાળા પણ કરશે .
આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે ખાસ કરીને વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તાજા આમળાનો રસ અથવા આમળાના પાવડરને પાણીમાં પલાળી રોજ વાળ ધોવાથી વાળ મજબૂત, કાળા અને જાડા બને છે.
વાળ ખરતા હોય તો અઠવાડિયામાં બે દિવસ દહીંની પેસ્ટ વાળ પર લગાવો. દહીંમાં રહેલા પોષક તત્વો વાળને મજબૂત બનાવે છે અને તેને જડતા અટકાવે છે .
આમળા પાઉડર, શિકાકાઈ પાઉડર, અરેથા પાઉડરને મહેંદી સાથે મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ ચમકદાર, લવચીક, મજબૂત, કાળા અને જાડા બને છે. જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો રોજ સવારે ખાલી પેટ આમળાનો રસ અને નારિયેળનું સેવન કરો, તેનાથી વાળ ખરતા 100 % બંધ થઈ જશે. આ એક રામબાણ ઉપાય છે .