આજની બદલાતી ખાણીપીણીની આદતો અને આ ભાગદોડ ભરેલી જિંદગીને કારણે આપણું શરીર દિવસેને દિવસે બદલાઈ રહ્યું છે જે દરેક લોકો જાણે છે. ખાસ કરીને આ બધી વસ્તુઓની અસર આપણા વાળ પર પણ પડે છે જે તમે જાણતા જ હશો. પહેલાના જમાનામાં એવું કહેવાતું હતું કે વૃદ્ધાવસ્થામાં જ વાળ સફેદ થાય છે પરંતુ આજના સમયમાં એવું બિલકુલ રહ્યું નથી.

આજકાલ ખૂબ જ નાની ઉંમરના બાળકોના વાળ પણ સફેદ થવા લાગે છે. જો કે, આના પાછળના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે આનુવંશિકતા, હોર્મોન્સમાં ફેરફાર, ચિંતા, હીટિંગ ટૂલ્સનો ઉપયોગ અથવા વાળના ફોલિકલ્સમાં મેલાનિન પિગમેન્ટેશનનો અભાવ વગેરે.

પરંતુ શું તમે પણ સફેદ વાળની સમસ્યાની પીડાઈ રહ્યા છો? તમે પણ બાજરાના અલગ-અલગ પ્રકારના હેર પ્રોડક્ટ્સ લગાવીને થાકી ગયા છો? બધું કરીને થાકી ગયા છો અને કોઈ ફાયદો થયો નથી? જો હા, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે આ આર્ટિકલમાં તમને તમારા વાળમાં કુદરતી વસ્તુઓથી બનતા હર માસ્ક વિષે જણાવીશું જે માસ્કનો ઉપયોગ કરીને તમે સફેદ વાળની સમસ્યાથી છુટકાળો મેળવી શકો છો. તો ચાલો જાણીએ આ હેર માસ્ક વિષે.

આમળાથી હેર માસ્ક બનાવો: આમળાનો ઉપયોગ કરવાથી વાળ મુલાયમ અને લાંબા બને છે. તેમજ તેનાથી બનેલા હેર માસ્કની મદદથી તમે સફેદ વાળની ​​સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આમળામાંથી બનાવેલ હેર માસ્ક તમારા વાળને એક નહીં પરંતુ ઘણી રીતે ફાયદો કરશે.

જરૂરી સામગ્રી: 1 કપ આમળાનો પાવડર, નાળિયેર તેલ, લોખંડનું વાસણ.

કેવી રીતે બનાવવું: સફેદ વાળથી છુટકારો મેળવવા માટે તમારે સૌપ્રથમ લોખંડના વાસણમાં 1 કપ આમળા પાવડર નાખો. જો તમે ઈચ્છો તો આમળાનો પાઉડર ઘરે પણ બનાવી શકો છો. અથવા તમે બજારમાંથી પણ ખરીદી શકો છો. આમળાના પાઉડરને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તેની રાખ ન બને. ત્યારબાદ તેમાં 500 મિલી નારિયેળ તેલ ઉમેરો. હવે આ મિશ્રણને ધીમી આંચ પર 20 મિનિટ સુધી ઉકાળો. પછી તેને 24 કલાક બહાર રાખો. બીજા દિવસે આ તેલને એરટાઈટ બોટલમાં ગાળીને મુકો.

લગાવવાની રીત: આ તેલથી તમારા વાળમાં માલિશ કરો. માલિશ કર્યા પછી તમારા વાળને હંમેશની જેમ ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વાર આ તેલનો ઉપયોગ કરો. થોડા દિવસ આ પ્રયોગ કરવાથી તમે જોશો કે તમારા સફેદ વાળ ધીરે ધીરે કાળા થઈ રહ્યા છે.

ડુંગળી અને લીંબુથી હેર માસ્ક બનાવો: જરૂરી વસ્તુઓ: 2-3 ચમચી ડુંગળીનો રસ, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી ઓલિવ તેલ

કેવી રીતે બનાવવું: એક બાઉલમાં 2-3 ચમચી ડુંગળીનો રસ, એક ચમચી લીંબુનો રસ અને 1 ચમચી ઓલિવ તેલ ઉમેરો. બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. તો તૈયા છે તમારો તમારો હેર માસ્ક.

લગાવવાની રીત: આ હેર માસ્કને તમારા વાળ અને માથાની ચામડી પર સારી રીતે લગાવો. લગભગ 5-7 મિનિટ સુધી વાળમાં મસાજ કરો. પછી તમારા વાળને હંમેશની જેમ પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર આ માસ્કનો ઉપયોગ કરો.

આ ઉપાય દેશી છે જેથી તમને કોઈ પણ પ્રકરનું નુકશાન થશે નહીં. આ ઉપાય થોડા દિવસ કરવાથી તમને ચોક્કસ ફાયદો થશે. આ ઉપાય દેશી હોવાથી તમને તરત જ ફર્ક જોવા મળશે નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *