બદલાતી ખાણીપીણીની આદતો અને આ ભાગદોડ ભરેલી જિંદગીને કારણે આપણું શરીર દિવસેને દિવસે બદલાઈ રહ્યું છે. ખાસ કરીને આ બધી વસ્તુઓની અસર આપણા વાળ પર પણ પડે છે જે તમે જાણતા જ હશો. પહેલાના જમાનામાં એવું કહેવાતું હતું કે વૃદ્ધાવસ્થામાં જ વાળ સફેદ થાય છે. પણ હવે એવું બિલકુલ રહ્યું નથી.
આજકાલ નાની ઉંમરમાં બાળકોના વાળ સફેદ થવા લાગે છે. જો કે, આના પાછળના ઘણા કારણો છે, જેમ કે આનુવંશિકતા, હોર્મોન્સમાં ફેરફાર, ચિંતા, હીટિંગ ટૂલ્સનો ઉપયોગ અથવા વાળના ફોલિકલ્સમાં મેલાનિન પિગમેન્ટેશનનો અભાવ વગેરે.
તો શું તમે પણ સફેદ વાળની સમસ્યાથી પરેશાન છો? અલગ-અલગ પ્રકારના હેર પ્રોડક્ટ્સ લગાવવાથી પણ તમને ફાયદો નથી થતો? શું તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માંગો છો, તો તેના માટે તમારે તમારા વાળમાં કુદરતી વસ્તુઓથી બનેલો હેર માસ્ક લગાવવો જોઈએ. સફેદ વાળ માટે માસ્ક અત્યંત ફાયદાકારક છે. આજે આ આર્ટિકલમાં અમે તમને ઘરે સફેદ વાળ માટે હેર માસ્ક કેવી રીતે બનાવવો તે શીખવીશું.
મીઠા લીમડાના પાનનો હેર માસ્ક: મીઠા લીમડાના પત્તાનો ઉપયોગ માત્ર ખાવામાં જ થતો નથી. પરંતુ ચહેરાની સુંદરતા વધારવા માટે પણ ફાયદાકારક છે. આથી તમે તમારા સફેદ વાળથી છુટકારો મેળવવા માટે લીમડાના પાંદડામાંથી બનેલા હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો.
મીઠા લીમડાના પાનનો હેર માસ્ક બનાવવા માટે જરૂર સામગ્રી : 2 ચમચી નાળિયેર તેલ, 10 લીમડાના પાન
હેર માસ્ક કેવી રીતે બનાવવું: સૌ પ્રથમ એક વાસણમાં નારિયેળ તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં લીમડાના પત્તા ઉમેરો. લગભગ 20 મિનિટ માટે તેલમાં લીમડાના પત્તાને રહેવા દો. જેથી તેના પાંદડાના પોષક તત્વો તેલમાં ભળી જાય. જો તમે ઈચ્છો તો તેમાં વિટામિન ઈનું તેલ પણ ઉમેરી શકો છો. તેનાથી તમારા વાળ મુલાયમ અને કાળા પણ થશે.
લગાવવાની રીત: જ્યારે તેલ ઠંડુ થઈ જાય, ત્યારે તેને તમારા વાળ અને માથાની ચામડી પર સારી રીતે લગાવો. વાળની માલીસ કરો. આ તેલને તમારા વાળમાં ઓછામાં ઓછા 2 કલાક અથવા આખી રાત રહેવા દો. પછી તમારા વાળને હંમેશની જેમ દેશી શેમ્પૂ અને કન્ડિશનરથી ધોઈ લો.
સફેદ વાળને કાળા કરવાનો અને સફેદ વાળ થતા અટકાવવા સાથે સાથે વાળને લાંબા, ઘાટા અને ચમકદાર બનાવવા માટેનો આ એકદમ સરળ અને દેશી ઉપાય છે. જે તમે ઘરે જ મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરી હેર માસ્ક બનાવી ઉપયોગ કરી શકો છો. આ દેશી પ્રયોગ થોડા સમય માટે કરવાથી તમને તેનું પરિણામ ચોક્કસ જોવા મળશે.