આપણી બદલાયેલી જીવનશૈલી ના કારણે નાની ઉંમર માં પણ વાળ સફેદ થવાની સમસ્યા થવા લાગી છે. આ ઉપરાંત વાળમ ખોડો થવી, વાળ ખરવા, વાળ તૂટી જવા જેવી સમસ્યા નો સામનો કરવો પડતો હોય છે.
માટે આ સમસ્યા એ કાયમ માટે દૂર કરવા માટે મહેંદીમાં આટલી વસ્તુ નાખીને લગાવશો તો વાળ એકદમ કાળા, લાંબા અને મજબૂત થઈ જશે. આ ઉપરાંત વાળ સિલ્કી પણ કરવામાં મદદ કરશે.
તો ચાલો જાણીએ વાળમાં કઈ વસ્તુ નાખવી અને મહેંદીનો હેર પેક બનાવવાની રીત વિશે જણાવીશું. આ મહેંદી હેર પેક નો ઉપયોગ નાના થી લઈને મોટા દરેક મહિલાઓ કે પુરુષો લગાવી શકે છે. સફેદ થયેલ વાળને કાળા કરી દેશે આ હેરપેક.
મહેંદી હેર પેક બનાવવાની સામગ્રી: સૌથી પહેલા એક ગ્લાસ પાણી, ત્રણ ચમચી હર્બલ મહેંદી, ત્રણ ચમચી ગુલમોહોર ફૂલનો પાવડર, ત્રણ ચમચી આંબળાનો પાવડર, ત્રણ ચમચી શિકાકાઈ પાવડર, ત્રણ ચમચી ભુંગરાજ પાવડર આટલી સામગ્રી તૈયાર રાખો.
મહેંદી હેરપેક બનાવવાની રીત: સૌથી પહેલા એક પેન લઈ લેવાનું, તેમાં એક ગ્લાસ પાણી નાખો, તેને ધીમા ગેસ પર મૂકીને ગરમ થવા દો. ત્યારબાદ તેમાં આમળાનો પાવડર નાખી હલાવીને થોડી વાર પછી ગેસ બંઘ કરી દો.
થોડું ઠંડુ થાય ત્યારે તેમાં હર્બલ મહેંદી ને નાખીને બરાબર મિક્સ કરી દો, ત્યારબાદ તેજ રીતે ભુંગરાજ પાવડરને નાખીને હલાવો, પછી તેમાં શિકાકારી પાવડર નાખીને હલાવો, ત્યારબાદ છેલ્લે ગુલમોહરના ફૂલનો પાવડર નાખીને બરાબર હલાવીને મિક્ક્ષ કરી દો. હવે તમારું હેરપેક તૈયાર થઈ ગયું છે.
આ પેકને રાત્રે બનાવીને ઢાંકીને રહેવા દેવું. આ પેકને સવારે ઉઠીને વાળમાં લગાવી દેવાનું છે. આ પેકમાં રહેલ આંબળાનો પાવડર અને શિકાકારી પાવડર વાળને કાળા, સિલ્કી અને લાંબા બનાવામાં મદદ કરે છે.
શિકાકરી પાવડર હેર પેકમાં હોવાથી વાળમાં આવતી ખજવાળ અને ખોડોને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ગુલમ્હોરનાં ફૂલના પાવડરનો ઉપયોગ વાળને મૂળ માંથી મજબૂત બનાવવામાં મદદ કરે છે અને વાળને ખરતા અટકાવે છે.
વાળમાં મહેંદી હેર પેક લગાવવાની રીત: સાંજે વાળને ઘોઈ દેવા અને વાળમાં બદામનું તેલ લગાવીને માલિશ કરીને આખી રાત રહેવા દેવું. ત્યારપછી સવારે હર્બલ શેમ્પુથી વાળને ઘોઈ દેવા અને વાળને સુકાવા દો.
વાળમાં હલકા હાથે કાંસકો ફેરવી દો જેથી વાળમાં ગૂંચ પડી હોય તો તે દૂર થઈ જશે. ત્યારબાદ વાળમાં બનેલ મહેંદીના હેર પેક વાળના મૂળમાં અને વાળ પર લગાવી દો. વાળમાં આ મહેંદી નો હેર પેક લગાવ્યા બાદ 60 મિનિટ થાય એટલે વાળને ઘોઈ દેવાનું છે.
ત્યારબાદ વાળને ઠંડા પાણીથી ઘોઈ દેવાના છે. અઠવાડિયામાં 1 વાર આ મહેંદીનો હેરપેક લગાવી શકો છો. આ મહેંદીનો હેર પેક લાગવાથી સફેદ વાળ મૂળ માંથી કાળા થઈ જશે. આ ઉપરાંત વાળ મજબૂત અને લાંબા થશે.