વાળ શરીરનો સૌથી મહત્વ પૂર્ણ ભાગ છે. આ માટે દરેક વ્યક્તિ પોતાના વાળને ઘાટા, સિલ્કી અને લાંબા બનાવવા માંગતા હોય છે. પરંતુ આજની પ્રદુષિત વાતાવરણ વાળી જિંદગીમાં વ્યક્તિ પોતાના વાળ પ્રત્યે કાળજી રાખતા નથી.
વાળની કાળજી ના લેવાના કારણે વાળને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ થવાનું શરુ થઈ જાય છે. દરેક મહિલાઓ અને પુરુષો સુંદર દેખાવાનું સપનું હોય છે જેથી તે તેમના વાળને લાંબા, મજબૂત અને સિલ્કી બનાવવાનો પ્રયાસ કરતા હોય છે.
સુંદર દેખાતા વાળ વ્યક્તિની સુંદરતામાં વધારો કરે છે. પરંતુ આજના સમયમાં ઘણા એવા લોકો છે જે વાળ ને લઈને ખુશ રહેતા નથી કારણકે તેમના વાળ નાની ઉંમરથી જ ખરવા, સફેદ થવા, તૂટી જવાની સમસ્યા વધુ રહેવાથી વાળની સુંદરતા ઓછી થઈ જાય છે.
પરંતુ આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી વાળને લગતી અનેક પ્રકારની સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે અને વાળને મજબૂત, કાળા, લાંબા અને સિલ્કી બનાવશે.
વાળ માટે નારિયેળ નું તેલ સૌથી ઉત્તમ માનવામાં આવે છે, નારિયેળના તેલ વાળને પૂરતું પોષણ પૂરું પાડે છે જે વાળને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે, આ માટે નારિયેળના તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં લગાવાથી માથામાં ભરાઈ ગયેલ કચરાને સાફ કરશે અને વાળને મજબૂત અને સિલ્કી બનાવવામાં મદદ કરશે.
ડુંગળી સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે તેવી જ રીતે ડુંગળી વાળ માટે સૌથી અસરકારક છે, તે વાળને પોષણ છે.આ માટે ડુંગળીનો રસ નીકાળી વાળમાં લગાવાથી વાળની મજબૂતાઈ વધે છે આ સાથે વાળને ખરતા રોકવામાં મદદ કરે છે અને વાળને હેલ્ધી બનાવે છે.
વાળને પૂરતું પોષણ આપવા માટે એલોવેરા પણ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે, એલોવેરાનો જ્યુસ પીવાથી અથવા એલોવેરાને વાળમાં લાગવાથી વાળ ખરતા અટકાવે છે અને સફેદ થઈ ગયેલ વાળને કાળા બનાવવામાં મદદ કરે છે.
એરંડિયાનું તેલ અથવા સરસવનું તેલની માલિશ વાળના મૂળમાં કરવાથી વાળને જરૂરી પોષણ મળે છે અને વાળને ખરતા અટકાવી વાળને મજબૂત બનાવે છે. વાળને સફેદ થતા અટકાવા માટે રોજે એક બે વખત માલિશ કરવાથી સફેદ થતા વાળ ને કાળા બનાવશે.
વાળને હેલ્ધી અને મજબૂત બનાવવા માટે નિયમિત પણે રોજે વાળની માલિશ કરવામાં આવે તો વાળ હંમેશા માટે હેલ્ધી અને મજબૂત રહેશે. જેથી વાળને લગતી અનેક પ્રકારની તકલીફથી દૂર કરી સુંદરતા માં વધારો કરશે.