આજના સમયમાં સ્ત્રી હોય કે પુરુષ દરેકને વાળના પ્રત્યે ખુબ જ પ્રેમ હોય છે. ખાસ કરીને મહિલાઓને વાળ લાંબા અને ભરાવદાર હોય તે વધુ ગમે છે. કારણકે વાળના કારણે ચહેરાની સુંદરતા પણ વઘારી શકાય છે.

પરંતુ જો કોઈ પણ વ્યક્તિને વાળને લગતી કોઈ પણ સમસ્યા થવા લાગે તો તેમને ઘણી પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. માટે આજે અમે તેમના માટે કેટલાક ઘરેલુ હેર પેક વિશે જણાવીશું જેનો ઉપયોગ કરવાથી તમારા વાળ લાંબા, મજબૂત અને મુલાયમ થઈ જશે.

વાળને પૂરતું પોષણ આપવા માટે દહીં નો ઉપયોગ ખુબ જ ફાયદાકારક સાબિત થશે. કારણકે દહીંમાં એન્ટી ફંગલ તત્વ મળી આવે છે જે વાળની સારસંભાર રાખવા માટે લાભદાયક સાબિત થશે. આ હેરપેક નો ઉપયોગ કરવાથી વાળનો ગ્રોથ પણ વઘશે.

ઓલિવ ઓઈલ અને દહીંનો હેરપેક: સૌથી પહેલા એક ગ્લાસ માં એક લીંબુનો રસ નાખીને તેને સાઈડમાં મૂકી દો. ત્યાર પછી એક બાઉલમાં દહીં અને ઓલિવ ઓઈલ બંને ને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે તે પેસ્ટને વાળમાં લગાવી દો. 30 મિનિટ સુઘી રહેવા દેવાનું છે.

ત્યાર પછી લીંબુ વાળું પાણી માથાના વાળમાં લગાવ્યા પછી વાળને શેમ્પુથી ઘોઈ દેવાના છે. આમ કરવાથી વાળ લાંબા, મુલાયમ, મજબૂત અને ચમકદાર બની જશે.

એલોવેરા અને દહીંનું હેરપેક: એલોવેરામાં ભરપૂર માત્રામાં ન્યુટ્રીએંટ્સ મળી આવે છે. આ ઉપરાંત તેમાં એમિનો એસિડ અને વિટામિન મળી આવે છે. જે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. માટે સૌથી પહેલા એક બાઉલ લઈ લો, તેમાં દહીં, એલોવેરા જેલ, ઓલિવ ઓઈલ અને મઘને મિક્સ કરીને હેર પેસ્ટ તૈયાર કરો.

આ હેર પેસ્ટને માથાના વાળમાં લગાવીને હળવા હાથે માલિશ કરો. હવે તેને 40 મિનિટ સુઘી રહેવા દો. ત્યાર પછી શેમ્પુની મદદથી વાળને ઘોઈ દેવા. આ હેરપેકનો ઉઅપ્યોગિ કરવાથી વાળ લાંબા અને મજબૂત બનાવવામાં ખુબ જ અસરકારક છે.

ઉપર જણાવેલ બંને હેરપેક નો ઉપયોગ કરીને તમે તમારા વાળ લાંબા, મજબૂત અને મુલાયમ બનાવી શકો છો. આ ઉપાય ખુબ જ સરળ અને અસરકારક છે. આ ઉપાય વાળને પૂરતું પોષણ પૂરું પાડશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *