અત્યારના સમય માં વઘારે પ્રદુષણ અને ધૂળ માટીના કારણે વાળ ખરવા, અને વાળ તૂટી જવાની સમસ્યા રહેતી હોય છે. વાળને મજબૂત, લાંબા, સિલ્કી અને ચમકદાર બનાવવા માટે ઘણી મહિલાઓ બ્યુટી કેર માં ખુબ જ ખર્ચો કરી દેતી હોય છે.
પરંતુ તે ટ્રીન્ટ મેન્ટ થોડા સમય માટે જ રહે છે. માટે આજે અમે તમારા માટે એવો હેરપેક લઈને આવ્યા છીએ જેનો ઉપયોગ કરવાથી તમારા વાળ લાંબા, મજબૂત અને ચમકદાર બનાવી દેશે.
મહિલાઓને વાળ ખારવા, વાળ ડ્રાય અથવા ઓઈલી વાળ જેવી ઘણી સમસ્યા હોય છે. જેથી તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યા ના કારણે તે વ્યક્તિ ખુબ જ તણાવ માં રહેતી હોય છે.
શું તમે જાણો છો કે ચહેરા નો રંગ નિખારવા માટે મુક્તાની માટી ખુબ જ અસરકારક છે તેમજ તે તમારા વાળની દરેક સમસ્યા પણ દૂર કરી શકે છે. માટે આજે અમે તમને મુલતાની માટીનો હેરપેક બનાવવાની રીત અને તેને કેવી રીતે લગાવવું તેના વિશે જણાવીશું.
વાળ ખરવાની સમસ્યા માટે: સૌથી પહેલા એક બાઉલમાં બે ચમચી મુક્તાની માટી લો, ત્યાર પછી તેમાં એક ચમચી દહીં નાખો અને એક ચમચી કાળામરી પાવડર ઉમેરો. આ બધાને બરાબર મિક્સ કરીને તેમાં પાણી નાખીને ઘાટી પેસ્ટ તૈયાર કરો.
આ પેસ્ટ ને એક બ્રશ કે હાથ વડે વાળના મૂળમાં લગાવી દો. 30 મિનિટ થાય પછી વાળને સાદું ઠંડા પાણી થી ઘોઈ દો. અઠવાડિયામાં એક જ વાર આ પેસ્ટનો ઉપયોગ કરવાથી વાળની દરેક સમસ્યા દૂર થી જશે.
રફ વાળ દૂર કરવા: રફ વાળમાં જો કોઈપણ સ્ટાઈલ બનાવો છો તો તેનો દેખાવ સારો નથી લાગતો તો આ ઉપાય ખુબ જ અસરકારક રહેશે. સૌથી પહેલા એક ચમચી મુલતાની માટી, એક ચમચી તલનું તેલ, એક ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.
હવે તે પેસ્ટને માથામાં લગાવી દો. 20 થી 25 મિનિટ બાદ વાળને ઘોઈ દેવાના છે. આ હર-પેકનો ઉપયોગ અઠવાડિયામાં એક કે બે વાર લગાવી શકો છો. તમારી રફ વાળની સમસ્યા દૂર થઈ જશે.
તેલ યુક્ત વાળનું સમસ્યા: તેલ વાળા વાળ દેખાવમાં ખુબ જ ચીકણા લાગે છે અને દેખાવમા પણ સારા નથી લાગતા. માટે આ સમસ્યાને દૂર કરવા માટે ચાર ચમચી મુલતાની માટી, એક આખા લીંબુનો રસ આ બંનેને બરાબર મિક્સ કરી દો. આ પેસ્ટને માથામાં બરાબર મૂળમાં અને વાળમાં લગાવી દો. 20 થી 25 મિનિટમાં વાળને ઘોઈ દેવાના છે.
વાળ વઘારવા: વાળ વધારવા, મજબૂત અને લાંબા બનાવવા માટે બે ચમચી મુલતાની માટી અને બે ચમચી અરીઠા નો પાવડર નાખીને તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી મિક્સ કરો. આ પેસ્ટને વાળમાં અને વાળના મૂળમાં લગાવી દો.
આ પેસ્ટ લગાવ્યા બાદ 30 મિનિટ માં ઘોઈ લો, આ હેર પેકને અઠવાડિયામાં બે વાર લગાવી શકો. આ બઘા ઉપાય તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. આવી અવનવી માહિતી મેળવા માટે અમારા સાથે જોડાયેલા રહો.