યોગ કરવા એ આપણ શરીર માટે ખુબ સારા છે. યોગ કરવાથી તમને અનેક બીમારી થી બચાવે છે. આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્થ રાખવા માટે સૌથી સરળ ઉપાય એ યોગ જ છે.
આજના સમયમાં ઘણા લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે. જેના કારણે પેટને લગતી અનેક સમસ્યા થઈ શકે છે. પેટની દરેક સમસ્યા માંથી બચવા માટે આપણું પાચનતંત્ર મજબૂત હોવું ખુબ જ જરૂરી છે. યોગ કરીને તમે તે સમસ્યા દૂર કરી શકો છો. અને તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે.
પાચનતંત્ર ને મજબૂત કરવાની સાથે તમે ગેસ, અપચો, કબજિયાત જેવી અનેક સમસ્યા માંથી છુટકાળો મેળવવા માટે તમારે દરરોજ હલાસન યોગ કરી શકો છો. આ યોગ થી બીજા અનેક ફાયદા પણ થાય છે. તો ચાલો જાણીએ હલાસન કેવી રીતે કરવા, તે કરતા શું સાવચેતી રાખવી અને દરરોજ 10 મિનિટ આ યોગ કરવાથી શું ફાયદા થશે તેના વિશે જાણીએ.
હલાસન : હલાસન એ ‘હળ’ અને ‘આસન’ આ બે શબ્દો થી બનેલો છે. આ આસનને ‘પ્લો પોઝ’ તરીકે ઓળખવામાં આવે છે. આ યોગ કરવાથી પાચનતંત્ર ને મજબૂત કરવાની સાથે શરીરને અન્ય ફાયદા પણ થાય છે.
હલાસણ કેવી રીતે કરવું : સૌથી પહેલા તમે સપાટ જગ્યા પર સાદડી પાથરી દો. ત્યારબાદ તમે તમારી પીઠ પાર સીધા સુઈ જાઓ. તમારા બંને હાથ જમીન પર સીધા રાખો. ત્યારબાદ તમારા પગ ને ઉપર ની તરફ ઉઠાવો, ઘીમે ધીમે પાછળની તરફ ખસેડો. પગના અંગુઠાને જમીન પર અડાડવાનો પ્રયત્ન કરો. તમારી ક્ષમતા પ્રમાણે થોડી વાર આ સ્થિતિમાં રહો. ત્યારબાદ ધીમે ધીમે સામાન્ય મુદ્રા માં પાછા આવો.
હલાસણા કરતી વખતે આ સાવચેતી રાખો : આ યોગા કરતી વખતે તમારા પર વધારે દબાણ ના કરો. ધીમે ધીમે આ આસન ની પ્રેક્ટિસ કરો. જો તમને ગરદન માં દુખાવો કે ઇજા હોય તો આસન ન કરવા.
આ આસન કરતી વખતે તમે યોગ ટ્રેનર ની મદદ લઇ શકો છો. આસન ભૂખ્યા પેટે જ કરવું. તમે આ આસન સાંજે કરો તો જમ્યાના 3 કલાક પહેલા આસન કરવા. આસન કરતા પહેલા શોચાલય જવું જ જોઈએ છે.
હલાસનના ફાયદા : આ યોગ કરવાથી પાચનતંત્ર ના અનેક અંગોને મસાજ મળે છે. જેથી પાચનતંત્ર ખુબ જ મજબૂત થાય છે. હલાસન યોગ કરવાથી મેટાબોલિઝમ વધે છે, જેના કારણે વજન વધવામાં કંટ્રોલ રહે છે.
આ ઉપરાંત આ યોગ કરવાથી ડાયબિટીસ ના દર્દી માટે પણ ફાયદાકારક છે. આ યોગ કરવાથી કરોડરજ્જુ માં ધણી રાહત થાય છે. ખભા અને પીઠના દુખાવામાં પણ આરામ મળે છે. થાઇરોડ ગ્રંથિ સંબંધિત અનેક સમસ્યા દૂર કરવામાં ખુબ જ મદદરૂપ છે.