હળદરનો ઉપયોગ દરેક લોકો રસોડામાં કરતા હોય છે પરંતુ ખુબજ ઓછા છે જે હળદરનો ઉપયોગ ત્વચા માટે કરે છે. તમને જણાવીએ કે હળદર સ્વાસ્થ્ય તેમજ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ચહેરાની સુંદરતા વધારવા માટે તમે હળદરનો ઉપયોગ કરી શકો છો.હળદર ત્વચાની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે.

જો તમે દુલ્હન બનવા જઈ રહ્યા છો અથવા તમારે લગ્નમાં જવાનું છે તો, લગ્નના થોડા દિવસો પહેલા ચહેરા પર હળદરનો ફેસ પેક લગાવવાનું શરૂ કરો. તેનાથી તમે ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો. તો આવો અમે તમને જણાવીએ કે વર-વધૂ માટે હળદરનો ફેસ પેક કેવી રીતે બનાવવો.

દહીં અને હળદર : દહીં પ્રાકૃતિક શુદ્ધિનું કામ કરે છે. તે ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે. દહીં અને હળદરનો ફેસપેક બનાવવા માટે, એક ચમચી દહીં લો અને તેમાં હળદર પાવડર ઉમેરીને પેસ્ટ બનાવો. પછી ચહેરા પર મસાજ કરો. ત્યારબાદ 10 થી 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો.

બેસન અને હળદર પેક: આ ફેસપેક બનાવવા માટે બે ચમચી ચણાના લોટમાં એક ચમચી હળદર મિક્સ કરો. હવે કાચા દૂધ અથવા ગુલાબજળની મદદથી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર સારી રીતે લગાવો, 10-15 મિનિટ પછી પાણીથી ધોઈ લો. તમે આ પ્રક્રિયા દરરોજ કરી શકો છો. તેનાથી ત્વચામાં ગ્લો આવે છે.

દૂધ અને હળદર : આ ફેસપેક બનાવવા માટે 2 ચમચી કાચું દૂધ લો, તેમાં 1 ચમચી હળદર પાવડર ઉમેરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. 10 મિનિટ પછી પાણીથી ચહેરો ધોઈ લો. તમે આ પ્રક્રિયા દરરોજ કરી શકો છો.

હળદર અને લીંબુનો રસ : હળદરને લીંબુના રસમાં મિક્સ કરીને લગાડવામાં આવે તો તે કુદરતી બ્લિચનું કામ કરે છે. આ માટે એક ચમચી હળદરમાં બે ચમચા લીંબુનો રસ અને થોડાટીપાં ગુલાબજળના ભેળવીને પેસ્ટ બનાવવી. આ પેસ્ટને ચહેરા પર 15 – 20 મિનિટ સુધી ચહેરા પર લગાડી રાખીને ધોઇ લો. આ પ્રયોગથી તમારા ચહેરાની ચમક વધશે.

હળદર અને મધ : ત્વચા પરની કરચલીઓ દૂર કરવામાં હળદર ઉપયોગી છે. જ્યારે મધ ત્વચાને નમી પુરી પાડે છે. મધ અને હળદરને મિક્સ કરીને પેસ્ટ બનાવી, 15 મિનીટ સુધી ચહેરા પર લગાડી રાખો અને પછી ધોઇ લો. આ પછી ચહેરા પર ક્રિમ લગાડવું. થોડા જ દિવસોમાં તમને ફાયદો જણાશે.

ચોખા અને હળદર : આ ફેસપેક બનાવવા માટે સૌથી પહેલા ચોખાને પીસી લો. હવે તેમાં હળદર પાવડર ઉમેરો. કાચા દૂધની મદદથી તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *