આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી હોવું ખુબ જ જરૂરી છે. જે શરીરમાં પાણીની ઉણપ રહેતી હોય અને ફાયબરની કમી રહેતી હોય ત્યારે મસા થતા હોય છે. જયારે આપણું મળ જાદુ રહે છે ત્યારે મળ નીકળવામાં ઘણી મુશ્કેલી થતી હોય છે.
જેના કારણે લોહી આવતું હોય છે. આ સમસ્યા ને હરસ તરીકે ઓળખવામાં આવે છે. હરસ અને મસાને આયુર્વેદિક ઉપાયથી મટાડી શકાય છે. ઘણી વખત હરસ અને મસાનું ઓપરેશન કરાવવું પડે છે. પરંતુ આજે અમે તમને ઓપરેશન કરાવ્યા વગર હરસ અને મસા ને દૂર કરવાના દેશી ઘરેલુ ઉપાય જણાવીશું.
1. સૌથી પહેલા: મસાને દૂર કરવા માટે ગાયનું દૂઘ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. માટે જયારે પણ મસાની તકલીફ થાય ત્યારે સવારે ગાયનું તાજું કાચું દૂધ એક ગ્લાસ અને એક આખા લીંબુનો રસ દૂઘમાં નાખી ને તરત જ પી જવાનું છે.
આ રીતે દિવસમાં એક વખત કરવું અને સતત ત્રણ દિવસ આ ઉપાય કરવાનો. આ ઉપાય કરવાથી જે જગ્યાએ મસા થયા છે તે ભાગ બેસી જશે. આ આ ઉપરાંત આંતરડા પણ એકદમ સાફ ચોખા થઈ જશે.
2. હરસ અને મસાને દૂર કરવા માટે દેશી કપૂર એટલે કે ભીમસેની કપૂર પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આપણે ખાવાના કપૂર નો ઉપયોગ કરવાનો છે. આ કપૂર દેશી ચણા આવે તેટલું જ કદ હોય છે.
હવે એક કપૂર લઈ લેવાનું તેના બે ભાગ કરી દેવાના ત્યાર પછી એક ભાગને કેળાં ના નાખીને ખાઈ જવાનું છે. આ ઉપાય ત્રણ થી ચાર દિવસ કરવાના છે. આ ઉપાયનો ઉપયોગ કરવાથી હરસ અને મસા બંને માટી જાય છે.
3. આ ઉપાય ખુબ જ સરળ અને ખુબ જ અસરકારક સાબિત થશે. સૌથી પહેલા એક પ્લાસ્ટિકનો નાવાનો મોટો ટબ લઈ લેવાનો છે. ત્યાર પછી તે ટેબ ગરમ પાણીથી ભરી લેવો, હવે તેમાં બે થી ત્રણ ચમચી મીઠું નાખી ને હલાવી લો.
હવે તે ટબમાં 15 મિનિટ કપડાં ઉતારીને બેસવાનું છે. આ ઉપાય કરવાથી હરસ અને મસાના કારણે જે કંઈ દુખાવો થતો હશે તે દુખાવો મટી જશે અને ઘણી રાહત મળશે એન ઘીરે ઘીરે હરસ મસા દૂર થઈ જશે.
4. આપણા સ્વાસ્થ્ય માટે અંજીર ખુબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી હરસ મસામાં ઘણી રાહત થાય છે. માટે દરરોજ રાતે પાંચ થી છ અંજીરને પલાળીને આખી રાત રહેવા દો. ત્યાર પછી સવારે ઉઠીને તે અંજીરને ચાવી ચાવીને ખાઈ જાઓ અને તેનું પાણી પણ ઉપરથી પી જવું.
આ અંજીર અને પાણીનું સેવન કરવાથી આંતરડામાં જામેલ મળ છૂટો થશે અને આંતરડા પણ એક ડેમ સાફ થઈ જશે. આ ઉપરાંત શરીરમાં જે કઈ હાનિકારક બેક્ટેરિયા હશે તે પણ દૂર થઈ જશે. તેનું સેવન કરવાથી હરસ મસા દૂર થઈ જશે.
જો તમે પણ હરસ મસાની તકલીફથી પરેશાન છો તો તમે આ ઘરેલુ ઉપાયનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તમને ખુબ જ દુખાવો રહેતો હોય તો તમે તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ શકો છો.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.