આપણે બઘા જાણીએ છીએ કે જળ એ જ જીવન છે. એટલા માટે શરીરને હેલ્ધી અને સ્વસ્થ રાખવા માટે ખુબ જ વધુ પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. જો તમે સવારે નરણાકોઠે ખાલી પેટે પાણી પોવોં તો તેના ફાયદા બમણા થઈ જાય છે. દરરોજ નરણા કોઠે સવારે ખાલી પેટ 1-2 ગ્લાસ પીવામાં આવે તો તમારું પેટ એકદમ સાફ થઈ જાય છે.
પેટને લગતી દરેક સમસ્યા દૂર થઈ જાય છે. પાણી પીવાથી શરીરના દરેક અંગ એક્ટિવ થઈ જાય છે. દરરોજ સવારે નરણાકોઠે ખાલી પેટ 1-2 ગ્લાસ પાણી પીવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે. ઘણા લોકો ખાલી પેટ પાણી પીવાથી શું ફાયદા થાય તેના થી અજાણ હશે. તો ચાલો જાણીએ ખાલી પેટ પાણી પીવાથી શું ફાયદા થાય તેના વિશે વધુ માહિતી જાણીએ.
શરીરની સફાઈ કરે : સવારે નરણાકોઠે ઉઠીને ખાલી પેટ પાણી પીવામાં આવે તો શરીર સારી રીતે સાફ થઈ જાય છે. જો સ્વરે પાણી પીવામાં આવે તો શરીરમાં રહેલા હાનિકારક જેરો તત્વો ને મૂત્ર વાતે બહાર કાઠી દે છે.જેથી શરીરની આંતરિક સફાઈ પણ સારી થઈ જાય છે.
પેટ માટે : દરરોજ સવારે ખાલી પેટ પાણી પીવામાં આવે તો પેટને લગતી દરેક સમસ્યા દૂર થઈ જાય છે. જો સવારે ખાલી પેટ પાણી પીવામાં આવે તો આંતરડામાં જામી ગયેલ કચરો મળ દ્વારા બહાર આવી જશે. દરરોજ સ્વરે 1 ગ્લાસ પાણી પીવાથી પેટ સાફ થઈ જાય છે.અને તમારો દિવસ તાજગી ભર્યો રહે છે.
સ્કિન માટે : ચામડીના મોટા ભાગના રોગો પેટની આતરિક સમસ્યા ના લીધે થાય છે. સવારે ખાલી પેટ પાણી પીવાથી અંદરની ચામડી ક્લીન થાય છે. દરરોજ ખાલી પેટ પાણી પીવામાં આવે તો ચહેરા પરના ખીલ, ડાઘ, ફોલ્લીઓ દૂર થાય છે. અને સ્કિન સોફ્ટ અને મુલાયમ થાય છે.
વજન ઘટાડે : જો તમે નિયમિત સવારે ઉઠીને પાણી પીવો તો મેટાબોલિક વધી જાય છે. જેથી તમારું શરીર નું વજન ઓછું થવા લાગે છે. ગરમ હણાયું પાણી પીવાથી પણ વજન ઓછું કરી શકાય છે.
માથાના દુખાવા માં રાહત : દરરોજ સવારમાં ખાલી પેટ 1 ગલાસ પાણી પીવાથી મગજમાં ઓક્સિજન સારી રીતે મળી રહે છે, જેથી મગજ આખો દિવસ એક્ટિવ અને ફ્રેશ રહે છે. અને મગજ સાથે જોડાયેલી જે માંશપેશી માં તણાવ મુક્ત અચે.થાય છે. દિવસમાં 5 લીટર પાણી પીવું ખુબ જ જરૂરી છે. જો તમે એટલું પાણી પીવો તો માથાનો દુખાવો ક્યારે થશે જ નહિ.
પેશાબની સમસ્યા : જો તમે નરણાકોઠે પાણી પીવો તો પેશાબની સમસ્યા દૂર થઈ જાય છે. કારણકે સ્વરે ખાલી પેટ પાણી પીવાથી શરીરમાં રહેલા હાનિકારક તત્વો પેશાબ કરતી વખતે બહાર નીકળી જાય છે. વધારે પાણી પીવાથી પેશાબમાં ઇન્ફેક્શન, પેશાબમાં બળતરા જેવી અન્ય સમસ્યા પણ દૂર થઈ જાય છે.
સવારે ઉઠીને નરણાકોઠે પાણી પીવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. જેથી નાની નાની બીમારીઓથી દૂર રહી શકીયે છીએ. જેમને વાળ ખારવાની સમસ્યા હોય તેમને સવારે ખાલી પેટ પાણી પીવાથી ઘણો ફાયદો થાય છે.
દરેક લોકોએ ખાલી પેટ 1-2 ગ્લાસ પાણી પીવું જોઈએ. જેથી શરીરમાં રહેલા હાનિકારક તત્વો આસાનીથી બહાર નીકળી જાય અને અનેક બીમારીથી આપણે બચી શકીયે.