આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

હાલના સમયમાં દરેક વ્યક્તિનું જીવન ભાગદોડ ભર્યું બની ગયું છે. તેવામાં આપણે આપણા શરીરની દેખરેખ રાખવી ખુબ જ જરૂરી છે. જેથી આપણે સ્વસ્થ અને હેલ્ધી રહીએ. માટે આપણે આહારમાં યોગ્ય પૌષ્ટિક આહાર લેવો જોઈએ.

ઉનાળાની શરૂઆત થતા જ આપણે એવા કેટલાક પીણાં પીવાનું પસંદ કરીએ છીએ જે આપણા શરીરને ગરમીથી બચાવીને શરીરને થડક આપે. માટે આજે અમે તમને ઉનાળામાં ભરપૂર માત્રામાં પીવાતા પીણાં વિષે જણાવીશું. જે શરીરને ગરમીથી બચાવીને શરીરને હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે.

આજે જે પીણાં વિષે જણાવાના છીએ તે પીણાંનું નામ લીંબુ પાણી છે. ઉનાળાની શરૂઆત થતા આપણે લીંબુ પાણી પીવાનું શરુ કરી દઈએ છીએ. લીંબુ પાણી પીવાથી આપણા શરીરમાં રહેલ હાનિકારક પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે. લીંબુ પાણીનું સેવન દિવસમાં ગમે ત્યારે પી શકાય છે. પરંતુ લીંબુ પાણીનું સેવન સવારે કરવાથી શરીરને ઘણા બઘા ફાયદા મળી રહે છે. હવે લીંબુ પાણી પીવાના ફાયદા વિષે જણાવીશું.

લીંબુ પાણી બનાવવા માટેની રીત: એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરવો, ત્યાર પછી તેમાં એક ચપટી મીઠું નાખીને હલાવી દેવું. હવે તમારું લીંબુ પાણી તૈયાર થઈ ગયું છે. આ લીંબુ પાણીનું સેવન સવારે ખાલી પેટ કરવાનું છે.

લીંબુ પાણી પીવાના ફાયદા: ઈમ્યુનિટી વઘારે: લીંબુમાં ભરપૂર વિટામિન-સી અને પોટેશિયમ મળી આવે છે. માટે તેનું સેવન કરવાથી આપણા શરીરમાં ભરપૂર એનર્જી બની રહે છે. વિટામિન-સી શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી આપણા શરીરમાં થતા અનેક વાયરલ ઈન્ફેક્શનથી બચાવી રાખવાના મદદ કરે છે. માટે લીંબુ પાણીનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે.

પાચનક્રિયા સુઘારે: ખાઘેલ ખોરાકને પચાવવા લીંબુ પાણી મદદ કરે છે. લીંબુ પાણીનું સેવન કરવાથી શરીરમાં પાચક રસોને બનાવવામાં ઉતેજીત કરે છે. જેથી પાચનક્રિયાને સુઘારી પાચનતંત્ર ને મજબુત બનાવે છે. જેમને એસીડીટીની સમસ્યા હોય તેમના માટે લીંબુ પાણી ખુબ જ ફાયદાકારક છે.

ત્વચા સુંદર અને જવાન બનાવી રાખે: લીંબુમાં ઘણા પોષક તત્વો મળી આવે છે જે ચહેરાને સુંદર બનાવી રાખવામાં મદદ કરે છે. તેમાં વિટામિન સારી માત્રામાં મળી આવે છે આ ઉપરાંત તેમે એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ રહેલ છે જે ચારને સુંદર બનાવે છે. રોજે લીંબુ પાણી પીવાથી ચહેરા પરના ડાઘ આ એન ખીલને પણ દૂર કરે છે. આ ઉપરાંત 35-40 વર્ષે ચહેરા પર આવી જતી કરચલીને પણ દૂર કરવાં મદદ કરે છે. જેથી વઘતી ઉંમરે પણ સુંદર અને જવાન બનાવી રાખવા મદદ કરે છે.

વજન ઓછું કરવા: વજન ઓછું કરવામાં ખુબ જ ઉપયોગી પીણું માનવામાં આવે છે. આ પીણાંનું સેવન કરવાથી મેટાબોલિઝમને વઘારે છે જેથી પેટની ચરબીને ઓગળે છે. જેથી વજન પણ સરળતાથી ઉતરવા લાગે છે. માટે વજન ઘટાડવા માટે રોજે લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ.

આખો દિવસ એનર્જી રાખે: દિવસની શરૂઆતથી જ આપણે કામ કરવામાં લાગી જઈએ છીએ જેથી અપને થાક અને નબળાઈ આવી જતી હોય છે. માટે રોજે એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી આખો દિવસ શરીરમાં ભરપૂર એનર્જી મળી રહે છે જેથી શરીરમાં થાક અને નબળાઈનો અહેસાસ પણ થતો નથી. આ ઉપરાંત મૂડને પણ સુઘારવાનું કામ કરે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *