મગફળી દરેક વ્યક્તિએ ખાધી જ હશે એ પણ હરતા ફરતા. પરંતુ શું તમે મગફળીને પલાળીને અને સવારે ખાલી પેટ ખાઘી છે ખરા, જો તમે પલાળેલ મગફળી ખાધી ના હોય તો આજે અમે તમને પલાળેલ મગફળી ખાવાના ફાયદા જણાવીશું જેને જાણીને તમે પણ ખાવાનું શરુ કરી દેશો.
મગફળી સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. કારણકે તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જેમકે, પ્રોટીન, ફાયબર, કેલ્શિયમ, આયર્ન, વિટામિન-ઈ, વિટામિન-બી6, પોટેશિયમ જેવા મહત્વ પૂર્ણ તત્વોનો સ્ત્રોત મળી આવે છે.
જે શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તે સ્વાસ્થ્ય ને લગતી અનેક પ્રકાર ની બીમારીમાંથી છુટકાળો અપાવે છે અને શરીરને સ્વસ્થ રાખશે. આજે અમે તમને પલાળેલ મગફળી ખાવાના સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું.
હાડકાને મજબૂત બનાવે: હાડકા માટે પલાળેલ મગફળી ખુબ જ ફાયદાકારક હોય છે. જેમાં જરૂરી કેલ્શિયમ અને પ્રોટીન ની માત્રા સારી હોવાના કારણે હાડકાને જરૂરી પોષણ મળે છે જેથી નબળા પડી ગયેલ હાડકા મજબૂત અને સ્ટ્રોંગ બને છે.
હૃદય ને સ્વસ્થ રાખે: હૃદય ને સ્વસ્થ રાખવા માટે પલાળેલ મગફળી ખાવી જોઈએ. પલાળેલ મગફળી ખાવાથી લોહીનું પરિવહન માં સુધારો થાય છે અને કોલેસ્ટ્રોલ ને કંટ્રોલમાં રાખે છે. જેના કારણે હાર્ટ અટેક નું જોખમ ઘટી જાય છે. આ માટે મગફળી ખાઈને હૃદયને લગતી બીમારીથી બચી શકાય છે તે હૃદયને સ્વસ્થ રાખે છે.
લોહીની કમી પુરી કરે: આપણા શરીરના દરેક અંગોને લોહીની ખુબ જ જરૂર હોય છે, આ માટે આયર્ન થી ભરપૂર એવી પલાળેલ મગફળી ખાવી જોઈએ, જે શરીરમાં લોહીને વધારે છે. તમારા શરીર માં પણ લોહીની ઉણપ હોય તો મગફળીને આહારમાં સમાવેશ કરવો જોઈએ.
માંસપેશીઓ મજબૂત બનાવે: માંસપેશીઓ માટે પલાળેલ મગફળી ખુબ જ ફાયદાકારક છે. તેમાં ખુબ જ સારી માત્રામાં પ્રોટીન મળી આવે છે જે માંસપેશીઓ માટે ખુબ જ જરૂરી તત્વ છે. આ માટે જો તમે માંસપેશીઓના દુખાવાથી પરેશાન રહેતા હોય તો મગફળીને રોજે સવારે ખાલી પેટ ખાવાનું શરુ કરી દો. જે વિકાસ સાથે માંસપેશીઓને મજબૂતી પણ આપશે.
સ્કિનને હેલ્ધી બનાવે: પલાળેલ મગફળી સ્કિન માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેમાં મળી આવતી વિટામિન-ઈ, આયર્ન તત્વ સ્કિન ને હેલ્ધી અને જુવાન બનાવી રાખવામાં મદદ કરે છે, પલાળેલ મગફળી ખાવાથી વૃદ્ધાવસ્થા ના ચિન્હોને સમય પહેલા આવતા રોકે છે. તે સ્કિન ને ટાઈટ અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે, તે સ્કિનને ચમકદાર બનાવવામાં મદદરૂપ સાબિત થશે.
કેન્સર સામે રક્ષણ આપે: કેન્સર એક ખતરનાક રોગ છે, જેને કંટ્રોલમાં રાખવા માટે પલાળેલ મગફળીનું સેવન કરી શકો છો. તેમાં સારી માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે જે કેન્સર ના જોખમ ને ઓછું કરવામાં મદદ રૂપ સાબીત થાય છે.
મગફળીને રાતે એક બાઉલમાં 8-10 દાણા નાખી પલાળીને આખી રાત માટે રહેવા દો, ત્યારબાદ સવારે ઉઠીને તે દાણાને ચાવીને ખાઈ જવાના છે, આ દાણા ખાવાથી શરીરમાં શારીરિક કમજોરી પણ દૂર કરશે અને શરીરને મજબૂત અને હેલ્ધી બનાવશે.