ગરમી ચાલુ હોય ત્યારે આપણે ઘણા ફળો, ઠંડા પીણાં, જ્યુસ વગેરે પીવાનું ખુબ જ મન થાય છે. તેવામાં ઉનાળામાં એક એવું ફળ છે દરેકના દિલોમાં રાજ કરે છે, જેને ખાવાની સાથે જ શરીરમાં ભરપૂર એનર્જી અને સ્ફૂર્તિ આવી જતી હોય છે.

ગરમીમાં દરેક વ્યક્તિને ભાવે તેવા ફળનું નામ તરબૂચ છે, જે નાના મોટા દરેકને ભાવતું હોય છે. આ ફળમાં 92 % પાણી મળી આવે છે જે ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપણા શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. જેથી શરીરમાં પાણીની ઉણપ થતી નથી.

સૌથી વધુ પાણી મળી આવતું આ ફળ આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. જેમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, જેમકે, મિનરલ્સ, પ્રોટીન, વિટામિન્સ, ફાયબર જેવા તત્વોનો ખજાનો મળી આવે છે.

જે વજન ઘટાડવા માટે સૌથી વધુ ફાયદાકારક છે. કારણકે તેમાં મળી આવતું ફાયબર ભૂખને શાંત કરવામાં મદદ કરે છે, જેથી ભૂખ ઓછી લાગે છે. માટે આ ફળને વજન ઓછું કરવા માટે ડાયટમાં સમાવેશ કરી શકાય છે.

તરબૂચ ખાવું આરોગ્ય માટે ખુબ જ રૂ માનવામાં આવે છે, પરંતુ તરબૂચને યોગ્ય રીતે ખાવામાં આવે તો તેને નુકસાન થવાની જગ્યાએ ઘણા બધા ફાયદા થઈ શકે, પરંતુ આપણી એવી કેટલીક ખરાબ ટેવ છે જેના કારણે આપણે તરબૂચના યોગ્ય ફાયદા મેળવી શકતા નથી.

ઘણા લોકો તરબૂચને બજારમાંથી લાવે છે અને તેને તરત જ કાપીને પછી ફ્રિજમાં મૂકી દેતા હોય છે. કારણકે ગરમીમાં આપણે તે ફળને ઠંડુ ખાઈ ને ગરમીથી રાહત મેળવી શકીએ છીએ. પરંતુ તરબૂચને કાપીને લાંબા સમય સુઘી ફ્રીઝમાં મૂકી રાખવાથી તેમાંથી મળતી આવતા પોષક તત્વોનો નાશ થઈ શકે છે.

જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવતું નથી. જયારે આપણે કાપેલા તરબૂચને ફીઝમાં થાળું થવા મૂકી દઈએ છીએ ત્યારે તેને ખાવાથી શરદી થવાની શક્યતાઓ ખુબ જ વઘી જાય છે. લાંબા સમય સુઘી કાપેલા તરબૂચને ખાવાથી ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતા વધુ રહેતી હોય છે.

માટે આપણે પરિવારના દરેક સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે કાપેલા તરબૂચને ફ્રીઝમાં લાંબા સમય સુઘી મૂકી રાખીને ના ખાવું જોઈએ. જો તમારે ઠંડુ જ તરબૂચ ખાવું હોય તો તરબૂચને કાપીયા વગર જ એમના એમ ફ્રીઝમાં મૂકીને ઠંડુ થઈ જાય ત્યાર પછી જ તેને કાપીને ખાવું જોઈએ.

જેથી તેમાં રહેલા પોષક તત્વો આપણા શરીરને પૂરતા પ્રમાણમાં મળી રહેશે. માટે તરબૂચને ખાવાની આ પદ્ધતિને અપનાવાથી આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ અને હેલ્ધી બની રહશે. નાના મોટા દરેક વ્યક્તિ એ આ રીતે તરબૂચ ખાવાથી ઘણા બઘા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *