આપણું આરોગ્ય એ જ આપણી સાચી સંપત્તિ છે, જો તમારી પાસે આરોગ્ય સારું છે તો તમે સારું જીવન જીવી રહ્યા છો એવું કહેવાય. તમે ઘણી વાર તમારી દાદીના મોઢે થી અથવા કોઈ વડીલો જોડેથી સાંભળ્યું જ હશે કે એક સ્વસ્થ શરીર અને નિરોગી કાયા એ જીવનની સૌથી મોટી ખુશી અને મૂડી છે.
તમારી જોડે ભલે આરામદાયક માટે ગાડી, બંગલો અને કેટલાય સાધન હશે પરંતુ જો તમારું શરીર સ્વસ્થ નથી તો તમે કોઈ સુવિધાનો આનંદ માણી શકતા નથી. પરંતુ આજના સમયમાં આપણો ખોરાક અને આપણી જીવનશૈલી એવી બદલાઈ ગઈ છે કે આપણે હંમેશાં કોઈ ને કોઈ બીમારીથી ઘેરાયેલા રહીએ છીએ.
પરંતુ જો આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખીશું તો તમે સરળતાથી રોગોથી પોતાને બચાવી શકો છો. તો આજે આ લેખમાં અમે તમને એવી જ કેટલીક નાની નાની બાબતો વિશે જણાવવા જઈ રહયા છીએ, જેને તમે તમારા જીવનમાં ઉતારીને લાંબા સમય સુધી તમારી જાતને ફીટ અને હેલ્ધી રાખી શકો છો.
ફેફસાંના સ્વાસ્થ્ય માટે ધૂમ્રપાન છોડો : કેટલીકવાર બીજાને જોઈને અથવા તો કોઈ ખરાબ સંગતમાં અથવા નાની ઉંમરમાં પોતાને ઊંચા દેખાવમાં ધુમ્રપાનની લત લાગી જાય છે અને આ આદતની અને ધુમાડાની અસર સીધી ફેફસાં પર પડે છે અને સતત સિગારેટના ધૂમ્રપાનને કારણે ફેફસાના ફેલ થવાનું જોખમ વધે છે. પરંતુ જો તમે તમારા ફેફસાંને સ્વસ્થ રાખવા માંગતા હોય તો ધૂમ્રપાન અત્યારે જ બંદ કરો.
લીવર માટે ચરબીયુક્ત ખોરાક : જો તમે તમારા લીવરની સંભાળ રાખવા માંગતા હોય તો વધુ પડતા ચરબીયુક્ત ખોરાક ખાવાથી બચવું જોઈએ. જો કે વધારે ચરબી શરીરના દરેક ભાગ પર ઘણી સમસ્યાઓ પેદા કરે છે, પરંતુ જો તે લીવર સુધી પહોંચે છે તો આ સમસ્યાઓમાં નોંધપાત્ર રીતે વધારો થાય છે. તો તમે પણ થોડી કાળજી રાખીને લીવર સુરક્ષિત રાખી શકો છો.
સ્વસ્થ હૃદય રાખવા વધુ પડતા મીઠાથી બચો: સ્વસ્થ હૃદય હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી હ્રદય પ્રત્યે બેદરકારી ન રાખવી જોઈએ. તેથી જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો મીઠાનું સેવન ઓછું કરો. ખૂબ મીઠું (સોડિયમ ક્લોરાઇડ) હાઈ બ્લડ પ્રેશર વધવાની શક્યતા વધી જાય છે અને વધારે મીઠું ખાવાથી કોરોનરી હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.
પેટને સ્વસ્થ રાખવા ઠંડી વસ્તુઓથી બચો : જો તમે તમારા પેટને સ્વસ્થ રાખવા માંગતા હોય તો વધારે પડતા ઠંડા ખોરાકનું સેવન કરવાથી બચો. એવું કહેવામાં આવે છે કે જો પેટ સ્વસ્થ છે તો તમે સ્વસ્થ છો અને તમામ રોગો પેટથી શરૂ થાય છે, એટલે કે જો તમારું પેટ સારું નથી તો તમને કોઈ પણ રોગ સરળતાથી ઘેરી શકે છે. તેથી સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ પેટ હોવું મહત્વપૂર્ણ છે.
કિડનીના સ્વાસ્થ્ય માટે ખુબ પાણી પીવો: કિડની એ આપણા શરીરનું મુખ્ય અંગ છે જે લોહીને સાફ કરે છે અને શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર દૂર કરવામાં મદદ કરે છે. જો તમારે તમારી કિડનીની સંભાળ રાખવા માંગતા હોય તો દિવસ દરમિયાન ખુબ પાણી પીવો, તે શરીરને હાઈડ્રેટ રાખે છે. રાત્રે ઓછું પાણી પીવું અને રાત્રે સૂતા પહેલા મૂત્રાશયને સંપૂર્ણ ખાલી કરવું જોઈએ.
મગજના સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ: મગજ આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે તે આપણા શરીરના તમામ ભાગોને નિયંત્રિત કરે છે કારણ કે સૌથી પહેલા સિગ્નલ મગજમાંથી જ આવે છે અને જો તમારું મગજ તેજ અને તીક્ષ્ણ રહેશે તો તમે કોઈ પણ કામ સરળતાથી કરી શકો છો. જો તમારે તમારા મગજની સંભાળ લેવી હોય તો ચોક્કસ દરોજ 8 કલાકની સારી ઊંઘ લો.
જો તમે બીજા લોકો સારી રીતે અને સુખી જીવન જીવે તો તમે પણ આ વાત ને આગળ પહોંચાડી શકો છો, તો તમે પણ આવી જીવનઉપયોગી માહિતી વાંચવી ગમતી હોય તો, ચોક્કસ અમારી સાથે જોડાયેલા રહો.
