દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા ઇચ્છતા હોય છે. પરંતુ ઋતુ પરિવર્તન ઉપરાંત આપણી ખાવાની ખરાબ ટેવ અને આધુનિક જીવન જીવવાની જીવન શૈલીની ખરાબ આદતો આપણા શરીરમાં ઘણી બધી નાની મોટી સમસ્યાઓ થઈ શકે છે.
શરીર સ્વસ્થ તંદુરસ્ત અને નિરોગી રહે તેવું દરેક વ્યક્તિ વિચારતા હોય છે. વાતાવરણ અનુસાર આપણે આપણા રોજિંદા જીવનમાં પણ કેટલાક બદલાવવા જોઈએ. આ માટે આપણે કેટલીક શારીરિક ક્રિયાઓ પણ કરવી જોઈએ આ ઉપરાંત આપણે આહારમાં ઓછી કેલરી વાળો આહાર લેવો જોઈએ.
આ સિવાય આપણે બહારના ખોરાક ખાવાનું ટાળીને ઘરનો પૌષ્ટિક આહાર જ ખાવો જોઈએ. આ માટે આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ જાણાવીશું જેની મદદથી શરીરને અનેક બીમારી માંથી બચાવી સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરશે.
સ્વસ્થ અને હેલ્ધી રહેવાની ટિપ્સ:
લો કેલરી વાળો ખોરાક ખાવો: ઘણા લોકો કેલરીને બર્ન કરવા માટે કસરત કરવા, ચાલવા અને દોડવા જતા હોય છે, પરંતુ આપણે કસરત ની સાથે આહારમાં માં ઓછી કેલરી વાળો ખોરાક ખાઈએ તો લાંબા સમય સુધી સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખશે.
ઊંઘ પૂરતી લેવી જોઈએ: આપણું શરીર આજીવન માટે સ્વસ્થ રહે તે માટે આપણે રોજે પૂરતી ઊંઘ લેવી જોઈએ. આ માટે આપણે રોજે 6-7 કલાક ની ઘસઘસાટ ઊંઘ લેકી જોઈએ જેથી આપણા શરીરમાં થાક, કમજોરી અને તણાવ ને ઓછો કરી શકાય છે. આ માટે સુવાનો અને ઊંઘવાનો સમય ફિક્સ કરી દેવો જોઈએ.
આલ્કોહોલથી દૂર રહો: દારૂ પીવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે જે દરેક વ્યક્તિ જાણે જ છે તેમ છતાં પણ શોક માટે ઘણા લોકો પિતા હોય છે પરંતુ તેની આદત લાગી શકે છે, દારૂ પીવાથી આપણી કિડની ને સૌથી વધારે નુકશાન થઈ શકે છે માટે કિડની અને શરીરને હેલ્ધી બનાવી રાખવા માટે દારૂ પીવાનું છોડી દેવું જોઈએ.
કેફીન યુક્ત પદાર્થનું સેવન ટાળો: આપણે બધા જાણીએ છીએ કે ચા અને કોફી એ કેફીન યુક્ત પદાર્થ છે પરંતુ તે છતાં પણ આપણે સવારે ઉઠીને પહેલા ચા અને કોફી પીએ હોઈએ છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. માટે લાંબો સમય જીવન જીવવા માટે આપણે રોજિંદા જીવનમાં કેફીન યુક્ત પદાર્થ નું સેવન કરવાનું ટાળવું જોઈએ.
તણાવ મુક્ત રહેવું: આપણા જીવનમાં ઘણી બધી જવાબદારી હોય છે પરિણામે આપણે ખુબ જ ટેન્સન અને તણાવમાં રહેતા હોઈએ છીએ જેની અસર આપણા મસ્તિષ્ક પર પડી શકે છે આ માટે મગજને હંમેશા શાંત રાખવા માટે ટેન્શન અને તણાવ મુક્ત રહેવું જોઈએ, આ માટે રોજે 10-15 મિનિટ મેડિટેશન કરવાથી ખુબ જ ફાયદો થશે.
શરીરને એક્ટિવ રાખો: આજના સમય માં મોટાભાગના લોકોનું જીવન બેઠાળુ થઈ ગયું છે પરિણામે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે આ માટે આપણે રોજે આપણા શરીરને કોઈ પણ કામ માં વ્યસ્ત રાખવું જોઈએ આ ઉપરાંત દિવસ દરમિયાન હળવી કસરત અને યોગા કરવા જોઈએ જેથી આપણા શરીરના દરેક અંગો યોગ્ય રીતે કામ કરે અને શરીરને મજબૂત અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરશે.
ખુશ રહેવું: હંમેશા માટે ખુશ રહેવું એ આપનો મૂળભૂત હેતુ હોવો જોઈએ, આ માટે આપણે રોજે ઓછામાં ઓછું 40-50 મિનિટ હસવું જોઈએ. આ માટે દોસ્ત, ઘરના સદસ્યો સાથે હંમેશા વાતચીત દરમિયાન હસતા રહો. આપણે કોઈ પણ વ્યક્તિ સામે મલે તો હસતા હસતા વાત કરો જેથી સામેવાળી વ્યક્તિ પણ ખુબ અને હેપી રહે. આ ઉપરાંત રોજે કંઈક નવી નવી એક્ટિવિટી કરતા રહો.