આજની વ્યસ્ત જીવન શૈલી અને અનિયમિત ખાવાની ખરાબ કુટેવ અને જીવનમાં પરિશ્રમાં ના અભાવના કારણે શરીરમાં અનેક પ્રકારના રોગો થવાનું જોખમ વધુ રહેતું હોય છે. આજીવન માટે શરીરને સ્વસ્થ બનાવી રાખવું હોય તો આ નિયમોને યાદ કરી ગાંઠ બાંધી લો.
તમારે ક્યારે દવાખાનનું પગથિયું ચંડવુ જ નહીં પડે. દરેક વ્યક્તિ શરીરને સ્વસ્થ બનાવી રાખવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ આપણી જ કેટલીક બેદરકારી દવાખાન ના પગથિયાં ભરવા માટે મજબુર કરી દેતા હોય છે.
શરીરને કાયમ માટે સ્વસ્થ રાખવું મુશકેલ બની જાય છે આપણું સ્વસ્થ શરીર આપણા જીવનની અમૂલ્ય ખજાનો માનવામાં આવે છે. બીમાર પડવાથી લખો રૂપિયાનો ખર્ચ દવાખાનામાં કરવો પડતો હોય છે.
શરીરને સ્વસ્થ બનાવી રાખવાના નિયમો:
1. ખાંડ ખાવાની જગ્યાએ દેશી ગોળ ખાઓ: ખાંડ અને ગોળ શેરડી માંથી બનાવામાં આવે છે. જેનો ઉપયોગ કોઈ વસ્તુને ગળ્યું બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગે લોકો ખાંડ નો ઉપયોગ સૌથી વધુ કરતા હોય છે. પરંતુ ખાંડ કરતા દેશી ગોળનો ઉપયોગ કરવો શરીર માટે ખુબ જ ઉત્તમ માનવામાં આવે છે. ખાંડ કેમિકલ પ્રોસેનીંગ કર્યા પછી બનાવામાં આવે છે,
માટે ખાંડ નો ઉપયોગ ટાળીને દેશી ગોળ નો ઉપયોગ કરવો શરીર માટે ખુબ જ સારું માનવામાં આવે છે. ખાંડ માંથી કોઈ પોપોષક તત્વો મળતા નથી પરંતુ દેશી ગોળમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે જે શરીર માટે ખુબ જ આવશ્યક છે, માટે ખાવામાં કે રસોઈમાં દેશી ગોળનો જ ઉપયોગ કરવો જોઈએ. રોજે ખાંડ ખાવાની જગ્યાએ દેશી ગોળ ખાવાનો આ નિયમ જરૂર યાદ રાખો.
2. તેલ ઓછું અને ઘી વધુ ખાઓ: રસોઈમાં તેલ અને ઘી નો ઉપયોગ વધુ જોવા મળતો હોય છે. વધુ પડતા તેલ યુક્ત ખોરાક ખાવાથી કોલેસ્ટ્રોલ જેવા અનેક રોગો થવાનું જોખમ રહેતું હોય છે, ઘી આપણા શરીર માટે ખુબ જ લાભદાયક છે, ઘી ખાવાથી શરીરના ઘણા બધા રોગો દૂર થાય છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે ઘી ખાવાથી ચરબી વધે છે.
પરંતું ઘીનું સેવન વધુ કરવાથી ચરબી પર ઓગળવા ઉપરાંત શરીરમાં રહેલ હાનિકારક ઝેરી બેક્ટેરિયાનો નાશ પણ કરે છે. માટે તેલ યુક્ત ખોરાક વધુ ખાવા કરતા ઘી થી બનાવેલ વસ્તુનું સેવન વધુ કરવું કરવું જોઈએ જે શરીરને મજબૂત બનાવે છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ ને પણ કંટ્રોલ રાખે અને હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવે છે. માટે તેલ ઓછું અને ઘી વધુ ખાવાનો આ નિયમ જરૂર યાદ રાખો.
3. અનાજ ઓછું ખાઓ અને ફળો વધુ ખાઓ: રોજિંદા જીવનમાં અનાજ ખાવાનું ઓછું કરીને તેની જગ્યાએ રોજે કોઈ પણ એક સીઝનમાં મળી આવતા ફળનું સેવન કરવું જોઈએ, જે ધનૈઃ બધી બીમારીઓથી બચાવશે. બારેમાસ મળી આવતું ફળ સફરજન જેને રોજે ખાવાથી ડોક્ટર જોડે કોઈ દિવસ જવું પડતું નથી.
રોજે કોઈ પણ એક ફળ ખાવાથી શરીરને ભરપૂર ઉર્જા અને એનર્જી મળે છે. આ સાથે શરીરને જરૂરી પોષક તત્વોની ઉણપને દૂર કરે છે માટે અનાજ ઓછું અને રોજે એક ફળ ખાવાનો આ નિયમ યાદ રાખી અપનાવો.
4. આરામ ઓછો અને પરિશ્રમ વધુ કરવો: આરામ વધુ કરવાથી શરીરમાં અનેક પ્રકારના રોગો થઈ શકે છે પરંતુ જો તમે નિયમિત પાને વધુ પ્રમાણમાં પરિશ્રમ કરો છો તો શરીરમાં ખુબ જ પરસેવો નીકળશે જેથી શરીરનો વધારાનો બધો જ કચરો દૂર થશે જે શરીરને અનેક પ્રકારના રોગો થવાથી બચાવશે.
નિયમિત પણે કસરત, યોગા અને જોગિંગ કરવું જોઈએ. રોજે એક કલાક પરિશ્રમ કરવો જોઈએ જેની મદદથી શરીરમાં ખુબ જ પરસેવો નીકળશે અને જેના કારણે ડાયાબિટીસ જેવા ગંભીર રોગોથી બચાવશે. માટે આજીવન માટે સ્વસ્થ રહેવા માટે આરામ ઓછો કરી વધુ પરિશ્રમ કરવાનો આ નિયમ અપનાવો.
5. વહેલી સવારે ઉઠીને ચાલો: સવારે વહેલા ઉઠવું ઘણા લોકો માટે ખુબ જ મુશ્કેલ હોય છે પરંતુ સવારે વહેલા ઉઠીને ચાલવા જવાથી શરીરમાં રક્તપ્રવાહ યોગ્ય રહે છે જેના કારણે હૃદય સ્વસ્થ અને હેલ્ધી રહેશે. ચાલવાથી મગજની કાર્ય ક્ષમતામાં વધારો થાય છે,
જેમને બ્લડ પ્રેશહરની સમસ્યા હોય તેવા લોકોએ તો ફરજીયાત ચાલવું જોઈએ, જેથી બ્લડપ્રેશર કંટ્રોલમાં કરી શકાય, માટે આ નિયમને પણ રોજિંદા જીવનમાં અપનાવવા જોઈએ. જો તમે પણ આ નિયમોને ગાંઠ બાંધીને અપનાવી લેશો તો ક્યારેય દવાખાન જવું નહીં પડે.