આપણે બઘા જાણીએ જ છીએ કે ઋતુ બદલાવના કારણે આપણે બીમાર પડીએ છીએ. ઘણી બીમારી એવી થઈ છે કે જે ઘર કરી જાય છે. તે બીમારી દૂર કરવા માટે બહુ જ પ્રયત્નો કરવા છતાં પણ જતી નથી. ઘણા લોકોને જેમ કે સ્ત્રીઓ, યુવાનો, વૃદ્ધો માં સૌથી વઘારે સાંઘાના દુખાવા થતા હોય છે. જેથી તે ખુબ જ પરેશાન થઈ જાય છે.
સાંઘાનો દુખાવો કોઈ પણ ઉંમરે થઈ શકે છે. પરંતુ જયારે ઘરડા લોકોને થાય છે ત્યારે તેમને બહુ જ પરેશાની નો સામનો કરવો પડે છે. આપણે સાંઘાના દુખાવા માટે કેટલીક દવાઓ લઈએ અને માલિશ પણ કરાવીએ છીએ જેથી તમને રાહત મળી જાય છે.
જો તમે તમારા રોજિંદા આહારમાં ખાન-પાન નું ઘ્યાન રાખો તો તમને સાંઘાના દુખાવા થશે જ નહિ. માટે અમે આ આર્ટિકલમાં તમારા માટે એવી બાબતો જણાવીશું જેનો ઉપયોગ તમે તમારા જીવનમાં અપનાવશો તો તમે આસાનીથી સાંઘાના દુખાવામાં રાહત મેળવી શકશો.
શેક કરવો : જો તમને સાંઘાના દુખાવામાં રાહત મેળવવા માંગતા હોય તો તમે ગરમ કપડાથી શેક કરી શકો છો. ઘણી વખત ઋતુ બદલાતા અથવા શિયાળાની ઋતુમાં આ સમસ્યા ખુબ જ વઘારે થઈ શકે છે. માટે તમને જે સાંધાના માં દુખાવો થતો હોય ત્યાં શેક કરવાથી ઘણી રાહત થાય છે. અને બને ત્યાં સુધી શિયાળામાં ગરમ કપડાં પહેરવા જોઈએ. જેથી તમને જરૂર લાભ થઈ શકે છે.
એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર આહાર લેવો : સાંઘાના દુખાવામાં એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર આહાર લેવો ખુબ જ જરૂરી છે. જેમકે તમે ફળો, લીલા શાકભાજી, ઓલિવ તેલ, ડ્રાયફ્રુટ જેવા આહાર નો સમાવેશ કરવો જોઈએ. જો તમે માંસાહારી ખાતા હોય તો તમે માછલીનું સેવન કરી શકો છો. માછલીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ આવેલ હોય છે. તે તમારા સાંઘાના દુખાવામાં ઘણી રાહત આપી શકે છે.
શારીરિક ક્રિયા : જો તમારા સાંઘામાં દુખાવો થાય છે તો એવું બિલકુલ ના વિચારવું કે આપણે શારીરિક ક્રિયા ના કરી શકીયે. તમે વઘારે ચાલી પણ શકો છો. અને તમે કેટલીક કષરત કરી શકો જેથી તમે ફિટ અને હેલ્ધી રહી શકો. દરરોજ તમારા હાથ પગ ને હલન હલન ચલણ કરવું જરૂરી છે.
જેથી તમારા હાથ પગ જકડાઈ ના જાય. એવી કેટલીક કસરત છે જે કરવાથી તમે સાંઘાના દુખાવામાં રાહત મેળવી શકો છો. તેમ છતાં પણ તમે તમારા ફેમિલી ડોક્ટરની સલાહ લઈ શકો છો.
વિટામિન ડી અને કેલ્શિયમ : જો તમને સાંઘામાં દુખાવો થતો હોય તો તેનું મૂળ કારણ વિટામિન-ડી, અને કેલ્શિયમ ની ઉણપના કારણે થતો હોય છે. માટે તમારે કેલ્શિયમ થી ભરપૂર આહાર લેવો જોઈએ જેથી તમે તમારા હાડકા એકદમ મજબૂત ઘોડા જેવા બનાવી શકો.
જો તમે વિટામિન ડી ની ઉણપ પુરી કરવી હોય તો તમારે દરરોજ 30-40 મિનિટ તડકામાં બેસવું. જેથી તમારી વિટામિન ડી ની ઉણપ હંમેશા માટે દૂર થઈ જાય. તડકામાં બેસવાથી સાંઘાના દુખાવામાં ખુબ જ ઝડપથી રાહત મળશે.