શરીરમાં રહેલ હાનિકારક ઝેરી તત્વો અને બેક્ટેરિયાને દૂર કરવા માટે શરીરને ડીટોક્સિફાય કરવું ખુબ જ જરૂરી છે. આ માટે આપણે એવા કેટલાક હેલ્ધી પીણાં પીવા જોઈએ જેની મદદથી શરીરમાં રહેલ બધો જ કચરો દૂર થઈ જશે.
આજની ભાગદોડ ભરી જીવનશૈલીમાં રહેણીકરણી અને કેટલાક ભોજન ખાવાની ખરાબ તેવાના કારણે પાચનને લગતી સમસ્યાઓ થવાનું શરૂ થાય છે. ભોજન પચવામાં મુશ્કેલી થવા ના કારણે આપણું ડાયજેશન ધીમું થઈ જાય છે જેથી ખોરાક પચતો નથી. પરિણામે શરીરમાં તે ખોરાક સડવા લાગે છે.
પરિણામે શરીરમાં ઘણા બધા ઝેરી પદર્થો ઉત્પન્ન થતા હોય છે,જેના કારણે લીવર પર સૌથી વધુ અસર જોવા મળે છે. માટે આ ઝેરી પદર્થોને દૂર કરવા અને લીવરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે આ પીણાં ખુબ જ અસરકારક સાબિત થશે. આ પીણાં પીવાથી આપણા શરીરમાં અનેક રોગો સામે લડવાની શક્તિ મળશે. હવે શરીરમા રહેલા ઝેરી પદાર્થોને દૂર કરવા માટેના ડ્રિન્ક વિશે જાણીશું.
લીલા શાકભાજીનો જ્યુસ: આપણા શરીરને વધારે શક્તિ શાળી અને મજબૂત બનાવવા માટે લીલા શાકભાજી ખુબ જ ફાયદાકારક છે. લીલા શાકભાજીમાં પોષક તત્વો મ,મળી આવે છે જે શરીરમાં રહેલ બધો જ કચરો ખુબ જ આસાનીથી દૂર થઈ જાય છે. આ માટે આપણે કારેલા, પાલક. બ્રોકોલી જેવા લીલા શાકભાજીના જ્યૂસનું સેવન કરવું જોઈએ જે શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાને દૂર કરી લીવર અને શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરશે.
ગ્રીન-ટી: ગ્રીન-ટી માં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે. જે ફ્રી રેડિકલ્સ ટોક્સિન ને દૂર કરવાનું કામ કરે છે. ગ્રીન-ટી નું નિયમિત પાને સેવન કરવાથી ફેટ બર્ન થાય છે જેથી ચરબી ઓછી થઈ વજન ને કંટ્રોલમાં રાખે છે. લોહીમાં રહેલ અશુદ્ધિઓને દૂર કરી લોહીને શુદ્ધ કરે છે. ગ્રીન-ટી લીવરને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે.
સફરજન નો જ્યુસ: આપણે બીમાર પડીએ ત્યારે આપણે સૌથી પહેલા સફરજન ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ, કારણે સફરજન ખાવાથી આપણા શરીરમાં ખુબ જ ઝડપથી રોગપ્રતિકારક શક્તિ વધે છે જે અનેક રોગો સામે લડે છે. આ માટે શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાને દૂર કરવા અને લીવરને હેલ્ધી બનાવી રાખવા માટે સફરજન નો જ્યુસ ખુબ જ અસરકારક છે.
હળદરવાળું દૂધ : હળદર આપણા દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે જે સ્વાદ વધારવાની સાથે આરોગ્ય માટે ખુબ જ લાભદાયક છે. હળદરમાં ઘણા બધા ઔષધીય ગુણ મળી આવે છે જે સોજા ને દૂર કરવા, ખાંસી અને કફને દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
પરંતુ શરીરમાં રહેલ હાનિકારક ઝેરી પદર્થોને દૂર કરવામાં હળદરવાળું દૂધ સૌથી કારગર સાબિત જે શરીરનો બધો જ કચરો એક જ દિવસમાં દૂર કરે છે, આ ઉપરાંત હળદરવાળું દૂધ પીવાથી લોહીમાં રહેલ અશુદ્ધિઓ દૂર કરી લોહીને શુદ્ધ કરે છે. આ ઉપરાંત ફેફસા, આંતરડા, અને લીવરના સ્વાસ્થ્ય માટે હળદરવાળું દૂધ ખુબ જ ફાયદાકારક છે.
શરીરમાં રહેલ બધા જ કચરાને દૂર કરી શરીરને ડીટોક્સ કરવા આ પીણાં ખુબ જ અસરકારક સાબિત થશે. જે લીવર, ફેફસા, કિડની, હૃદય ને પણ સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરશે.