આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

અત્યારના સમયમાં સ્વસ્થ રહેવા માટે યોગ્ય વિટામિન યુક્ત આહારનું સેવન કરવું જોઈએ. જે શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. શરીરને હેલ્ધી રાખવા માટે દિવસની શરૂઆત એટલેકે સવારનો નાસ્તો વિટામિનથી ભરપૂર હોવો જોઈએ.

જેથી શરીરમાં આખો દિવસ એનર્જી અને સ્પૂર્તિ મળી રહે. માટે સવારનો નાસ્તો આપણા આરોગ્યને અનુકૂળ લેવાથી સ્વાસ્થ્ય ને અનેક લાભ પણ થાય છે. આ ઉપરાંત અનેક રોગથી બચાવવામાં મદદ પણ કરે છે.

દિવસની શરૂઆત હેલ્ધી આહારથી કરવામાં આવે તો શરીરમાં થાક અને નબળાઈ રહેતી નથી. માટે આજે અમે તમને જણાવીશું કે સવારના નાસ્તામાં શું ખાવું જોઈએ તેના વિશે જણાવીશું.

બદામનું સેવન ખાલી પેટ કરવું: સવારે ખાલી પેટ બદામનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ખુબ જ લાભ થાય છે. માટે દરરોજ રાત્રે પાંચ થી સાત બદામને પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી શરીરમાં ભરપૂર એનર્જી મળી રહે છે.

બદામમાં ફાયબર, પ્રોટીન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, વિટામિન,ઓમેગા-3 ફેટી એસિડ જેવા મહત્વ પૂર્ણ વિટામિન નો સ્ત્રોત મળી આવે છે. માટે નિયમિત બદામનું સેવન કરવું આપણા આરોગ્ય માટે ફાયદાકારક છે. બદામનું સેવન ઓછી માત્રામાં કરવાથી તેના ફાયદા વધુ જોવા મળશે.

કેળા અને દૂઘ: દૂઘ અને કેળામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. માટે એક ગ્લાસ દૂઘ માં કેળાના નાના પીસ કરીને દૂઘ માં નાખીને પીવાથી શરીરમાં થાક નબળાઈ દૂર કરે છે. આ ઉપરાંત હાડકાને મજબૂત કરે છે.

આ ઉપરાંત સાંઘાના દુખાવામાં પણ રાહત મેળવામાં મદદ કરે છે. દૂધ અને કેળાનું સાથે સેવન કરવાથી શારીરિક કમજોરી દૂર થાય છે. આ ઉપરાંત તેના અનેક સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. દૂધ અને કેળા વિટામિનથી ભરપૂર છે. માટે તેનું સેવન સવારે નાસ્તામાં કરવું ઘણું લાભદાયક સાબિત થશે.

ઓટમીલ અને ફળ: ઓટમીલમાં ભરપૂર માત્રામાં વિટામિન મળી આવે છે. માટે તેમાં ફળ મિક્સ કરીને સેવન કરવાથી તેના ફાયદા ખુબ જ વઘી જાય છે. માટે ઓટમીલ અને ફળનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ, પોટેશિયમ, ફોલેટ, વિટામિન-સી, કેલ્શિયમ વગેરે મળી આવે છે.

ઈંડાનું સેવન: ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન મળી આવે છે. માટે દરરોજ સવારે ઉઠીને ઈંડાનું સેવન કરવાથી શરીરમાં ભરપૂર એનર્જી મળી રહે છે. આ ઉપરાંત ઈંડાનું સેવન કરવાથી તાકાત મળી રહે છે. આ ઉપરાંત દરરોજ એક ઈંડાનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *