સારો ખાવાથી જ આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. જો તમે તમારા આહારમાં કોઈપણ પ્રકારની બેદરકારી કરો છો તો અનેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. આજની દોડભાગવાળી જિંદગીમાં ભારતીય મહિલાઓને આહારમાં ગડબડીને કારણે પાછળના ઘણા વર્ષોથી વિવિધ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી રહ્યું છે.
જંક ફૂડ સાથેની આદત અને હેલ્ધી આહારથી દૂર રહેવાથી મહિલાઓમાં મોટાપાની સમસ્યા વધી રહી છે, જે આગળ જતા ઘણી ગંભીર બીમારીઓનું મુખ્ય કારણ માનવામાં આવે છે. દર વર્ષે 8 માર્ચે મહિલાઓ માટે ‘વિશ્વ મહિલા દિવસ’ ઉજવવામાં આવે છે.
તો આજે આ લેખમાં મહિલા દિવસે અમે મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વિશે જણાવી રહયા છીએ. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મુજબ ભારતીય પુરૂષોની સરખામણીએ મહિલાઓને વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો વધુ પડતો હોવાથી તેમણે આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
ભારતીય મહિલાઓમાં લોહીની ઉણપ એક સામાન્ય છે જે ખોરાકમાં વિટામિન્સ અને ફોલેટના અભાવને કારણે હોય છે. તો ચાલો જાણીયે કે મહિલાઓએ સારું સ્વાસ્થ્ય મેળવવા માટે તેમના રોજિંદા આહારમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.
લીલા પાંદડાવાળા શાકભાજી : આહાર વિશેષજ્ઞો જણાવ્યા મુજબ દરેક મહિલાઓએ તેમના દૈનિક આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરવો જ જોઇએ કારણ કે આયર્ન અને વિટામિન્સથી ભરપૂર પાલક જેવી લીલાં પાંદડાંવાળી શાકભાજી અને સાગ શરીરને અનેક ફાયદાઓ પ્રદાન કરી શકે છે.
પાંદડાવાળા ગ્રીન્સમાં મેગ્નેશિયમ, વિટામિન-કે અને સી અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે જે તમારા હાડકાંની તંદુરસ્તી જાળવવામાં તમને મદદ કરે છે. મહિલાઓમાં એનિમિયા એટલે કે લોહીની ઉણપની સમસ્યા એકદમ સામાન્ય છે તો તેનાથી બચવા માટે પાલકનું સેવન અવશ્ય કરો
દૂધ અને ડેરી પ્રોડક્ટ : મહિલાઓની જેમ જેમ ઉમર વધે છે તેની સાથે સાથે હાડકાની કમજોરી અને બીજી કેલ્શિયમ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે, જેમ કે સંધિવાનું જોખમ વધારે હોય છે. આને રોકવા માટે તમે દરરોજ દૂધ અને બીજી ડેરી પ્રોડક્ટ્નું સેવન યાદ કરીને કરો.
તે કેલ્શિયમ, વિટામિન B-12, પોટેશિયમ અને રિબોફ્લેવિનથી ભરપૂર માત્રામાં હોય છે જે તમારા હાડકાં, દાંત અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દહીંમાં હાજર ‘પ્રોબાયોટીક્સ’ ખોરાકના સારી રીતે પચવામાં મદદ કરે છે અને શરીરની બળતરા ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. પનીરનું સેવન કરવાથી પ્રોટીનની જરૂરિયાત પૂરી કરી શકાય છે.
નટ્સ ખાવા : દરેક મહિલાઓએ સારા સ્વાસ્થ્ય માટે તમારા આહારમાં નટ્સનો સમાવેશ કરવો જ જોઈએ. ડ્રાયફ્રુટ વિટામિન્સ, મિનરલ્સ અને તંદુરસ્ત ચરબીના પાવરહાઉસ તરીકે જાણીતા છે. તેઓ તમારા હાડકાં માટે સારા છે અને તમારી કમજોર યાદશક્તિને પણ તેજ બનાવે છે.
જ્યારે બદામ જેવા મેગ્નેશિયમથી ભરપૂર હાડકાને મજબૂત કરતા ખનિજોથી ભરેલા હોય છે અને જયારે અખરોટમાં ઓમેગા-3 ફેટ સારી માત્રામાં હોય છે. દરરોજ મુઠ્ઠીભર નટ્સ ખાવાથી એકંદર તમારા આરોગ્યના સુધારવામાં મદદ મળી શકે છે.
જો તમને આ માહિતી ગમી હોય તો, આવી જ માહિતી જો તમને વાંચવાની ગમતી હોય તો તમે ગુજરાતફિટનેસ સાથે જોડાયેલા રહો, અહીંયા તમને યોગા, હેલ્થ સબંધિત માહિતી મળતી રહેશે.