આજે આપણે જોઈશું જે આખો દિવસ થાક લાગે છે, થાક સુસ્તી અને કમજોરી અનુભવે છે, આખો દિવસ ગમતું નથી અને શરીરમાં દુખાવો થયા કરે છે તેના માટે ખુબજ આસાન અને એવું સરળ ઉપાય જણાવીશું જે ઉપાય માત્ર ત્રણ દિવસ કરવાથી તમારા શરીરમાં સારા પરિણામો જોવા મળશે.
આ ઉપાય કરવામાં પણ સરળ છે અને તેમાં વપરાતી વસ્તુઓ પણ ઘરેજ સરળતાથી મળી રહે છે. આ વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરવો અને ક્યારે કરવો તે પણ જાણવું જરૂરી છે. તો ચાલો જાણીએ સરળ ઉપાય વિષે.
આ ઉપાય માટે સૌથી પહેલા તમારે એક ગ્લાસ દૂધ લેવાનું છે, 15 થી 20 દાણા કિસમિસ ના લેવાના છે, 3 થી 4 અખરોટ લેવાની છે અને 3 થી 4 પેશી ખજૂરની લેવાની છે. જો ખજૂર ન હોય તો તમે ખારેક નો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે ખારેક નો ઉપયોગ કરો છો તો તેને રાત્રે પલાળી રાખવાની છે.
આ ત્રણેય વસ્તુને દૂધમાં તમારે સવારે નાસ્તામાં લેવાનું છે. હવે જાણીએ આને બનાવવું કેવી રીતે: સૌથી પહેલા એક ગ્લાસ દૂધમાં તમારે 15 થી 20 દાણા કિસમીસના દાણા એડ કરવાના છે. તેમાં અખરોટના નાના નાના ટુકડા અને ખજૂરના કે ખારેકના જે તમે લો છો તેના નાના નાના ટુકડા કરી દૂધમાં મિક્સ કરો.
દૂધમાં ત્રયેણ વસ્તુને નાખીને 5 થી 7 મિનિટ માટે ધીરે ધીરે ઉકળવા દો. ત્યારબાદ તેને થોડું ઠંડુ થવા દઈ તેનું સેવન કરો. સવારે તમે તેને નાસ્તામાં લઇ શકો છો. ત્રણથી ચાર દિવસ સુધી આ સરળ ઘરેલુ ઉપાય કરવાથી તમારા શરીરમાં જે તમેં નબળાઈ અનુભવો છો, વારંવાર થાક લાગે છે, શરીરમાં હીમોગ્લોબિનની ઉણપ હોય કે ડાયઝેશન સિસ્ટમ નબળી હોય તો તે પણ મજબૂત થઇ જશે
જે લોકો સ્વાસ્થ્ય છે અને આ ઉપાય દરરોજ કરે છે તો તેમના શરીરમાં કોઈ દિવસ નબળાઈ આવતી નથી અને શરીરમાં લોહીની ઉણપ પણ થતી નથી. જે લોકોની પાચન શક્તિ નબળી હોવાને કારણે જે પેટની સમસ્યાઓ થાય છે તે પણ દૂર થઇ શકે છે.