જો ત્વચા ચમકદાર, કોમળ અને ડાઘ-મુક્ત હોય તો કોઈપણ વ્યક્તિ આકર્ષક બને છે અને સામાન્ય દેખાતો માણસ વખાણ કર્યા વગર રહી શકતો નથી કે તમે તમારી આસપાસ જોયું હશે. તમે પણ તમારી ત્વચાને સુંદર રાખવા માટે ઘણા બધા ઉપાયો કરતા હશો અને અત્યાર સુધી ઘણા ઉપાયો કર્યા પણ હશે.
દરેક વ્યક્તિ માટે ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ અને જરૂરી છે. જો તમારી ત્વચા સુંદર અને ચમકદાર હશે તો તમે પણ આકર્ષક દેખાઈ શકો છો. અત્યાર સુધી તમે ત્વચાને યુવાન રાખવા માટે ઘણું કર્યું હશે, પરંતુ કેટલાક આસાન ઘરેલું ઉપચાર કરીને તમે ત્વચાને ડાઘા વિનાની, આકર્ષક અને યુવાન મેળવી શકો છો આ સાથે તમે લાબું આયુષ્ય પણ મેળવી શકો છો.
હવે તમને જણાવીએ ત્વચાને યુવાન રાખવાની રીતો: બીટરૂટ: બીટરૂટમાં બીટાકેનિન નામનું એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. આ સિવાય તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. જે લોકોમાં કેલ્શિયમ ની ઉણપ છે તેવા લોકોએ બીટના જ્યુસ નું સેવન કરવાથી કેલ્શિયમ ની કમી દૂર થાય છે અને હાડકા મજબૂત થાય છે.
મશરૂમ: મશરૂમ ખાવાથી પણ તમારી ત્વચા વધુ દિવસો સુધી યુવાન રહે છે. મશરૂમમાં પ્રોટીનની માત્રા વધારે હોવા ઉપરાંત તેમાં વિટામિન-ઈ, સેલેનિયમ પણ મળી આવે છે, જે હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપે છે અને ત્વચાને સ્વસ્થ પણ બનાવે છે.
કોળુ: જો તમે લાંબા સમય સુધી યુવાન દેખાવા માંગતા હોવ તો કોળું જરૂરથી ખાઓ. તમને જણાવીએ કે કોળામાં બીટા કેરોટીન, વિટામિન એ, સી અને ઇ ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને કરચલીઓથી બચાવે છે અને તમને યુવાન બનાવી રાખવામાં મદદ કરે છે.
ચણા: ચણામાં હાજર પ્રોટીન તમારી ત્વચા અને વાળને સ્વસ્થ રાખે છે. જે વ્યક્તિ માં હિમોગ્લોબીન ની ઉણપ હોય તેઓએ પલાળેલા ચણા ખાસ ખાવા જોઈએ કારણ કે પલાળેલા ચણા માં આયરન ભરપૂર માત્રા માં હોય છે. તમને જણાવીએ કે ચણા ની તાસીર ઠંડી હોય છે એટલા માટે ચણાને ઉનાળા માં ખાવાની સલાહ આપવામાં આવે છે.
કીવી: કીવીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી હોય છે. દરરોજ તેનું સેવન કરવાથી તમારી ત્વચા યુવાન રહેશે. કીવી એન્ટી ઓક્સીડેન્ટ થી ભરપૂર અને સેરોટોનીન નામનું એક રસાયણ હોય છે જે ઊંઘ ના આવવી, ડીપ્રેશનમાં રહેવું એવી બીમારીઓથી છુટકાળો આપે છે.
ચોકલેટ : દરરોજ થોડી માત્રામાં ચોકલેટ ખાવાથી ત્વચા યુવાન રહે છે. ચોકલેટ ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી પણ બચાવે છે. ચોકલેટમાં કોકો ફ્લેવનોલ હોય છે, જે વધતી ઉંમરની અસરને થોડા અંશે રોકવામાં મદદ કરે છે. જે વ્યક્તિ રોજ ડાર્ક ચોકલેટના એક ટુકડાનું સેવન કરે છે તેની સ્કીન ગ્લો કરે છે.