હૃદય રોગની સમસ્યા વૃદ્ધાવસ્થા દરમિયાન જોવા મળતી હોય છે. પરંતુ જેમ સમય બદલાતો ગયો તેમ જીવનશૈલી પણ બદલાઈ ગઈ, તેવામાં આપણી કેટલીક આદતો અને આહારમાં લેવામાં કેટલીક બેદરકારી હોવાના કારણે નાની ઉંમરના વ્યક્તિ પણ હૃદય રોગના ગંભીર બીમારીના શિકાર બની જાય છે.

હૃદય રોગની બીમારી એક એવી બીમારી છે જેમાં ખુબ જ ગંભીરતાથી કાળજી લેવી ખુબ જ જરૂરી છે, જો સમય સર કાળજી લેવામાં ના આવે તો હાર્ટ અટેક થવાનું જોખમ ખુબ જ વધી જાય છે જેમાં જલ્દી સારવાર ના મળવાના કારણે વ્યક્તિ મુત્યુ પણ થઈ શકે છે.

જયારે લોહીના પ્રવાહમાં અવરોધ ઉભો થાય છે ત્યારે હાર્ટ અટેક આવે છે. લોહીમાં અવરોઘ ચરબી અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વઘવાના કારણોથી આવતો હોય છે તેમાં રહેલ પદાર્થો ધમનીઓ માં ભેગા થવાનું શરુ કરે છે જે લોહીના પ્રવાહને રોકે છે જેના કારણે હૃદયના સ્નાયુઓને ઘણું નુકસાન પહોંચાડે છે.

જેથી હૃદય રોગનો હુમલો આવી શકે છે, આપણા શરીરમાં હાર્ટ અટેક આવે તે પહેલા ઘણા બઘા સંકેતો જોવા મળતા હોય છે. જે સંકેતોને સમય સર પારખી લેવામાં આવે તો હાર્ટ અટેક ના જોખમ થી બચી શકાય છે.

માટે આજે અમે તમને હાર્ટ અટેક આવે તે પહેલા કેવા લક્ષણો શરીરમાં દેખાય છે તેના વિષે જણાવીશું, જેથી હાર્ટ એટેકથી થતા ગંભીર નુકસાન થી સ્વાસ્થ્યને બચાવી શકાય છે. તો ચાલો જાણીએ લક્ષણો વિષે.

છાતીમાં પીડા થવી: હાર્ટ એટેક આવે તે પહેલા છાતીમાં પીડા થવી એ સામાન્ય લક્ષણ છે, જેમાં છાતીમાં દબાણ રહેતું હોય, છાતીમાં ખેંચાણ આવે છે જે હાર્ટઅટેક આવતા પહેલા નિશાનીઓ આપે છે. આવી સમસ્યા માં ડાબી બાજુએ જોવા મળતી હોય છે, જેમાં આ અસહ્ય દુખાવો રહેવો હોય છે. જેના કારણે આપણે છાતીમાં અસ્વસ્થ હોય તેવું લાગે છે.

શરીરના અન્ય ભાગ પર અસર દેખાય: હાર્ટ અટેકની સ્થતિમાં છાતી સિવાય પણ શરીરના ઘણા અંગોમાં જોવા મળે છે, જેના પર ઘ્યાન એવું પણ ખુબ જરૂરી છે. પીઠ, ગરદન, જડબામાં દુખાવો, બને હાથમાં દુખાવો થવો પણ હૃદયને લગતી બીમારીબી એક નિશાની બતાવે છે. જેને અવગણવી જોઈએ નહીં. જો આ સમસ્યાને અવગણવામાં આવે તો જીવન જોખમમાં મુકાઈ શકે છે.

શ્વાસ લેવામાં તકલીફ: હૃદયરોગની સમસ્યા માં શ્વાસની સમસ્યા થવી એક સામાન્ય સમસ્યા છે, જો તમે છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવો છો તો તેને નજરઅંદાજ ના કરો, આવી સ્થિતિમાં હાર્ટને લગતી સમસ્યા પણ થઈ શકે છે.

જો તમને આ લક્ષણો દેખાય તો બિલકુલ અવગણશો નહીં. આવી સમસ્યાઓ હાર્ટ એટેક આવવાની નિશાની હોઈ શકે છે. જો તમને આ સમસ્યા જણાય તો તાત્કાલિક નિષ્ણાતની સલાહ લો, જેથી હાર્ટ એટેકના સંભવિત જોખમને ઝડપથી અટકાવી શકાય.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *