આ લેખમાં આપણે હાર્ટ એટેક વિષે વાત કરીશું. હાર્ટ એટેક એ આજના સમયની ખુબજ ગંભીર બીમારી કહી શકાય છે કારણે આ હાર્ટ એટેકની સમસ્યામાં માણસને પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવી શકે છે. અજાણી આપણી નબળી જીવનશૈલી, ખરાબ ખાવાની આદતો અને તણાવ લોકોને નાની ઉંમરમાં જ હૃદયની બીમારીઓનો શિકાર બનાવે છે.

હમણાં થોડા સમય પહેલા જ મહાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્નનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. હાર્ટ એટેક એક એવી સમસ્યા છે જેના કારણે શરીરની નસોમાં લોહીનો પ્રવાહ સરખી રીતે વહેતો નથી અને લોહી ગંઠાઈ જવાની સમસ્યા થાય છે જેને ક્લોટીંગ પણ કહેવાય છે. લોહી ગંઠાઈ જવાથી હૃદય સુધી લોહી પહોંચવું મુશ્કેલ બને છે. હાર્ટ એટેક એ હૃદયને ઓક્સિજનના ઓછા પુરવઠાને કારણે થતો રોગ છે.

હાર્ટ એટેકના લક્ષણો: છાતીમાં અગવડતા અથવા દુખાવો, છાતીમાં જકડવું. આ સિવાય ગરદન, જડબા કે પીઠમાં દુખાવો થવો, ઠંડો પરસેવો, ઉબકા, શ્વાસ લેવામાં તકલીફ અને થાક. જો તમને આમાંના કોઈપણ લક્ષણો દેખાય છે, તો પછી તમારા હૃદયથી જાગરિત થવું જરૂરી છે. જો તમે જીવનશૈલીને ઠીક કરો છો, તો તમે હાર્ટ એટેકથી બચી શકો છો.

નાની ઉંમરે હાર્ટ એટેકના કારણો: અમેરિકન હાર્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાવાની આદતો નાની ઉંમરે લોકોને હૃદયની બીમારીઓનું જોખમ બનાવે છે. યુવાનોમાં હૃદયરોગ અને હાર્ટ એટેકના મુખ્ય કારણ ધૂમ્રપાન માનવામાં આવે છે. ચાલો જાણીએ નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાના કારણો શું હોઈ શકે છે.

નશીલા પદાર્થોનું સેવન: હૃદયના રોગોનું સૌથી મોટું કારણ નશીલા પદાર્થોનો ઉપયોગ છે. વધુ પડતો દારૂ પીવાથી કે બીજા નશીલા પદાર્થો લેવાથી બ્લડપ્રેશર વધે છે. બીપી વધવાની સીધી અસર લોહીની ધમનીઓ પર પડે છે, જેના કારણે હૃદય પમ્પ કરવાનું શરુ કરી દે છે, જેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.

મસાલેદાર અને ઓઈલી ખોરાકનું સેવન: આજે આપણે જીભના સ્વાદના મોહતાજ બનતા જઈ રહ્યા છીએ. સ્વાદની સામે આપણે સ્વાસ્થ્યને અજર અંદાજ કરવા લાગ્યા છીએ. જેની અસર હૃદયના સ્વાસ્થ્યને બગાડી રહી છે. આહારમાં તળેલી અને મસાલેદાર વસ્તુઓ આપણા સ્વાસ્થ્યને બગાડે છે. આ ખોરાક શરીરમાં કેલરીની માત્રામાં વધારો કરે છે અને હૃદયની તંદુરસ્તી બગાડે છે.

તણાવ હૃદયના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે: આજે બાળકોથી લઈને વડીલો અને વૃદ્ધો સુધી દરેકમાં તણાવ હાવી છે, જેની સીધી અસર હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. જો તમારે હૃદયને સ્વસ્થ રાખવું હોય તો તણાવથી દૂર રહો.

સ્થૂળતા હાર્ટ એટેકનું કારણ બને છેઃ સ્થૂળતા વધવાથી હાર્ટ એટેક પણ આવે છે. શરીરમાં વધારાની ચરબી નસોની બાજુઓ પર જમા થવા લાગે છે, જેના કારણે નસો સાંકડી થવા લાગે છે. જેના કારણે નસોમાં લોહીનો પ્રવાહ સરખી રીતે થતો નથી, જેના કારણે લોહી ગંઠાઈ જવાનો ખતરો રહે છે. અને આ સ્થિતિ હાર્ટ એટેકનું કારણ બને છે.

મેટાબોલિક સિન્ડ્રોમ પણ હાર્ટ એટેકનું કારણ બને છે: મેટાબોલિક સિન્ડ્રોમ એટલે કે જ્યારે વ્યક્તિ સતત મેદસ્વિતા, હાઈ બ્લડ પ્રેશર અથવા સુગર સાથે ઝઝૂમી રહી હોય, તો આવી સ્થિતિને મેટાબોલિક સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે જે હાર્ટ એટેકના જોખમ માટે જવાબદાર છે.

હાર્ટ એટેકથી બચવા શું કરવું: જો તમે કેટલાક આસનો અને પ્રાણાયામ અપનાવો છો તો હાર્ટ એટેકની શક્યતા ઘણી ઘટી જાય છે. જો કોઈ હૃદય રોગથી પીડિત વ્યકિત દરરોજ યોગ કરવાનું શરૂ કરે છે, તો તેના હૃદય રોગનું જોખમ 80 થી 90% જેટલું ઓછું થઈ જાય છે.

આ માટે ધનુરાસન, તાડાસન, વજ્રાસન, સૂર્ય નમસ્કાર જેવા આસનો અપનાવવા જોઈએ. આ ઉપરાંત અનુલોમ વિલોમ, ચંદ્રભેદન, ભ્રામરી પ્રાણાયામ ખૂબ જ ફાયદાકારક છે.

આ લેખમાં અમે તમને હાર્ટ એટેક ના લક્ષણો, મુખ્ય કારણો અને તેનાથી બચવાના ઉપાયો વિષે માહિતી આપી. જો તમને આ માહિતી જીવન ઉપયોગી જણાઈ હોય તો મિત્રોને આગળ મોકલો અને આવીજ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *