હેડકી આવવી એ ઓડકાર કે છીંક આવતી હોય એમ સામાન્ય બાબત છે. હેડકી આવે એટલે ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાથી હેડકી આપોઆપ થોડા સમય પછી બંધ થઇ જતી હોય છે. પરંતુ ઘણી વાર હેડકી બંધ થવાનું નામ જ નથી લેતી ત્યારે આપણા માટે તે એક પરેશાની બની જતી હોય છે.

ઘણીં વાર તમારી સાથે એવું થતું હશે કે દિવસમાં 5 થી 7 વખત હેડકી આવતી હોય છે. જયારે પણ તમે નાનામાં નાની વસ્તુ મોઢામાં નાખો ત્યારે તરત જ હેડકી આવવાનું શરુ થઇ જતું હોય છે. તો આજે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જે ઉપાય કરીને તમે હેડકીને 1 જ મિનિટમાં બંધ કરી શકો છો.

1) જયારે પણ હેડકી આવવાની શરુ થાય ત્યારે તરત જ શ્વાસ રોકીને એક સાથે 10 થી 12 ઘૂંટડા પાણી પી લેવું.  2) હેડકી આવે એટલે તરત આઇસક્યૂબને મોઢામાં રાખીને ચૂસવા લાગો અથવા તો થોડું ઠંડું પાણી પી લો.

3) જો હેડકી પાણી પીવાથી પણ બંધ ન થાય તો તજનો એક ટુકડો મોઢામાં રાખી ચૂસવા લાગો. તરત જ હેડકી બંધ થઇ જશે. 4) જો તમારે પાણી તજ નો પ્રયોગ ન કરવો હોય તો લાંબા શ્વાસ લેવાનું ચાલુ કરી દો, એક લાંબો શ્વાસ લઇને બને તેટલો તેને રોકી અને પછી તેને બહાર કાઢો. આ પ્રક્રિયા જ્યાં સુધી હેડકી બંધ ન થાય ત્યાં સુધી કરો.

5) જો હેડકી વારંવાર આવે અને બંધ ન થતી હોય તો પેપરબેગમાં માથું રાખીને શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો, તેનાથી તે નોર્મલ થઇ ને બંધ થઇ જશે. 6) જો તમે ઉપર જણાવ્યા માંથી કોઈ પ્રયોગ નથી કરવા માંગતા તો લસણ અને કાંદાનો રસ સૂંઘો. તમને તરત જ આરામ મળશે.

7) રસોડામાં રહેલા મારી પાઉડરને મધમાં મિક્સ કરીને ચાટવાથી પણ હેડકીમાં રાહત થશે ઝડપથી હેડકી બંધ થઇ જશે. 8) ચોકલેટ કે પીપરમીંટને મોઢામાં રહેલી જીભ નીચે મૂકીને ધીરેધીરે ચૂસવાથી હેડકીમાં રાહત મળે છે.

9) હેડકી આવે ત્યારે જમીન ઉપર સૂઇને ઢીંચણને છાતી સુધી ખેંચો, આમ કરવાથી ડાયાફ્રામની ગડબડમાં સારું થઇ જશે અને હેડકી બંધ થઇ જશે.

અહીંયા જણાવેલ ઉપાય કરવાથી પણ જો તમને હેડકી બંધ ન થાય તો થોડો પણ સમય બર્બાદ કર્યા વગર તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરની મુલાકાત લો જેથી તમને તરત આરામ થઇ જશે.

ઘણી વાર એવું બનતું હોય છે કે ગેસ, હાઇટસ ર્હિનયા, પેટનો સોજો વગેરેને કારણે પણ હેડકી આવતી હોય છે. મેટાબોલિઝમ ઘટવાને કારણે પણ આ સમસ્યા સર્જાતી હોય છે, પરંતુ વધારે પ્રમાણમાં આ સમસ્યા સતાવતી હોય તો તેનું નિદાન કરાવવું જરૂરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *