આપણા શરીરના બધા અંગો જો સારી રીતે કામ કરે તો આપણે સ્વસ્થ્ય અને હેલ્ધી જીવન જીવી શકીએ છી. આજે આપણે પગ વિષે વાત કરવાના છીએ. આપણા પગ આપણા શરીરનું બધું વજન સહન કરે છે. આપણે સવારથી સાંજ સુધી આપણા પગની મદદથી દિવસનું કામ પૂરું કરીએ છીએ.

જો આપણે શરીરના આ આવશ્યક અંગનો આટલો બધો ઉપયોગ કરીએ તો તેમાં દુખાવો અને પરેશાની થવી પણ એક સામાન્ય બાબત છે. કેટલાક લોકોને વધુ પડતી હલનચલન અને થાકને કારણે પગ અને ઘૂંટીમાં દુખાવો થાય છે, જ્યારે કેટલાક લોકોના શરીરમાં જરૂરી વિટામિન ડીની ઉણપના કારણે પણ દુખાવો થતો હોય છે.

કેટલાક લોકો પગની ઘૂંટીઓમાં દુખાવોથી સૌથી વધુ પરેશાન હોય છે. એડીનો દુખાવો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે થઈ શકે છે. સામાન્ય રીતે એડીનો દુખાવો પ્લાન્ટર ફાસીટીસને કારણે થાય છે. પ્લાન્ટર ફાસીટીસ પગની એક સામાન્ય સમસ્યા છે જેનાથી બંને એડીમાં પીડાનું કારણ બને છે. પ્લાન્ટર ફાસીટીસ માં દુખાવો ખાસ કરીને વધુ ચાલવાથી અને દોડતી વખતે અંદર અને કમાનની નીચે પીડા અનુભવાય છે.

જો તમે એડીના દુખાવાથી પરેશાન છો અને તમારા રોજિંદા જીવનમાં કોઈ અડચણ ન ઈચ્છતા હોવ તો તમે આ દુખાવાથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરગથ્થુ અને અસરકારક ઉપાયોનો ઉપયોગ કરી શકો છો. આ ઘરગથ્થુ ઉપચાર દુખાવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તો ચાલો જાણીએ એડીના દુખાવાથી કેવી રીતે રાહત મેળવી શકાય.

લવંડર તેલથી એડીની માલિશ: તમને જણાવીએ કે 2015ના અભ્યાસ મુજબ, લવંડર તેલમાં બળતરા વિરોધી ગુણધર્મો છે જે બળતરાને કારણે થતી પીડા માટે અસરકારક સારવાર બનાવે છે. આ તેલનો ઉપયોગ કરવા માટે લવંડર તેલમાં ઓલિવ અથવા નાળિયેર તેલના એક અથવા બે ટીપાં ઉમેરીને પાતળું કરો અને પછી તેની સાથે એડી (હિલ્સ) પર માલિશ કરો.

હળદરવાળા દૂધનું સેવન: હળદરનું સેવન કરવાથી એડીના દુખાવામાં રાહત મળે છે. આ દૂધ બળતરા વિરોધી ગુણોથી ભરપૂર હોય છે જે શરીરમાં બળતરા અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. જો તમે પગની ઘૂંટીઓમાં દુખાવાથી પરેશાન છો તો દૂધ સાથે હળદરનું સેવન કરો. હળદરવાળું દૂધ પીડા અને બળતરામાં રાહત આપે છે.

પગની ઘૂંટીઓ પર બરફ ઘસો: જો તમે પગની ઘૂંટીના દુખાવાથી પરેશાન છો તો પગની ઘૂંટીઓ પર બરફ વડે માલીસ કરો. દિવસમાં ત્રણથી ચાર વખત પગની ઘૂંટીઓને બરફથી માલીસ અથવા તો શેકાઈ કરવાથી દુખાવામાં રાહત મળે છે. આ ઉપાય કરવા માટે એક ટુવાલમાં બરફનો ટુકડો લપેટી અને પીડાદાયક જગ્યા પર માલિશ કરો, પીડામાં રાહત મળશે.

સિંધવ મીઠુંથી પગની શેકાઈ કરો: જો તમે પગની ઘૂંટી કે પગના દુખાવાથી પરેશાન છો તો પગને સિંધવ મીઠાથી કોમ્પ્રેસ કરો. આ ઉપાય માટે એક ટબમાં થોડું હૂંફાળું પાણી લો અને તેમાં 2-3 ચમચી સિંધવ મીઠું નાખો અને થોડા સમય માટે તે પાણીમાં પગને રહેવા દો. મીઠાનું પાણી એડીના દુખાવા અને સોજામાં રાહત આપશે.

લવિંગનું તેલ લગાવોઃ એડીના દુખાવામાં રાહત આપવામાં લવિંગનું તેલ ખૂબ જ અસરકારક છે. લવિંગના તેલથી પગની ઘૂંટીઓમાં હળવા હાથે માલિશ કરો. થોડા સમય માટે આ તેલની માલીસ કરવાથી તમને દુખાવામાં ઝડપથી રાહત મળશે. જો તમે રાત્રે સૂતા પહેલા આ તેલથી માલિશ કરશો તો તમને વધુ ફાયદો થશે.

જો તમે પણ પગની એડી અને ઘૂંટણના દુખાવાથી પરેશાન થઇ ગયા છો તો અહીંયા જણાવેલ ઘરઘથ્થુ ઉપચાર અપનાવીને તમે પણ એડી અને ઘૂંટણના દુખાવાથી રાહત મેળવી શકો છો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવો અને આવીજ માહિતી વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *