દરેક રસોઈ ઘરમાં હિંગ નો ઉપયોગ થતો જ આવ્યો છે, હિંગ શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, હિંગનો ઉપયોગ કરવાથી ઘણા બધા રોગો ની સમસ્યા દૂર થાય છે, હિંગ આયુર્વેદિક ઔષઘીય ગુણો થી ભરપૂર છે.
હિંગમાં ગંભીર અને ભયંકર રોગોને મૂળમાંથી દૂર કરવામાં ખુબ જ અસરકારક છે, આ માટે આજે અમે તમને હિંગ ખાવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું, તો ચાલો હિંગ ખાવાના ફાયદા વિષે જાણીએ.
તમને જણાવી દઉં કે હિંગનો ઉપયોગ કરીને હૃદય રોગ, છાતીમાં દુખાવા, કબજિયાત, પેટના રોગો, શરીરમાં વધી ગયેલ કીટાણુઓ નો નાશ કરવા, વજન નિયત્રંણમાં કરવા જેવી ઘણી બધી તકલીફમાં રાહત મેળવી શકાય છે.
હિંગનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે, હિંગને નિયમિત પાને રસોઈમાં ઉપયોગ કરીને ખાવામાં આવે તો વધી ગયેલ વાયુને દૂર કરે છે અને વાયુના પ્રકોપને શાંત કરે છે, જે હાડકાના દુખાવા, પેટના દુખાવા, માનસિક થાક વગેરેમાં રાહત આપે છે.
કાનમાં થઈ ગયેલ અવારનવાર દુખાવામાં રાહત મેળવવા માટે ઓલિવ ઓઈલમાં હિંગ મિક્સ કરીને કાનમાં માત્ર બે ટીપા નાખવાના છે જેથી કાનમાં થતા દુખાવામાં રાહત મળશે. આ સિવાય અંજીરમાં હિંગ ચોપરીને ખાવાથી કમળો મટે છે.
ગળામાં, ફેફસામાં અથવા છાતીમાં કફ જામી ગયો હોય તો હૂંફાળા પાણીમાં હિંગ નાખીને પીવાથી જામી ગાયેક કફ દૂર થાય છે, આ ઉપરાંત કયાંક બહાર ગયા હોય અને ઉલ્ટી કે ચક્કર આવ્યા હોય તો હિંગને ચાટી જવાથી ઉલ્ટી અને ચક્કર આવતા બંધ થાય છે.
હિંગ ની ગોળીઓ બનાવીને ખાવાથી વારે વારે થતો માથાનો દુખાવો દૂર થાય છે, આ ઉપરાંત હિંગની પેસ્ટ બનાવી કપારમાં લગાવી રાખવાથી માહાનો થતો સામાન્ય દુખાવો મટી જાય છે.
ઘણા લોકો ખોરાક લેવા માંગતા હોય છે પરંતુ તેમને ભૂખ લગતી નથી અને ખોરાક ઓછો લેવાય છે તેવા લોકો માટે હિંગ અને મધ મિક્સ કરીને ચાટી જવાથી ભૂખ લાગે છે અને પેટને એકદમ સાફ કરવામાં મદદ કરે છે.
હિંગને હૂંફાળા પાણીમાં મિક્સ કરીને પીવાથી વર્ષો જૂની કબજિયાત દૂર થાય છે અને શરીરનો વધારો કચરો પણ દૂર કરે છે, પેટની ચરબી અને વજન ને ઓછું કરવા માટે હૂંફાળા પાણીમાં હિંગ અને લીંબુ મિક્સ કરીને પીવાથી ચરબી અને વજન ઓછું થાય છે.
દરરોજ ભોજનમાં એક ચપટી હિંગ નાખીને ખાવાથી શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયા અને જીવાણુઓ નો નાશ કરે છે. જે શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે. હિંગને ભોજનમાં મિક્સ કરીને ખાવાથી લોહીના પ્રવાહમાં અવરોધ આવતો નથી અને લોહીને પાતળું બનાવી રાખે છે. જે હૃદય સંબધિત સમસ્યાથી બચાવી હૃદયને મજબૂત બનાવે છે.