હિંગ દરેક ભારતીય રસોડામાં મળી આવતો એક મસાલો છે. હિંગ રસોઈનો સ્વાદ વઘારવા અને સુગંઘ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. હિંગ ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. હિંગ રસોઈ નો સ્વાદ વધારવા ઉપરાંત તેમાં ઘણા ઔષધીય ગુણ મળી આવે છે.
તે પાચન ક્રિયાને સુધારવા અને પેટને લગતી બીમારીને દૂર કરવામાં મદદ કરે છે. હિંગ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઈન્ફ્લીમેન્ટ જેવા ગુણ આવેલ છે. જે આપણા શરીરના ઘણા રોગનો નાશ કરવામાં મદદ કરે છે.
હિંગનો ઉપયોગ તમે રસોઈમાં નાખીને પણ કરી શકો છો. પરંતુ જો તમે ગરમ પાણીમાં હિંગને નાખીને પીશો તો તેના અદભુત ફાયદા પણ જોવા મળશે. માટે આજે અમે તામને હિંગ પાણી પીવાના ફાયદા અને હિંગ પાણી બનાવની રીત વિશે જણાવીશું.
હિંગ પાણી બનાવવાની રીત: આ માટે સૌથી પહેલા એક પેનમાં એક ગ્લાસ પાણી નાખો, થોડું નવશેકું થઈ જાય ત્યારે તેને ઉતારીને એક ગ્લાસમાં કાઠી લેવું, ત્યાર પછી તેમાં એક ચપટી હિંગ મિક્સ કરીને હલાવી લેવું. ત્યાર પછી તે પાણીનું સેવન સુવાના એક કલાક પહેલા કરવું
આ હિંગના પાણીનું સેવન કરવાથી કબજિયાત, અપચો, ગેસ, એસીડીટી જેવી સમસ્યા રહેતી હોય તો તેને દૂર કરવામાં મદદ કરે છે. પેટને લગતી આ સમસ્યા દૂર થઈ જવાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે. આ ઉપરાંત પેટના પીએચ લેવલને પણ જાળવી રાખવામાં મદદ કરે છે.
જો તમને માથાનો દુખાવો રહેતો હોય તો તેમાં પણ હિંગ પાણી ખુબ જ ફાયદાકારક છે. આ પાણીનું સેવન કરવાથી માથાની જે રક્ત કોશિકાઓ રહેલી છે તેમાં આવેલ સોજાને દૂર કરે છે. માથાની માંસપેશીઓ ને મજબૂત કરે છે. આ પાણીનું સેવન કરવાથી લોહીનું પરિભ્રમણ પણ સારું થાય છે. માટે માથાના દુખાવામાં હિંગ પાણી પીવું ખુબ જ લાભદાયક સાબિત થશે.
હિંગમાં રહેલ તત્વો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે. વાતાવરણ માં થતા બદલાવના કારણે શરદી, તાવ કે શ્વાસ સંબંધિત સમસ્યા તમારી આસપાસ પણ આવશે નહિ. માટે હિંગ પાણીનું સેવન કરવું જોઈએ. જે આપણા સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે.
આપણા શરીરમાં મેટાબોલિઝમ ને વધારવા માટે હિંગ પાણી ખુબ જ ઉપયોગી છે. આપણા શરીરમાં જામેલી ચરબીને ઓછી કરવા અને વજન ઘટાડવા માટે ખુબ જ કારગર સાબિત થાય છે. માટે જે વ્યક્તિ વજન ધટાડવા માટે ઘણા પ્રયત્નો કર્યા હોય તેમના માટે આ હિંગ પાણીનું સેવન કરવું જોઈએ.
હિંગમાં રહેલ હિંગ આપણા કોલેસ્ટ્રોલ ને જાળવી રાખવા માં મદદ કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને બહાર નીકાળવામાં મદદ કરે છે. જેથી આપણા શરીરમાં હદય ને લગતા રોગો થશે નહિ. જેથી આપણે હદયથી થતી હાર્ટ અટેક અને બ્રેન સ્ટ્રોક જેવી મોટી બીમારીથી બચી શકીશું. હિંગની તાસીર ગરમ છે જે ગળામાં જામેલ જીદી કફને તોડવામાં પણ ખુબ જ અસરકારક સાબિત થશે.
હિંગમાં એવા કેટલાક મહત્વ પૂર્ણ ગુણ મળી આવે છે જે આપણી શ્વાસ લેવામાં પડતી તકલીફને દૂર કરે છે. ઘણા લોકો અસ્થમાની સમસ્યા થી પીડાતા હોય છે તેમના માટે પણ આ પાણી ખુબ ફાયદાકારક સાબિત થશે. ઘણા લોકોને ગળા માં કફ જામી જવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેમના માટે પણ હિંગ પાણી રામબાણ સાબિત થાય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.