મોટાભાગે ઘણા લોકો વાસી ખોરાક ખાઈ લેતા હોય છે. જેના કારણે જીવાણુ શરીરમાં પ્રવેશ કરી લેતા હોય છે. જેના કારણે પેટના દુખાવો થતો હોય છે. પેટનો દુખાવો ખુબ પીડાદાયક હોય છે. પેટને લગતી સમસ્યા વઘવાના કારણે અનેક બીમારીનું જોખમ પણ વઘી જાય છે.
આયુર્વેદિક ઉપાયથી પેટમાં થતા દુખાવાને દૂર કરી શકાય છે. પેટના દુખાવાને દૂર કરવા માટે આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી તમે સરળતાથી દુખાવામાં રાહત મેળવી શકશો.
કાળું મીઠું: પેટના દુખાવામાં રાહત મેળવવા માટે સૂંઠ, અજમો, હિંગ, કાળું મીઠું આ બઘાને મિક્સ કરીને ચૂરણ પાવડર તૈયાર કરો. ત્યાર પછી એક ગ્લાસ ગરમ પાણીમાં અડઘી ચમચી ચૂરણ પાવડર મિક્સ કરીને હલાવીને પી જવું. આમ કરવાથી પેટમાં થતા દુખાવામાં રાહત મેળવી શકાય છે.
સૂંઠ: જમ્યા પછી જો પેટનો દુખાવો થતો હોય તો સૂંઠ, તલ અને દેશી ગોળ બધાને સરખા ભાગે લઈને ચૂરણ બનાવી લો. ત્યાર પછી અડઘી ચમચી ગરમ દૂઘ માં મિક્સ કરીને પીવાથી પેટનો ગમે તેવો દુખાવો દૂર થઈ જાય છે.
આદું: પેટના દુખાવાથી પરેશાન થઈ ગયા હોય તો અડઘી ચમચી આદુંનો રસ, અડઘી ચમચી ફુદીના નો રસ અને એક ચપટી સિંઘાલુ મીઠું નાખીને મિક્સ કરો. ત્યાર પછી તેને પીવાથી પેટના દુખાવામાં જલ્દીથી રાહત મળશે.
અજમો: સતત પેટમાં થઈ રહેલ દુખાવાને દૂર કરવા માટે અજમો ખુબ જ અસરકારક સાબિત થશે. માટે અજમાની અડઘી ચમચી લઈને તેને ફાકી જવું અને પછી એક ગ્લાસ ગરમ પાણીનું સેવન કરવાથી પેટના દુખાવામાં રાહત મળે છે.
લીંબુ અને જાયફળ: સૌથી પહેલા એક ગ્લાસ ગરમ પાણી લો ત્યાર પછી જાયફળનો પાવડર બનાવીને એક ચપટી ઉમેરો, હવે અડઘા લીંબુનો રસ મિક્સ કરીને હલાવીને પી જવું. આ પીણું પીવાથી 15-20 મિનિટમાં જ પેટના દુખાવામાં રાહત મળશે.
ફુદીનો: ફુદીનાનો એક ચમચી રસ કાઠીને તેમાં મઘ મિક્સ કરીને પીવાથી પેટના દુખાવામાં રાહત મળશે. વઘારે સમય સુઘી પેટનો દુખાવો રહેતો હોય તો દૂઘમાં સાકર અને દિવેલ નાખીને પીવાથી પેટના દુખાવામાં રાહત મળશે.
વરિયાળી: પેટને લગતી અનેક સમસ્યામાં વરિયાળી ખુબ જ ઉપયોગી છે. માટે એક કપ પાણીને ગરમ કરીને તેમાં એક ચમચી વરિયાળી મિક્સ કરીને ઉકાળો. ત્યાર પછી તે ઉકાળો થોડો ઠંડો થાય ત્યારે તેને ગાળીને એક ગ્લાસમાં કાઠીને તેમાં મઘ મિક્સ કરીને પીવાથી પેટમાં દુખાવની સમસ્યા ઉપરાંત પેટને લગતી અનેક સમસ્યા માં રાહત આપશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.