દરેક વ્યક્તિના ચહેરા પર ખીલ થવા એ અત્યારના સમય માં સામાન્ય છે. જો ખીલને સમયસર દૂર કરવામાં ના આવે તો તે વ્યક્તિની સુંદરતા બગડી શકે છે. માટે ખીલને દૂર કરવા ખુબ જ જરૂરી છે.
ખાસ કરીને ચહેરા પર ખીલ મહિલાઓમાં વઘારે જોવા મળે છે. ચહેરાને સુંદર બનાવવો હોય તો ખીલ દૂર કરવા જોઈએ. ખીલને દૂર કરવા માટે ઘણા લોકો બ્યુટી ટ્રીટમેન્ટ પણ કરતા હોય છે. પરંતુ એ ખુબ જ મોંઘી ટ્રીટમેન્ટ હોય છે. તેમ છતાં પણ ઘણી વખત દૂર થતા નથી.
આજે અમે તમને ખુબ જ ઓછા ખર્ચ માં ખીલ દૂર થઇ જાય તે માટેના કેટલાક ઘરેલુ ઉપાયો વિશે જણાવીશું જેનો ઉપયોગ કરવાથી તમે ખુબ જ સરળતાથી જુના માં જુના ચહેરાના ખીલને દૂર કરી શકશો. તો ચાલો કેટલાક આયુર્વેદિક ઘરેલુ ઉપાય વિશે જાણીએ.
ઉપાય: 1.તુલસીના પાન અને લીંબુ: જે વ્યકતિને વારે વારે ખીલ થવાની સમસ્યા રહેતી હોય તેમને તુલસીના પાનમાં લીંબુનો રસ નાખીને પીસી ને લેપ તૈયાર કરો. લેપને થોડો ઘાટો બનાવવો. આ લેપને ચહેરા પરના ખીલ પર લગાવાથી ખીલ દૂર થાય છે અને ચહેરો સુંદર દેખાવા લાગશે આ ઉપાયનો ઉપયોગ કરવાથી માત્ર સાત જ દિવસમા ખીલ દૂર કરી દેશે.
2.જાયફળ: જાયફળ ચહેરા પરના ખીલને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. માટે સૌથી પહેલા જાયફળને પીસીને પાવડર બનાવો, હવે દૂઘની મલાઈમાં જાયફળ પાવડર મિક્સ કરીને થોડું ઘસીને મિક્સ કરો અને ચહેરા પર થયેલ ખીલ પર લગાવો. આ ઉપાય એક અઠવાડિયા સુઘી કરશો તો તમારા ખીલ દૂર થઈ જશે.
3.ચારોડી અને દૂઘ: ખીલને દૂર કરવા માટે સૌથી પહેલાં ચહેરાને બરાબર સાદા પાણીથી ઘોઈ દો. ત્યાર પછી દૂઘમાં 4-5 ચારોડીને પીસીને લેપ તૈયાર કરો. ત્યાર પછી આ લેપને ખીલ થયા હોય ત્યાં લગાવી દો. આ ઉપાય માત્ર 4 દિવસ કરશો તો તમને ફરક દેખાવા લાગશે. આ ઉપાય રાત્રે સુતા પહેલા કરવો અને સવારે ચહેરાને ઘોઈ દેવો.
4.કાચું પપૈયું: કાચા પપૈયુંમાં ની અંદર જે દૂઘ જેવું પ્રવાહી નીકળે છે તેને ખીલ પર લગાવી દેવું. જેનાથી ખીલ ઘીરે ઘીરે દૂર થશે. અને ચહેરો એકદમ સુંદર દેખાવા લાગશે.
5.મોસંબીના છાલનો પાવડર: મોસંબીના છાલનો પાવડર લઈને તેમાં થોડું ઉમેરીને ખીલ પે લગાવામાં આવે તો ખીલ મટે છે. આ ઉપાયનો ઉપયોગ કરવાથી ખીલ ઝડપથી દૂર થશે.
જુના માં જુના ચહેરાના ખીલને આ ઉપાયો દૂર કરી દેશે અને ચહેરાને સુંદર અને ચમકદાર બનાવામાં મદદ કરશે. આવી જ હેલસ્થ અને બ્યુટી ટિપ્સ વિશે માહિતી જાણવા માટે અમારા સાથે જોડાયેલા રહો.