આજના અત્યારના સમયમાં ઘણા લોકોને કમરનો દુખાવો, ઘુંટણનો દુખાવો અને સાંઘાના દુખાવાથી પરેશાન થઈ ગયા છે. આજે મોટાભાગના લોકોનું જીવન બેઠાળુ થઈ ગયું છે તેવા સમયે આ બધી સમસ્યાઓ થવાનું શરુ થઈ જાય છે.
આ બધી સમસ્યાઓ વૃદ્ધાવસ્થા દરમિયાન થતી હતી પરંતુ અતિયારના આધુનિક યુગમાં આ સમસ્યા 30-45 વર્ષની ઉંમરના લોકોમાં સૌથી વધુ જોવા મળે છે, આ સમસ્યા માંથી છુટકાળો મેળવવા માટે દરેક વ્યક્તિ દવાઓ અને અનેક પ્રકારના તેલની માલિશ કરતા હોય છે.
નાની ઉંમરના લોકો ખુબ જ ઝડપથી કામ કરવામાં વધારે માનતા હોય છે પરંતુ વધારે સ્પીડ થી કામ કરવાના ચક્કરમાં સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવાનું પણ ચુકી જતા હોય છે. પરિણામે આપણા શરીરમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
શરીરમાં કોઈ પણ સમસ્યા થવા પાછળ આપણા ખોરાક જવાબદાર માનવામાં આવે છે, કારણે આપણે યોગ્ય પૌષ્ટિક આહાર લેવામાં ના આવે તો અનેક પોષક તત્વો આપણા શરીરના અંગોને મળતા નથી પરિણામે શરીરના અમુક અંગો પર અસર જોવા મળતી હોય છે.
શરીરમાં કેલ્શિયમ જેવા મહત્વ પૂર્ણ વિટામિનની કમીના કારણે સાંધાના દુખાવા, ઘુંટણના દુખાવા, કમરના દુખાવા નાની ઉંમરે જ જોવા મળી રહ્યા છે, જે ખુબ જ ચિંતાનો વિષય બની ગયો છે, આ સમસ્યાથી છુટકાળો મેળવવા માટે આપણે કેલ્શિયમથી ભરપૂર હોય તેવા આહાર ખાવા જોઈએ જેમ કે દહીં, કેળાં, મશરૂમ, દૂધ વગેરેનો સમાવેશ કરવો જોઈએ.
આજના સમયમાં 30-45 વર્ષની ઉંમરના લોકોમાં થઈ રહેલ કમરના દુખાવા, ઘુંટણના દુખાવા અને સાંધાના દુખાવા જેવા શરીરના અનેક દુખાવામાં ખુબ જ ઝડપથી રાહત મેળવવા માટે એક ઘરેલુ ઉપાય જણાવીશું જેને આયુર્વેદમાં ઉત્તમ માનવામાં આવે છે.
શરીરના દરેક દુખાવા દૂર કરવાના ઘરેલુ ઉપાય: આ ઉપાય માટે આપણે બે વસ્તુની જરૂર પડશે. 1. તલનું તેલ 2. જાયફળ. હવે સૌથી પહેલાચાર થી પાંચ જાયફળને એકદમ નાનું નાનું છીણી લેવાનું છે, હવે એક કળાઈ લઈ લો તેમાં 50ગ્રામ તલનું તેલ ઉમેરીને ધીમા ગેસે ગરમ થવા દો,
ત્યાર પછી તલના તેલમાં છીણેલું જાયફળ મિક્સ કરી લો, હવે તેલને બરાબર 6 થી 8 મિનિટ સુધી હલાવતા રહો. ત્યાર પછી ગેસને બંધ કરી લો, તેલ એકદમ ઠંડુ થઈ જાય ત્યાર પછી તેને એક કાચની બોટલમાં ભરી દેવાનું છે, હવે દિવસમાં બે વખત આ તેલની પાંચ-પાંચ મિનિટ માલિશ કરવાની છે.
તલનું તેલ અને જાયફળની માલિશ કરવાથી કમર, સાંધા, અને ઘુંટણમાં થતા દુખાવા દૂર કરશે, આ ઉપરાંત માંશપેશીઓમાં તણાવ અને ખેંચાણમાં પણ રાહત આપશે. આ તેલની માલિશ રોજે કરવાથી શરીરના કોઈ પણ દુખાવા દૂર થાય છે, અને હાડકાની મજબૂતાઈ પણ વધે છે.
બેઠાળુ જીવન જીવતા લોકો માટે આ તેલનો ઉપયોગ કરવાની સાથે ભોજન પછી એક ચમચી સફેદ તલ નો મુખવાસ ખાવાનો છે, જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તલમાં મળી આવતું કેલ્શિયમ આપણા હાડકાને મજબૂત અને સ્ટ્રોંગ બનાવશે. નાની ઉંમરે થતા દુખાવાથી કાયમી છુટકાળો મેળવવા માટે રોજે કેલ્શિયમ યુક્ત આહાર લેવો જોઈએ.